લોકો પોતાનો સમય પસાર કરવા માટે અતવા પોતાના મનને શાંત કરવા માટે પહાડોમાં ફરવા જાય છે અને ત્યાં જઈને પછી તે જગ્યા પર કચરો નાખીને પહાડોને ગંદા કરી દે છે. તેને લઈને ઘણીવાર લોકલ અને ટૂરિસ્ટ સાથે ઝઘડો થઈ જાય છે. ભારત હોય કે નેપાળ કે પછી સ્વિટ્ઝરલેન્ડ હોય. પહાડો હવે ફક્ત સુંદરતા માટે જ નહીં પરંતુ કચરાનો ઢેર માટે જાણીતો થઈ ગયો છે.


ખાસકરીને ગરમીમાં રજાઓના દિવસે લાખો લોકો પહાડો પર ફરવા જતાં હયો છે અને તે ત્યાં જઈને ગંદકી ફેલાવતા હોય છે. ત્યાં જઈને પ્લાસ્ટિકની બોટલો, ખાવાના પૈકેટ્સ, ટિશૂ પેપર, બાયર કેન તેમજ અન્ય કચરાને ગમે ત્યાં નાખી દે છે. જાણો કે દર વર્ષે પહાડો પર ટૂરિસ્ટ કેટલી ગંદકી કરે છે.

ટૂરિસ્ટ કેટલો કચરો પાછળ છોડી જાય છે?

એક અહેવાલ મુજબ, 2023 માં નેપાળ આર્મી અને યુનિલિવર નેપાળ દ્વારા કરવામાં આવેલા સફાઈ અભિયાનમાં એવરેસ્ટ અને આસપાસના કેમ્પમાંથી લગભગ 78,000 પાઉન્ડ (35 ટન) કચરો દૂર કરવામાં આવ્યો હતો. દરેક ટૂરિસ્ટ એવરેસ્ટના રસ્તામાં દરરોજ સરેરાશ 250 ગ્રામ કચરો છોડી જાય છે. ભારતના પર્યટન કેન્દ્ર હિમાચલના ફાગુ, મતિયાણા અને ખારાપત્થરમાં તમને દરેક જગ્યાએ કચરાના ઢગલા જોવા મળશે. ઉત્તર પૂર્વના રાજ્યોની પણ આવી જ સ્થિતિ છે. જોકે, સિક્કિમ આમાં અપવાદ છે.

NCBI માં ટ્રેકિંગ ક્ષેત્ર પર એક સંશોધન માં જણાવવામાં આવ્યું હતું કે દરેક ટૂરિસ્ટ દરરોજ સરેરાશ 288 ગ્રામ કચરો છોડે છે, જ્યારે ભારતની રાષ્ટ્રીય સરેરાશ 350 ગ્રામ છે. જો આપણે ફક્ત મનાલીની વાત કરીએ, તો અહેવાલો અનુસાર, પીક સીઝન દરમિયાન દરરોજ 30 થી 40 ટન કચરો ઉત્પન્ન થાય છે. 2019 ના ડેટા અનુસાર, મે અને જૂનના માત્ર બે મહિનામાં 2,000 ટન કચરો એકઠો થયો હતો. હિમાલયના ક્ષેત્રમાં દર વર્ષે પ્રવાસીઓ દ્વારા 80 લાખ ટન સુધીનો કચરો થાય છે, જેમાંથી લાખો ટન ફક્ત ટ્રેક પર જ ઉત્પન્ન થાય છે અને પીક મહિનાઓ દરમિયાન મનાલી જેવા હોટસ્પોટ્સમાં હજારો ટન કચરો ઉત્પન્ન થાય છે.

સમસ્યા ક્યાં છે?

જો સમસ્યા વિશે વાત કરીએ તો, મોટાભાગના પ્રવાસીઓ ફક્ત ફરવા માટે જાય છે, પરંતુ તેઓ તે સ્થળને કેવી રીતે સ્વચ્છ રાખવું, કચરો કેવી રીતે ઘટાડવો તેની ચિંતા કરતા નથી. આ કચરો મોટાભાગનો નોન બાયોડિગ્રીબલ છે જેમ કે પ્લાસ્ટિક, કાચ, ધાતુ વગેરે. તે પર્વતોમાં સડી રહ્યો છે, હિમનદીઓમાં એકઠો થઈ રહ્યો છે અને આબોહવા અને ઇકો-સિસ્ટમને અસર કરી રહ્યો છે. તેની નદીઓ, વન્યજીવન અને સ્થાનિક સમુદાયો પર ગંભીર અસર પડી રહી છે. આ કચરો ઘટાડવા માટે સ્થાનિકો અને NGO દ્વારા વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે.


  • Follow us on: