છેલ્લા કેટલાક વર્ષોમાં સોનાના વધતા ભાવે રોકાણકારોની રસદારી ઝડપથી વધી છે. છેલ્લા ચારથી પાંચ વર્ષનો ટ્રેન્ડ જોવામાં આવે તો સોનાની કિંમત લગભગ 1.50 લાખ રૂપિયા સુધી પહોંચી ગઈ છે અને ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. 26 નવેમ્બર સુધી, 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ ₹1,29,130 નોંધાયો છે.

2030 સુધીમાં રિટર્ન કેટલું મળી શકે?

વૈશ્વિક તથા સ્થાનિક પરિસ્થિતિમાં થતાં ફેરફારોને કારણે સોનામાં રોકાણ ફરી ઝડપથી વધી રહ્યું છે. મુખ્ય પ્રશ્ન એ છે કે જો આજે આપણે સોનું ખરીદીએ તો 2030 સુધી કેટલું વળતર મળી શકે? તેનો અંદાજ મેળવવા માટે સોનાના લાંબા ગાળાના ટ્રેક રેકોર્ડ પર નજર કરીએ તો સ્પષ્ટ થાય છે કે ભાવોમાં સતત વૃદ્ધિ જોવા મળી છે.

છેલ્લા 25 વર્ષનો રેકોર્ડ: સોનું કેમ વધી રહ્યું છે?

ભારતમાં સોનું માત્ર રોકાણ જ નહીં, પરંતુ પરંપરા અને ધાર્મિક વિધિઓનો અવિભાજ્ય ભાગ પણ ગણે છે.તે સિવાય નાણાકીય સંકટના સમયમાં સોનાના ઘરેણાં બહુ ઉપયોગી સાબિત થાય છે. છેલ્લા 25 વર્ષોમાં સોનાએ મજબૂત રિટર્ન આપ્યું છે.

2000 થી 2025 ની વચ્ચે:

• CAGR = લગભગ 14%

• માત્ર 3 વર્ષ (2013, 2015, 2021) માં નકારાત્મક ભાવ

• માગમાં વધારાને કારણે લાંબા ગાળે ભાવ સતત ઉપલા સ્તરે

વધતા મોંઘવારી દર અને વૈશ્વિક અનિશ્ચિતતા સોનાને વધુ મજબૂત એસેટ બનાવે છે.

ભાવમાં દર વર્ષે નોંધપાત્ર વધારો

2000 માં 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ માત્ર ₹4,400 હતો, જ્યારે આજે તે ₹1.25 લાખ ની નજીક છે. ગયા 25 વર્ષ દરમિયાન સોનાએ સરેરાશ, દર વર્ષે 25% થી 35% વચ્ચેનું વળતર આપ્યું છે. નિષ્ણાતો અનુસાર આવનારા વર્ષોમાં પણ આ તેજી ચાલુ રહેવાની શક્યતા છે. આથી, આજે ₹5 લાખનું સોનું ખરીદવામાં આવે તો તે 2030 સુધી બમણાથી વધારે કિંમત આપી શકે છે.

2030 સુધી સોનાનો ભાવ કેટલો પહોંચશે?

ઘણા માર્કેટ વિશ્લેષકો અને રિપોર્ટ્સ પ્રમાણે સોનાની માંગ આગળ પણ વધતી જ રહેશે.

તેના મુખ્ય કારણો:

• વૈશ્વિક અર્થવ્યવસ્થાની અનિશ્ચિતતા

• વધતી મોંઘવારી

• રોકાણકારોમાં સુરક્ષિત એસેટની માંગ

રિપોર્ટ્સ મુજબ:

• 2030 સુધી સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ ₹250,000 સુધી પહોંચી શકે છે.

• કેટલાક અનુમાન મુજબ ભાવ ₹700,000 થી ₹750,000 પ્રતિ 10 ગ્રામ સુધી પણ જઈ શકે છે.

Disclaimer : સોનાના ભાવ સમય-સમયે બજારની પરિસ્થિતિઓ મુજબ બદલાતા રહે છે. અહીં આપવામાં આવેલી માહિતી વિવિધ માર્કેટ નિષ્ણાતો અને ઉપલબ્ધ રિપોર્ટ્સના આધારે  છે. સંદેશ ન્યૂઝ કોઈપણ પ્રકારની રોકાણ સલાહ આપતું નથી. સોનામાં કે અન્ય કોઈપણ એસેટમાં રોકાણ કરતા પહેલાં તમારા નાણાકીય સલાહકાર અથવા રોકાણ નિષ્ણાતની સલાહ લેવી અનિવાર્ય છે.

આ પણ વાંચો- Cricket News : ભારતીય બેટ્સમેન બેવડી સદી ફટકારી રચ્યો ઇતિહાસ, 26 બોલમાં 100 રન ફટકારીને મચાવી દીધી તબાહી 
વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો