ભારત નોટ છાપવાનું કામ ભારતીય રિઝર્વ બેંક એટલે કે RBI કરે છે. દેશમાં ચાર પ્રિન્ટિંગ પ્રેસ છે પહેલી નાસિકમાં બીજી દેવાસ, મૈસૂર અને ચોથી સાલબોનીમાં છે. આ જગ્યાઓ પર જ અલગ અલગ કિંમતના નોટ તૈયાર થાય છે.


નોટ છાપવા માટે એક ખાસ પ્રકારનું કાગળ અને ઇન્ક વિદેશથી મંગાવવામાં આવે છે, જેનાથી તેનો ખર્ચ વધી જાય છે. RBIની એક રિપોર્ટ મુજબ નાની કિંમતોવાળી નોટ એટલે કે 10, 20 અને 50 રૂપિયાની નોટ છાપવવામાં લગભગ 1થી 2 રૂપિયાનો ખર્ચ લાગે છે.

કેટલો ખર્ચ થાય છે?

100 રૂપિયાની નોટ છાપવા માટે ખર્ચ થોડો વધારે થાય છે. લગભગ 2 થી 3 રૂપિયાની આસપાસ ખર્ચ થાય છે. તેમજ 500 રૂપિયાની નોટની વાત કરીએ તો તેને છાપવા માટે સરકારે લગભગ 2.5 રૂપિયાથી લઈને 3 રૂપિયા સુધીનો ખર્ચ આવે છે. એટલે કે, સરકારને જેટલી કિંમત નોટ પર લખી છે તેની સામે તેના છાપવા માટે તેમાં ઘણો ઓછો ખર્ચ થાય છે. નોટ બનાવવા માટે કોઈ સાધારણ કાગળનો ઉપયોગ નથી થતો. તેમાં ખાસ પ્રકારનું કોટન અને સિક્યોરિટી ફિચરવાળું કાગળ ઉપયોગમાં લેવાય છે.

કેમ થાય છે ખર્ચ?

આ કાગળમાં વોટરમાર્ક, સિક્યોરિટી થ્રેડ, માઈક્રો લેટરિંગ, કલર-શિફ્ટિંગ ઇન્ક જેવા ફિચર્સ હોય છે. જેનાથી નકલી નોટ સરળતાથી ઓળખી શકાય છે. આ જ કારણ છે કે નોટ છાપવાનો ખર્ચ વધી જાય છે.

સિક્કા માટે કેટલો ખર્ચ થાય છે?

દર વર્ષે RBI લાખો-કરોડો નોટ છાપે છે. રિપોર્ટસ મુજબ 2022-23માં RBIએ નોટ છાપવા પાછળ 4900 કરોડ ખર્ચ કર્યા હતા. આ ખર્ચ દર વર્ષે નોટની વધતી ડિમાન્ડના કારણે અને જુની નોટો પાછી લેવા પર પમ નિર્ભર કરે છે. સિક્કાઓની વાત કરીએ તો, તેણે બનાવવા માટે ખર્ચ વધારે થાય છે. ઉદાહરણ તરીકે, 1 રૂપિયાનો સિક્કો બનાવવામાં 1.6 રૂપિયાનો ખર્ચ થાય છે.


  • Follow us on: