આજના આધુનિક યુગમાં ભલે વિશ્વ સૌર અને પવન ઊર્જા જેવા ગ્રીન એનર્જીના વિકલ્પો તરફ ઝડપથી આગળ વધી રહ્યું હોય, પરંતુ ગ્લોબલ ઇકોનોમીમાં કોલસાનું મહત્વ આજે પણ અકબંધ છે. વીજળી ઉત્પાદનથી લઈને સ્ટીલ, સિમેન્ટ અને ભારે ઉદ્યોગો સુધી, કોલસાને વૈશ્વિક અર્થતંત્રની કરોડરજ્જુ માનવામાં આવે છે. વિશ્વના અનેક દેશો પાસે એટલો મોટો કોલસાનો ભંડાર છે જે તેમની આવનારા દાયકાઓની જરૂરિયાતો પૂરી કરી શકે છે. આ રેસમાં ભારત પણ ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે.

કોલસાના ઉત્પાદનમાં ચીન દુનિયામાં મોખરે

ચીન વૈશ્વિક સ્તરે કોલસાના ઉત્પાદનમાં મોખરે છે. તે એકલું જ દુનિયાના લગભગ અડધા કોલસાનું ઉત્પાદન કરે છે. એક અંદાજ મુજબ ચીન આશરે $4.1$ અબજ ટન વાર્ષિક ઉત્પાદન કરે છે. અત્યાર સુધીમાં સામે આવેલા આંકડા મુજબ ચીન પાસે કોલસાનો કુલ ભંડાર અંદાજે $143$ અબજ ટન હોવાનું મનાય છે. ચીનની વીજળીનો આશરે $55\%$ હિસ્સો હજુ પણ કોલસા આધારિત છે. વિશાળ સ્થાનિક વપરાશના કારણે, સૌથી મોટો ઉત્પાદક હોવા છતાં ચીન કોલસાની નિકાસ કરતું નથી.

ભારત દુનિયામાં કોલસાના ઉત્પાદનમાં બીજા સ્થાન પર

વૈશ્વિક સ્તરે ઝડપથી વધતી વસ્તી અને ઔદ્યોગિક માંગને કારણે ભારતમાં ઊર્જાની જરૂરિયાતો સતત વધી રહી છે. ભારત હવે વિશ્વનો બીજો સૌથી મોટો કોલસા ઉત્પાદક દેશ બની ગયો છે. ભારત પાસે કુલ ભંડાર આશરે $319$ અબજ ટન  છે જે વિશ્વના સૌથી મોટા ભંડારોમાંનો એક કહેવાય છે. ભારત કોલસાનું આશરે $880$ મિલિયન ટન વાર્ષિક ઉત્પાદન કરે છે. ભારતના કુલ વીજ ઉત્પાદનનો લગભગ $70\%$ હિસ્સો આજે પણ કોલસા પર નિર્ભર છે. કોલસાનું સ્થાનિક ઉત્પાદન વધારવા માટે સરકાર દ્વારા નવી કોલસા ખાણોની હરાજી કરવામાં આવી રહી છે અને ખાનગી કંપનીઓને પણ માઇનિંગ માટે મંજૂરી આપવામાં આવી રહી છે. જોકે, ઊંચા સ્થાનિક વપરાશને કારણે ભારતની નિકાસ નહિવત જેવી રહે છે.


જાણો એશિયામાં કેમ વધી રહી છે કોલસાની માંગ?

એશિયા-પેસિફિક ક્ષેત્રમાં, ખાસ કરીને ભારત, ચીન અને દક્ષિણ-પૂર્વ એશિયાના દેશોમાં ઉદ્યોગો અને વીજળીની માંગ રોકેટ ગતિએ વધી રહી છે. આ માંગને પહોંચી વળવા માટે ઓસ્ટ્રેલિયા અને ઇન્ડોનેશિયા જેવા દેશો પોતાના લોજિસ્ટિક્સ અને પોર્ટ નેટવર્કને વધુ મજબૂત બનાવી રહ્યા છે. હાલમાં વૈશ્વિક બજારમાં માત્ર સામાન્ય કોલસો જ નહીં, પરંતુ સ્ટીલ ઉદ્યોગમાં વપરાતા ખાસ 'કોકિંગ કોલસા'ની માંગ ખૂબ વધારે છે, જેનો સીધો ફાયદો અમેરિકા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોને મળી રહ્યો છે.

કોલસાની રહેશે જરૂરિયાત, નિષ્ણાતનો અભિપ્રાય

ઘણા દેશો હવે સૌર અને પવન ઊર્જા જેવી ગ્રીન એનર્જી તરફ આગળ વધી રહ્યા છે, પરંતુ કોલસાની માંગ સંપૂર્ણપણે અદૃશ્ય થઈ નથી. નિષ્ણાતો માને છે કે ભલે દુનિયા પર્યાવરણને બચાવવા ગ્રીન એનર્જી તરફ ડગ માંડી રહી હોય, પરંતુ આગામી કેટલાક દાયકાઓ સુધી કોલસો સંપૂર્ણપણે નાબૂદ થાય તેવી કોઈ શક્યતા નથી. ભારે ઉદ્યોગો અને પાવર પ્લાન્ટ્સ માટે કોલસો આજે પણ સૌથી સસ્તો, સરળ અને સૌથી વિશ્વસનીય સ્રોત સાબિત થઈ રહ્યો છે. દુનિયામાં કેટલાક દેશો પાસે કોલસાના મોટો ભંડાર છે જે આવનારા દાયકાઓ સુધી ઉર્જા જરૂરિયાતો પૂરી કરી શકે છે. 


આ પણ વાંચો : Gold Jewelry:સોનાના દાગીના બનાવ્યા પછી કારીગરો કેમ સળગાવી દે છે પોતાના જ કપડાં? કારણ જાણીને ચોંકી જશો!