ભારતમાં કફ સિરપ સૌથી વધુ વેચાતી દવાઓમાંની એક છે. લોકો તેને શરદી અને ઉધરસમાં રાહત મળે તે માટે વાપરે છે. જોકે આ એક સામાન્ય દવા જેવી લાગતી હોય છે, પણ તેની પાછળનો નફો ઘણો મોટો હોય છે. દવા બનાવતી કંપનીઓથી લઈને દવાની દુકાન સુધી, તમામને આમાંથી મોટી કમાણી થાય છે.
દવા કંપનીઓનો નફો
બ્રાન્ડેડ કફ સિરપમાંથી દવા કંપનીઓને સૌથી વધુ ફાયદો થાય છે. ઉત્પાદન ખર્ચ અને માર્કેટિંગ આધારિત નફો દર 20%થી 30% સુધી હોય છે.કંપનીઓનો મોટો નફો માર્કેટિંગ દ્વારા આવે છે. મેડિકલ રિપ્રિઝેન્ટેટિવ્સ ડોક્ટરોને મળીને પોતાની કંપનીના કફ સિરપની ભલામણ કરવા કહે છે અને ડોક્ટરો તે બ્રાન્ડ prescribe કરે છે.












