ભારતમાં ટેક્સ પેમેન્ટને આવક અને નાણાકીય યોગદાનના સૌથી મોટા સૂચકોમાંનું એક માનવામાં આવે છે. પછી ભલે તે કોઈ એક સેલિબ્રિટી હોય, કોઈ ખેલાડી હોય કે પછી કોઈ મોટું કોર્પોરેટ ગ્રુપ હોય, ટેક્સપાત્ર આવક મેળવનાર દરેક વ્યક્તિએ સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલા નિયમો મુજબ ટેક્સ આપવો અનિવાર્ય છે. વિતેલા કેટલાક વર્ષોમાં ભારતના સૌથી મોટા ટેક્સપેયર્સની યાદીએ લોકોનું ધ્યાન ખેંચ્યું છે. 

કોણે આપ્યો સૌથી વધુ ટેક્સ?

રિપોર્ટ્સ અનુસાર, અમિતાભ બચ્ચને એસેસમેન્ટ યર 2025-26 દરમિયાન અંદાજે 120 કરોડનો ટેક્સ આપ્યો હતો. આ સાથે તેઓ ભારતીય સેલિબ્રિટીઝમાં સૌથી વધુ ટેક્સ આપનારા વ્યક્તિ બની ગયા છે. આ અગાઉના એસેસમેન્ટ યરની સરખામણીમાં ઘણો મોટો ઉછાળો છે, તે વર્ષે તેમણે 71 કરોડનો ટેક્સ આપ્યો હતો. રિપોર્ટ મુજબ, અમિતાભ બચ્ચને કથિત રીતે આ એસેસમેન્ટ યર દરમિયાન ફિલ્મો, જાહેરાત, ટેલિવિઝન શો અને અન્ય વ્યાવસાયિક કામોથી અંદાજે ₹350 કરોડની કમાણી કરી હતી. આ સાથે તેમણે શાહરૂખ ખાનને પાછળ છોડી દીધા છે.

શાહરૂખ ખાન બીજા સ્થાને

તાજી યાદીમાં શાહરૂખ ખાન હવે બીજા સ્થાને છે. રિપોર્ટ મુજબ, આ સુપરસ્ટારે અંદાજે 92 કરોડનો ટેક્સ ચૂકવ્યો. પોતાની ફિલ્મો અને એન્ડોર્સમેન્ટ ડીલ્સની જબરદસ્ત વ્યાવસાયિક સફળતાની સાથે શાહરૂખ ખાન ભારતના સૌથી વધુ કમાણી કરનારા સેલિબ્રિટીઝમાંના એક બનેલા છે.

થલાપતિ વિજય અને સલમાન ખાન પણ યાદીમાં

તમિલ સુપરસ્ટાર અને તમિલનાડુના વર્તમાન મુખ્યમંત્રી થલાપતિ વિજયે પણ 80 કરોડનો ટેક્સ આપ્યો હતો. ત્યારબાદ તેઓ પણ દેશના ટોચના સેલિબ્રિટી ટેક્સ પેયર્સમાં સામેલ થઈ ગયા છે. સલમાન ખાને પણ કથિત રીતે ટેક્સ તરીકે અંદાજે ₹75 કરોડનું યોગદાન આપ્યું હતું.

વિરાટ કોહલી એથલીટ કેટેગરીમાં સૌથી આગળ

ખેલાડીઓમાં વિરાટ કોહલી સૌથી વધુ ટેક્સ આપનારા વ્યક્તિ તરીકે ઉભરી આવ્યા છે. રિપોર્ટ્સ અનુસાર, કોહલીએ એસેસમેન્ટ યર દરમિયાન અંદાજે ₹66 કરોડનો ટેક્સ ચૂકવ્યો હતો.

કોર્પોરેટ ટેક્સમાં કોણ આગળ?

જો કોર્પોરેટ ટેક્સમાં યોગદાનની વાત કરીએ તો, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ભારતની સૌથી વધુ કોર્પોરેટ ટેક્સ આપનારી કંપની બનેલી છે. ઉપલબ્ધ આંકડા મુજબ, કંપનીએ નાણાકીય વર્ષ 2025 દરમિયાન ટેક્સ તરીકે અંદાજે 45,000 કરોડનું યોગદાન આપ્યું હતું. રિલાયન્સ ઉર્જા, ટેલિકોમ્યુનિકેશન, રિટેલ, પેટ્રોકેમિકલ્સ અને ડિજિટલ સેવાઓના ક્ષેત્રમાં કાર્યરત છે. આ સાથે જ ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS) ભારતની ટોચની કોર્પોરેટ ટેક્સ આપનારી કંપનીઓમાં બીજા સ્થાને છે. તેનું યોગદાન અંદાજે 38,000 કરોડ છે. જ્યારે HDFC બેંકે ટેક્સ તરીકે અંદાજે 35,000 કરોડનું યોગદાન આપ્યું છે.

આ પણ વાંચો-Thalapathy Vijayની 10મા ધોરણની માર્કશીટ થઈ વાયરલ, માકર્સ જોઈ રહી જશો દંગ!