આજકાલ ક્રેડિટ કાર્ડ એક જરૂરિયાત બની ગયું છે. ખાસ કરીને નોકરીયાત લોકો એને તેમાં પણ યુવાનો તેનો વ્યાપક ઉપયોગ કરે છે. શોપિંગથી લઈને અલગ અલગ બિલ પે કરવા માટે લોકો ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી રહ્યા છે. પરંતુ જો તમને ક્રેડિટ કાર્ડના ઉપયોગને લઈને કેટલીક જાણકારી નહીં હોય તો તે ક્યારેક તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. કારણ કે આ પણ એક પ્રકારની લોન જ છે, જેનાથી અનેક સમસ્યાઓનો સામનો તમારે કરવો પડી શકે છે.

કેટલાક લોકો ક્રેડિટ કાર્ડનો સમજદારીપૂર્વક ઉપયોગ કરીને ડિસ્કાઉન્ટ, રિવોર્ડ પોઈન્ટ અને વિવિધ ઑફર્સનો લાભ ઉઠાવે છે. ઓનલાઈન શોપિંગ કરતી વખતે તો ક્રેડિટ કાર્ડ યૂઝર્સને વધારાના ડિસ્કાઉન્ટ મળે છે. આ જ કારણ છે કે આજે ક્રેડિટ કાર્ડ ખૂબ લોકપ્રિય બની ગયા છે. જો તમે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો, તો તમારે જાણવું જોઈએ કે તેનો ઉપયોગ ક્યારે ન કરવો જેથી તમને કોઈ આર્થિક નુકસાન ન થાય...

Credit Cardથી ક્યારેય કેશ ના ઉપાડો

ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કર્યારેય કેશ ઉપાડવા માટે ના કરવો જોઈએ. ક્રેડિટ કાર્ડથી કેશ પૈસા નીકાળવા પર પહેલા દિવસથી જ મસમોટું વ્યાજ લાગુ થી જાય છે. સાથે જ બીજા ઘણા એક્સ્ટ્રા ચાર્જીસ પણ લાગુ થઈ જાય છે. માટે જ ક્રેડિટ કાર્ડથી કેશ નીકાળવાનું ટાળવું જોઈએ.

લિમિટથી વધુ ખર્ચ ના કરો

દરેક ક્રેડિટ કાર્ડની ખર્ચ મર્યાદા હોય છે. તમારે તમારી ક્રેડિટ કાર્ડ લિમિટથી વધુ ખર્ચ કરવાનું ટાળવું જોઈએ. ઉદાહરણ તરીકે, જો તમારી ક્રેડિટ કાર્ડ લિમિટ 30,000 રૂપિયા છે, તો તમારે તે લિમિટથી ઓછો ખર્ચ કરવો જોઈએ. તમારા ક્રેડિટ કાર્ડ લિમિટથી વધુ ખર્ચ કરવાથી તમારા ક્રેડિટ સ્કોરને નુકસાન થઈ શકે છે.

મિનિમમ ડ્યૂ

જો તમારી પાસે ક્રેડિટ કાર્ડ બિલ બાકી છે અને તમે મિનિમમ ડ્યૂ રકમ ચૂકવો છો, તો તમારે આવું કરવાનું ટાળવું જોઈએ. જો તમે તમારા ક્રેડિટ કાર્ડ બિલ ચૂકવી શકતા નથી, તો તમારે તમારા ક્રેડિટ કાર્ડનો ઉપયોગ ન કરવાનો પ્રયાસ કરવો જોઈએ.