ગુજરાતના અમદાવાદમાં એક મોટી વિમાન દુર્ઘટના બની હતી. એર ઇન્ડિયાનું આ વિમાન અમદાવાદથી લંડન માટે ઉડાન ભરી હતી અને થોડીવારમાં જ ક્રેશ થઈ ગયું હતું. વિમાનમાં 12 ક્રૂ મેમ્બર અને 230 મુસાફરો સહિત 242 લોકો સવાર હતા. અકસ્માત થયું ત્યાં કાળા ધુમાડાના ગોટા ઉડતા જોવા મળી રહ્યા છે. બચાવ ટીમ બચાવ કામગીરી હાથ ધરી હતી.
22મે 2010 ના રોજ, એર ઇન્ડિયા એક્સપ્રેસ બોઇંગ 737-800 વિમાન કર્ણાટકના મેંગલોરમાં ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં 158 લોકોના મૃત્યુ થયા હતા. આ વિમાનમાં 160 લોકો સવાર હતા અને ફક્ત 8 લોકો જ બચી શક્યા હતા. 12નવેમ્બર 1996 ના રોજ, દિલ્હી નજીક હરિયાણાના ચરખી દાદરી વિસ્તારમાં બે વિમાનો હવામાં અથડાયા હતા. એક વિમાન સાઉદી એરલાઇન્સ ફ્લાઇટ-765 હતું અને બીજું કઝાકિસ્તાન એરલાઇન્સ ફ્લાઇટ -1907 હતું. આમાં બધા 349 લોકો મૃત્યુ પામ્યા હતા.
*કયારે ક્યારે થયા હતા પ્લેન ક્રેશ?
7 ઓગસ્ટ 2020 ના રોજ, કેરળના કોઝિકોડમાં એર ઇન્ડિયા એક્સપ્રેસ બોઇંગ 737-800 વિમાન ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં 17 મુસાફરો અને ક્રૂ સભ્યોના મૃત્યુ થયા હતા. આ અકસ્માતમાં 138 લોકો ઘાયલ થયા હતા. 17 જુલાઈ 2000માં પટનામાં અલાયન્સ એરના બોઈંગ 737-28 વિમાન દુર્ઘટના થઈ હતી. આ દુર્ઘટનામાં 53 પેસેન્જરની મોત થઈ હતી. આ પ્લેન સરકારની આવાસીય કોલોની પર ક્રેશ થું હતું. વર્ષ 2018માં ફ્રેબેઆરીમાં આસામમાં ભારતીય વાયુસેનાનું માઈક્રોલાઈન હેલીકોપ્ટર ક્રેશ થયું હતું. તેમાં બે પાયલોટની મોત થઈ હતી.
મુંબઈ અને કાનપુરમાં થયું પ્લેન હતું પ્લેન ક્રેશ
13 જાન્યુઆરી 2018ના રોજ, મુંબઈના સમુદ્ર કિનારે પવનહંસ હેલીકોપ્ટર ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં 5 ઓએનજીસીના સીનિયર અધિકારી સહિત 7 લોકોના મૃત્યુ થયા હતા. 24 જાન્યુઆરી 1966 ના રોજ, કાનપુરમાં એક પ્લેન ક્રેશ થયું હતું. લાલ બહાદૂર શાસ્ત્રીના નિધન પછી આ એક રહસ્યમય વિમાન દર્ઘટના થઈ હતી. આ દુર્ઘટના વિશે કઈ માહિતી મળી ન હોતી.