ઝારખંડના એક ગામની કલ્પના કરો જ્યાં 72 પ્રાચીન મંદિરો હજુ પણ ઉભા છે, અથવા મધ્યપ્રદેશમાં એક મંદિર સંકુલ જે એક કુખ્યાત ડાકુની મદદથી ફરીથી બનાવાયુ હતું. 

જ્યાં ડાકુઓએ મંદિરો બચાવ્યા 

આ પ્રાચીન વારસા સ્થળો ખરેખર ખાસ છે, અને ફક્ત તમારા વિશે જ નહીં પરંતુ તમારા બાળકોને પણ તેનો પરિચય કરાવવો જોઈએ. તમે આ સ્થળોને તમારી બકેટ લિસ્ટનો ભાગ બનાવી શકો છો. વારસા સ્થળોની મુલાકાત લેવી અનોખી છે, કારણ કે તે આપણા ઇતિહાસ, સંસ્કૃતિ અને સ્થાપત્યને ઊંડાણપૂર્વક સમજવાની તક પૂરી પાડે છે. આ સ્થાનિક અર્થતંત્ર અને આ વારસા સ્થળોના સંરક્ષણમાં પણ ફાળો આપે છે.

ત્રિપુરામાં ઉનાકોટી

ત્રિપુરામાં ઉનાકોટી, એક સ્થળ, જેનો અર્થ "એક કરોડ કરતા ઓછું એક" થાય છે. દંતકથા કહે છે કે ભગવાન શિવ કાશી જતા સમયે 9 કરોડ દેવતાઓ સાથે અહીં રોકાયા હતા. શિવે બધાને સૂર્યોદય પહેલા જાગવાનું કહ્યું હતું. પરંતુ ફક્ત તેઓ જ સવારે ઉઠ્યા હતા. ગુસ્સામાં, તેમણે બાકીના બધાને પથ્થરમાં ફેરવી દીધા અને એકલા જ રહ્યા હતા. 

શૈવ તીર્થસ્થાન

આ પ્રાચીન શૈવ તીર્થસ્થાન 7મીથી 9મી સદીના તેના વિશાળ પથ્થર શિલ્પો માટે જાણીતું છે. ભગવાન શિવનું 30 ફૂટ ઊંચું માથું, જેને ઉનાકોટીશ્વર કાલ ભૈરવ કહેવામાં આવે છે. તે પ્રભાવશાળી છે. નજીકમાં, સિંહ પર ઉભેલા ગણેશ અને દુર્ગાના વિશાળ મૂર્તિઓ પણ દેખાય છે. ડિસેમ્બર 2022માં ઉનાકોટીને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ ટેન્ટેટિવ ​​લિસ્ટમાં ઉમેરવામાં આવ્યું હતું. દર વર્ષે એપ્રિલમાં, અશોકાષ્ટમી મેળો અહીં યોજાય છે. જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટે છે.

ચંબલ ડાકુઓએ મંદિરોને બચાવ્યુ 

મધ્યપ્રદેશના ગ્વાલિયરથી લગભગ 35 કિલોમીટર ઉત્તરમાં, બટેશ્વર મંદિર સંકુલ આવેલું છે. લગભગ 200 રેતીના પથ્થરના મંદિરો અને તેમના ખંડેર લગભગ 25 એકરમાં ફેલાયેલા છે. 8મી અને 10મી સદીની વચ્ચે બંધાયેલા, આ મંદિરો શિવ, વિષ્ણુ અને શક્તિને સમર્પિત છે. સદીઓથી, આમાંના ઘણા મંદિરો ખંડેર થઈ ગયા હતા. ભૂકંપથી નાશ પામ્યા હતા કે સંઘર્ષથી તે અસ્પષ્ટ છે. 2005માં, ભારતીય પુરાતત્વ સર્વેક્ષણે પુરાતત્વવિદ્ કે.કે. મુહમ્મદના નેતૃત્વ હેઠળ એક મોટો પુનઃસ્થાપન પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. પરંતુ એક મોટી સમસ્યાનો સામનો કરવો પડ્યો: આસપાસની ચંબલ ખીણો કુખ્યાત ડાકુ નિર્ભય સિંહ ગુર્જરની ટોળકીનું ઘર હતું. પ્રોજેક્ટ છોડી દેવાને બદલે, મુહમ્મદે સંપર્ક કર્યો અને ડાકુ સાથે વાટાઘાટો કરી હતી. ગુર્જર આખરે ખંડેરોનું રક્ષણ કરવા અને કાર્ય આગળ વધવા દેવા સંમત થયા. મુહમ્મદના નેતૃત્વ હેઠળ, લગભગ 60 મંદિરોનું પુનઃસ્થાપન કરાયુ હતુ. 

મંદિરોનું ગામ માલુતી

એક સમયે, ઝારખંડમાં એક રાજા હતો જે મહેલોને બદલે મંદિરો બનાવવાનું પસંદ કરતો હતો. તેના નિર્ણયથી નાના ગામ માલુતીમાં ધાર્મિક સ્મારકોનો અસાધારણ સંગ્રહ બાકી રહ્યો. દંતકથા છે કે બસંત નામના બ્રાહ્મણે ગૌરાના સુલતાન અલાઉદ્દીન હુસૈન શાહના પાલતુ બાજને બચાવ્યો હતો. સુલતાન ખુશ થયા અને તેમને કરમુક્ત રાજ્ય આપ્યું. બસંત રાજા બાજ બસંત તરીકે જાણીતા બન્યા હતા. 

સંસદ ભવન જેવું મંદિર

મધ્યપ્રદેશના મીતાવલી ગામમાં, 11મી સદીનું એક મંદિર છે જે દિલ્હીના જૂના સંસદ ભવન જેવું લાગે છે. મુરેના જિલ્લામાં સ્થિત, આ ચૌસઠ યોગિની મંદિર એક ગોળાકાર માળખું છે જેમાં મધ્ય શિવ મંદિરની આસપાસ 65 નાના ખંડો છે. તે કચ્છપઘાટ શાસકોના શાસનકાળ દરમિયાન બનાવવામાં આવ્યું હતું, અને એક શિલાલેખ તેને રાજા દેવપાલ સાથે જોડે છે. ચૌસઠ યોગિની નામ 64 યોગિનીઓનો ઉલ્લેખ કરે છે, જે કેટલીક હિન્દુ ધાર્મિક પરંપરાઓ સાથે સંકળાયેલી દૈવી સ્ત્રી વ્યક્તિઓ છે. આ ખંડોમાં મૂળ રૂપે દેવીની છબી સાથે તેમની છબીઓ રાખવામાં આવી હોવાનું માનવામાં આવે છે. આજે, આ ખંડોમાં શિવની છબીઓ છે. 

હેરિટેજ લિસ્ટમાં આ સ્થળોનો પણ સમાવેશ 

1. ઉંડાવલ્લી ગુફાઓ, આંધ્રપ્રદેશ

2. સન્નાટી પુરાતત્વીય સ્થળ, કર્ણાટક

3. રાબડેન્ટસે ખંડેર, સિક્કિમ

4. અરવેલમ ગુફાઓ, ગોવા

5. પીતાલખોરા ગુફાઓ, મહારાષ્ટ્ર

6. સિરપુર પુરાતત્વીય સ્થળ, છત્તીસગઢ

આ પણ વાંચોઃ વિશ્વની પ્રથમ બાર્બી થીમ હોટલ એરિઝોનામાં ખુલશે, જાણો ખાસિયતો