કેન્દ્ર સરકાર તરફથી બજેટ 2025માં નવી ટેક્સ વ્યવસ્થાને અપનાવનારાઓ માટે 12 લાખ રૂપિયા સુધીની આવક કરમુક્ત કરી હતી. આ ઉપરાંત જો ડિડક્શનની રકમ જોડીએ તો આ 12 લાખ 75 હજાર રૂપિયા થાય છે. જો નવી ટેક્સ વ્યવસ્થાને આ ફાયનાન્સિયલ યરમાં અપનાવી રહ્યા છો તો, એવી 4 ટિપ્સ છે જેના કારણે તમે તમારો ટેક્સ બચાવી શકો છો.
1. EPF માં વધુ યોગદાન આપો
EPF કર્મચારી ભવિષ્ય નિધિ ફંડ અને NPS બંનેમાં કંપનીનુ યોગદાન તમારાં CTCનો એક ભાગ જ હોય છે. પરંતુ, ઘણાં કર્મચારીઓ EPFમાં સામાન્ય યોગદાન કરે છે. એટલે કે ઓછુ ઇન્વેસ્ટ કરાય છે. તમે ઇચ્છો તો તમારી કરન્ટ સેલરીના 12 ટકા ઇપીએફમાં નાખી શકો છો. જેના માટે નોકરીદાતાને પગાર માળખામાં એવી રીતે ફેરફાર કરવા કહો કે તમારું EPF યોગદાન વધે. કંપનીનુ યોગદાન ટેક્સ મુક્ત હોય છે. ભલે તમે નવી ટેક્સ વ્યવસ્થામાં હોવ, આનાથી તમારી ટેક-હોમ સેલરી થોડી ઓછી થઇ શકે છે પરંતુ રિટાયરમેન્ટમાં તમારી બચત વધારે હશે.
2. માતા-પિતાના નામ પર ઇન્વેસ્ટ કરો
હાલ ટેક્સ ભરવાને લઇને અનેક એવાં લોકો હશે જેઓ અલગ અલગ જગ્યા પર ઇન્વેસ્ટ કરીને બતાવી દે છે. જેના કારણે ટેક્સમાં થોડી રાહત રહે. જોકે તમે જો ટેક્સ ઓછો કરવા માંગો છો અથવા રાહત મેળવવા ઇચ્છો છો તો માતા-પિતાના નામે પણ તમે રોકાણ કરી શકો છો. જેમાં માતા-પિતાના નામે કોઇ એફડીમાં રોકાણ કરી શકો. આ એફડી માંથી મળતુ વ્યાજ તેમની આવક બનશે. હવે તેમની જે આવક છે તે નવા ટેક્સ રિઝીમ પ્રમાણે ઓછી છે તો તેના પર કોઇ પણ ટેક્સ નહીં લાગે. એટલે કે એમાં કોઇ ટેક્સની ભરપાઇ નહીં કરવી પડે.
3. NPS માં રોકાણ કરો
NPS મુખ્યત્વે નિવૃત્તિ માટે બનાવવામાં આવેલ યોજના છે, પરંતુ આ એક ઉત્તમ ટેક્સ બચત સાધન પણ છે. કંપની દ્વારા NPSમાં તમારા મૂળ પગારના 14% સુધીના યોગદાન પર કોઈ ટેક્સ લાગતો નથી, જે સેક્શન 80CCD(2) હેઠળ આવેછે. જો તમે નિવૃત્તિ અને ભવિષ્યમાં બાળકોના અભ્યાસ માટે પહેલા જ માસિક SIP દ્વારા રોકાણ કરો છો, તો તેનું રિડેમ્પશન સમયે સંપૂર્ણ ટેક્સ લાગશે. અને જો SIPનો અમુક હિસ્સો NPSમાં મૂકો તો તમારો ટેક્સ ઓછો થશે.
જો તમે સેલરી બેઝ કર્મચારી નથી તો તમે NPS કે EPFનો લાભ ઉઠાવી શકતા નથી. પરંતુ તમે સેક્શન 44ADA પ્રમાણે અનુમાનિત ટેક્સેશન સ્કીમનો ફાયદો ઉઠાવી શકો છો. આ સ્કીમમાં તમારી કુલ આવકના 50 ટકા જ રકમ ટેક્સેબલ આવકના રૂપમાં દેખાડી શકો છો. ભલે તમે કેટલો પણ ખર્ચ કરો. આનાથી તમારી ટેક્સ આપવાની રકમ ઓછી થઇ જશે.