ઘણી કંપનીઓ પોતાના કર્મચારીઓને સેલેરી આપવામાં ઠાગાઠૈયા કરતી હોય છે. ક્યારેક તો 2 કે 3 મહિના સુધી કર્મચારીઓને પગાર ચુકવવામાં નથી આવતો. આવી સ્થિતિમાં કામદારો કે કર્મચારીઓની કફોડી સ્થિતિ થતી હોય છે. જો તમારા બોસ પણ આવું કરે છે તો જાણી લો તમારા અધિકાર. શું તમે જાણો છો કે જો કંપની મહિનાની 7 તારીખ સુધીમાં સેલેરી ના કરે તો કંપનીના માલિક એટલે કે બોસને જેલ થઈ શકે છે.


[[$googlead]]

લેટ સેલેરી કરવી ગણાય છે ગેરકાયદે

Payment of wages Act 1936 મુજબ કંપનીએ દર મહિનાની 7 તારીખ સુધીમાં સેલેરી આપવી જ પડે. જો તેનાથી વધુ સમય થાય તો તેને ગેર કાયદેસર ગણવામાં આવે છે. અને આવી સ્થિતિમાં કંપનીએ પ્રતિ દિવસ 50 રૂપિયા પેનલ્ટી ચૂકવવી પડશે. જે મહત્તમ 1000 રૂપિયા હોઈ શકે છે. જો વારંવાર લેટ સેલેરી કે જાણી જોઈને લેટ સેલેરી કરવામાં આવે છે તો કંપની માલિકને જેલ પણ થઈ શકે છે.

બોસ લેટ સેલેરી કરે છે તો શું કરવું?

તમારા બોસ પણ તમને મહિનાની 7 તારીખ પછી એટલે કે લેટ સેલેરી કરતા હોય તો સૌથી પહેલા કંપનીના HR અને Accounts Deparmentને લેખિતમાં એટલે કે ઈમેલ દ્વારા કે લેટર લખીને ફરિયાદ કરો. જો અહીં તમને કોઈ ઉકેલ ના મળે તો શ્રમ વિભાગના ટોલ ફ્રી નંબર 155214 પર કોલ કરી ફરિયાદ નોંધાવો. જો અહીં પણ ઉકેલ ના આવે તો તમે  Labour Courtમાં જઈને દાવો કરી શકો છો. પણ હા જો તમારી મંથલી સેલેરી 18,000 રૂપિયાથી વધુ છે તો તમારે Civil Courtમાં દાવો કરવો પડશે.

[[$alsoread]]

તમારી સેલેરી એ તમારો અધિકાર છે અને તમારા અધિકારોની તમને જાણ હોવી જરૂરી છે.


  • Follow us on: