8 નવેમ્બર 2016ના રોજ દેશમાં 500 રૂપિયાની અને 1000 રૂપિયાની નોટોને ચલણમાંથી દૂર કરવામાં આવી હતી.. તેમ છતાં હજુ પણ કેટલીક જગ્યાએથી જૂની પ્રતિબંધિત ચલણી નોટો મળી આવે છે. તાજેતરમાં, દિલ્હીના વઝીરપુર વિસ્તારમાં દરોડા દરમિયાન કરોડો રૂપિયાની પ્રતિબંધિત 500 રૂપિયાની અને 1000 રૂપિયાની નોટો મળી આવી હતી. નોટબંધીના વર્ષો પછી પણ, ઘણા લોકો કબાટ, લોકર અથવા જૂની ફાઇલોમાં 500 રૂપિયા અને 1000 રૂપિયાની નોટો મળવા અંગે ચિંતિત છે. પરંતુ કાયદો ખરેખર શું કહે છે? ચાલો જોઈએ કે શું એક પણ જૂની નોટ રાખવાથી સજા થઈ શકે છે.
જૂની નોટ રાખવાને લઈને શું છે કાયદો?
ચલણમાંથી દૂર કરાયેલી 500 રૂપિયા અને 1000 રૂપિયાની નોટો અંગેના નિયમો 2017ના સ્પેસિફાઇડ બેંક નોટ્સ એક્ટ દ્વારા સંચાલિત થાય છે, જે નોટબંધી પછી અમલમાં આવ્યો હતો. આ કાયદા હેઠળ ઓછી સંખ્યામાં નોટબંધી કરાયેલી નોટો રાખવી ગુનો નથી. આ કાયદો વ્યક્તિઓને કોઈપણ સજા વિના મર્યાદિત સંખ્યામાં નોટો રાખવાની મંજૂરી આપે છે.
કેટલી પ્રતિબંધિત નોટ રાખી શકાય
તમે કાયદેસર રીતે કુલ 10 નોટો રાખી શકો છો, પછી ભલે તે 500 રૂપિયાની હોય કે 1000 રૂપિયાની. જ્યાં સુધી તમે આ મર્યાદામાં રહો છો, ત્યાં સુધી કોઈપણ ઓથોરિટીને નોટ સરેન્ડર કરવાની કે તેને રિપોર્ટ કરવાની જરૂર નથી.
કલેક્ટર અને સંશોધકો માટે અલગ જોગવાઈ
કેટલાક લોકો શૈક્ષણિક અથવા શોખના હેતુ માટે જૂની નોટો રાખે છે. સિક્કાશાસ્ત્રીઓ, સંશોધકો અથવા ચલણ સંગ્રહકોને કાયદેસર રીતે 25 જેટલી જૂની નોટો રાખવાની પરવાનગી છે. તેમને ફક્ત અભ્યાસ, પ્રદર્શન અથવા સંગ્રહ હેતુ માટે રાખી શકાય છે, પરંતુ તેનો વેપાર અથવા નાણાકીય હેતુઓ માટે ઉપયોગ કરી શકાતો નથી.
નિયમ વિરૂદ્ધ નોટ મળી આવે તો શું કાયદો?
જો કોઈ વ્યક્તિ પાસે પરવાનગી કરતાં વધુ જૂની નોટો હોય તો તે ગુનો આર્થિક ગણાય છે. અને સજામાં ફક્ત નાણાકીય દંડનો સમાવેશ થયો છે, કેદની કોઈ જાગવાઈ નથી. ઓછામાં ઓછો દંડ 10,000 રૂપિયા હોય છે પરંતુ તે જપ્ત કરાયેલી વધારાની નોટોના મૂળ મૂલ્યના 5 ગણા સુધી હોઈ શકે છે.
જેલની સજાની નથી કોઈ જોગવાઈ
સૌથી અગત્યની વાત એ છે કે 2017ના કાયદા હેઠળ મોટી માત્રામાં રદ થયેલી નોટો રાખવા બદલ જેલની સજાના કોઈ જોગવાઈ નથી. ઘણા નાણાકીય ગુનાઓથી વિપરીત આ કાયદામાં ફક્ત દંડ ફટકારવામાં આવે છે.
આ પણ વાંચો: Auto News: 15 Decemberએ લોન્ચ થશે 2026 MG હેક્ટર; વધુ પ્રીમિયમ લૂક, અપડેટેડ કેબિન અને બહેતર સેફ્ટી