આજના સમયમાં મેડિકલ ઈન્ફ્લેશન એટલે કે સારવાર અને દવાઓનો વધતો ખર્ચ દરેક પરિવારના બજેટને અસર કરી રહ્યો છે. આવી સ્થિતિમાં હેલ્થ ઈન્સ્યોરન્સ ફક્ત એક પોલિસી નહીં, પરંતુ નાણાકીય સુરક્ષાની ઢાલ બની ગયો છે. જો કે, લોકો ઘણીવાર પોલિસી એકવાર ખરીદે છે અને તેને રિવ્યૂ કર્યા વગર જ વર્ષો સુધી તેનો ઉપયોગ ચાલુ રાખે છે. નિષ્ણાતો કહે છે કે બદલાતા તબીબી ખર્ચ અને નવા રોગોના યુગમાં, સમય સમય પરહેલ્ત ઈન્સ્યોરન્સની સમીક્ષા કરવી ખૂબ જ જરૂરી છે.
12-15%ના દરે વધી રહી છે મેડિકલ મોંઘવારી
અહેવાલો અનુસાર, છેલ્લા કેટલાક વર્ષોમાં તબીબી ખર્ચમાં 12-15%નો વધારો થયો છે. હોસ્પિટલમાં દાખલ થવાનો, સર્જરી અને દવાઓનો ખર્ચ સતત વધી રહ્યો છે. આવી સ્થિતિમાં, જો તમારી પોલિસીનું કવરેજ જૂનું હશે, તો તે મુશ્કેલ સમયમાં પૂરતી મદદ આપી શકશે નહીં.
નિષ્ણાતો દર વર્ષે તમારી પોલિસીના સમ ઈન્શ્યોર્ડને તપાસવાની ભલામણ કરે છે. જો તે તમારા શહેર અને પરિવારની જરૂરિયાતો માટે ઓછી હોય, તો ટોપ-અપ પ્લાન અથવા સુપર ટોપ-અપ પ્લાન પસંદ કરવો વધુ સારું છે. તમારી પોલિસીમાં ડેકેર ટ્રીટમેન્ટ, હોસ્પિટલાઇઝેશન પહેલા અને પછીના ખર્ચ અને ગંભીર બીમારી કવરેજનો સમાવેશ થાય છે કે કેમ તે તપાસવું પણ મહત્વપૂર્ણ છે.
હેલ્થ ઈન્સ્યોરન્સ લેતી વખતે રાખો આટલું ધ્યાન
બીજું મહત્વપૂર્ણ પાસું નેટવર્ક હોસ્પિટલ્સ છે. ઘણા લોકો પોલિસી ખરીદતી વખતે તપાસ કરતા નથી કે નજીકની સારી હોસ્પિટલ વીમા કંપનીના નેટવર્કમાં છે કે નહીં. આનાથી કેશલેસ સેવાઓનો ઉપયોગ મુશ્કેલ બની શકે છે.
રિપોર્ટમાં એમ પણ જણાવાયું છે કે આજના સમયમાં ફેમિલી ફ્લોટર પ્લાન વધુ ફાયદાકારક બની શકે છે, કારણ કે તે સમગ્ર પરિવારને એક જ કવરેજ હેઠળ સુરક્ષા પૂરી પાડે છે. તે જ સમયે, વૃદ્ધ સભ્યો ધરાવતા પરિવારો માટે અલગ સીનિયર સિટીઝન હેલ્થ પ્લાન લેવો સમજદારીભર્યું રહેશે.
ટેક્સ સેવિંગ નહીં જરૂરિયાત પર કરો ફોકસ
નિષ્ણાતો કહે છે કે આરોગ્ય વીમાને ફક્ત ટેક્સ બચાવવાનું સાધન ન માનવું જોઈએ. તમારા પરિવારની સલામતી અને ભવિષ્યની તબીબી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તેને પસંદ કરો. દર વર્ષે પોલિસીની સમીક્ષા કરો, કવરેજ વધારો અને મેડિકલ ઈન્ફ્લેશન સાથે તાલમેલ રાખવા માટે અપડેટ રહો.
આ પણ વાંચો : વધતા હોસ્પિટલના ખર્ચ વચ્ચે આ મેડિકલ ઇન્શ્યોરન્સ બનશે આશીર્વાદરૂપ