નવેમ્બર મહિનો પૂરો થવા આવી રહ્યો છે. મહિનાના અંત સાથે, ઘણા મહત્વપૂર્ણ કાર્યો પૂર્ણ કરવાની ટાઈમલાઈન પણ સમાપ્ત થઈ જશે. આવી સ્થિતિમાં, તમે ઘણી બેંકિંગ સેવાઓ ગુમાવશો. માટે જ આ કાર્યો ઝડપથી પૂર્ણ કરી લેવા જોઈએ હવે તમારી પાસે માત્ર 3 દિવસ જ બાકી છે. ચાલો જાણીએ કે નવેમ્બરના અંત પહેલા તમારે કયા કાર્યો પૂર્ણ કરવાની જરૂર છે.
જીવન પ્રમાણપત્ર જમા કરાવવું
ભારતમાં બધા પેન્શનર્સે પેન્શન સમયસર મળે તે સુનિશ્ચિત કરવા માટે દર વર્ષે 30 નવેમ્બરની અંતિમ તારીખ પહેલાં અથવા તે પહેલાં પેન્શન વિતરણ એજન્સીઓને તેમનું જીવન પ્રમાણપત્ર (LC) સબમિટ કરાવવું જરૂરી છે.
પેન્શન મેળવતા કેન્દ્ર અને રાજ્ય સરકારના કર્મચારીઓ અથવા તો સંબંધિત અધિકારીઓ પાસે રૂબરૂ જઈ દસ્તાવેજો સબમિટ કરી શકો છે અથવા હવે તેમની પાસે સમયમર્યાદામાં ડિજિટલ એલસી સબમિટ કરવાનો વિકલ્પ છે. જો તમે 30 નવેમ્બર સુધીમાં તમારું જીવન પ્રમાણપત્ર સબમિટ નહીં કરો, તો તમારું પેન્શન બંધ થઈ શકે છે. વિલંબના કિસ્સામાં, સેન્ટ્રલ પેન્શન પ્રોસેસિંગ સેન્ટર (CPPC) દ્વારા તમારા LC મંજૂર થયા પછી જ તમારું રોકેલું પેન્શન રિલીઝ કરવામાં આવશે.
KYC અપડેટ કરવાની ડેડલાઈન
જો તમે પંજાબ નેશનલ બેંક (PNB)ના ગ્રાહક છો, તો તમને 30 નવેમ્બર 2025 સુધીમાં તમારા KYC (તમારા ગ્રાહકને જાણો) અપડેટ કરવા માટે એક રીમાઇન્ડર સંદેશ મળ્યો હશે. જો તમે આ તારીખ સુધીમાં તમારા KYC અપડેટ કરવામાં નિષ્ફળ જાઓ છો, તો તમારું ખાતું ફ્રીઝ કરવામાં આવશે અને તમે આવશ્યક વ્યવહારો કરી શકશો નહીં. KYC કરાવવું છે ખુબ જ સરળ.
તમે PNB ONE મોબાઇલ એપ્લિકેશન, ઇન્ટરનેટ બેંકિંગ, ઇમેઇલ અથવા SMS, WhatsApp બેંકિંગ દ્વારા અથવા તમારી નજીકની શાખાની મુલાકાત લઈને તમારા KYCને અપડેટ કરી શકો છો. તમારા KYCને અપડેટ કરવું એ ફક્ત એક નિયમનકારી આવશ્યકતા નથી,તે ઓળખ ચકાસણી, છેતરપિંડી અટકાવવા અને બધી બેંકિંગ સેવાઓની સતત ઍક્સેસ માટે પણ જરૂરી છે. KYC વિગતો અપડેટ કરવાને કારણે સિક્યુરિટીના કારણે ક્યારેક તમારું એકાઉન્ટ ફ્રીઝ થઈ શકે છે. જેના કારણે ઉપાડ, KYC ટ્રાન્સફર અને અન્ય સેવાઓ પ્રભાવિત થઈ શકે છે.
NPS થી UPSમાં ટ્રાન્સફર
કેન્દ્ર સરકારના કર્મચારીઓને રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ (NPS)માંથી નવી શરૂ થયેલી યુનિફાઇડ પેન્શન સ્કીમ (UPS)માં શિફ્ટ થવાની બીજી તક આપવામાં આવી રહી છે. અગાઉ તેની અંતિમ તારીખ 30 જૂનથી 30 સપ્ટેમ્બર હતી, જેને પાછળથી 30 નવેમ્બર 2025 સુધી લંબાવવામાં આવી હતી અને હવે આ છેલ્લી તક હોઈ શકે છે.
તમે તમારી પોતાની મરજીથી NPSથી UPSમાં સંપૂર્ણપણે શિફ્ટ થઈ શકો છો, જે તમારા રિટાયરમેન્ટ પ્લાનિંગ પર નોંધપાત્ર અસર કરશે. ઘણા કર્મચારીઓ UPSને તેના ડિફાઈન્ડ બેનિફિટ સ્ટ્રક્ચર અને રિટાયરમેન્ટ પછી વધુ સ્ટેબલ ઈનકમના કારણે વધુ ફાયદાકારક માને છે. 30 નવેમ્બર પહેલા ઓપ્ટ-ઈન ના કરવાનો અર્થ એ છે કે તેઓ ડિફોલ્ટ રૂપે હાલના NPS સ્ટ્રક્ચર હેઠળ કામ કરવાનું ચાલુ રાખશે.
આ પણ વાંચો : Most Expensive Number Plate: દેશની સૌથી મોંઘી નંબર પ્લેટ 'HR88B8888', એક કરોડ કરતા પણ ઉપર પહોંચી તેની કિંમત