આ એપની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં આરક્ષિત (Reserved), અનરિઝર્વ્ડ (General) અને પ્લેટફોર્મ ટિકિટ એમ ત્રણેય પ્રકારની ટિકિટ એક જ પ્લેટફોર્મ પરથી બુક કરી શકાય છે.

ડિજિટલ પેમેન્ટ તરફ પ્રોત્સાહિત

રેલવે મુસાફરોને ડિજિટલ પેમેન્ટ તરફ પ્રોત્સાહિત કરવા માટે એક આકર્ષક ઓફર આપી રહી છે. જો તમે રેલવન એપ દ્વારા અનરિઝર્વ્ડ (જનરલ) ટિકિટ બુક કરો છો, તો તમને ટિકિટના દર પર 3% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. આ ઓફર ખાસ કરીને રોજબરોજ મુસાફરી કરતા નોકરિયાત વર્ગ અને સામાન્ય મુસાફરો માટે આશીર્વાદરૂપ સાબિત થશે. નોંધનીય છે કે આ ડિસ્કાઉન્ટનો લાભ 14 જુલાઈ, 2026 સુધી જ મેળવી શકાશે.

ઓલ-ઈન-વન' સોલ્યુશન

આ એપ માત્ર ટિકિટ બુકિંગ પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે એક 'ઓલ-ઈન-વન' સોલ્યુશન છે. તેમાં IRCTC રેલ કનેક્ટ, NTES અને UTS જેવી સેવાઓનું એકીકરણ કરવામાં આવ્યું છે. મુસાફરો હવે એક જ એપ દ્વારા ટ્રેનનું લાઇવ સ્ટેટસ ચેક કરી શકશે, PNR સ્ટેટસ જાણી શકશે, પ્લેટફોર્મ નંબરની વિગત મેળવી શકશે અને પોતાની સીટ પર બેઠા-બેઠા ભોજન (E-Catering) પણ ઓર્ડર કરી શકશે. આ સુવિધાઓ મુસાફરીને વધુ ટેક-સેવી અને સરળ બનાવે છે.

લાઈનો અને કતારોમાંથી મુક્તિ

રેલવન એપનો સૌથી મોટો ફાયદો એ છે કે તે મુસાફરોને સ્ટેશન પરની લાંબી લાઈનો અને કતારોમાંથી મુક્તિ અપાવે છે. હવે ટિકિટ બારી પર કલાકો સુધી ઉભા રહેવાની ઝંઝટ રહેશે નહીં. UPI, ડેબિટ કાર્ડ કે નેટ બેંકિંગ દ્વારા સુરક્ષિત ચુકવણી કરીને ગમે ત્યાંથી ટિકિટ બુક કરી શકાય છે. રેલવેની આ પહેલથી મુસાફરોનો સમય તો બચશે જ, સાથે સાથે પેપરલેસ ટિકિટિંગને કારણે પર્યાવરણને પણ ફાયદો થશે.
આ પણ વાંચો: Life After Death: મૃત્યુ બાદની કઇ જગ્યાએ જાય છે આત્મા? જાણો 19 વર્ષની નિકોલની રૂંવાડા ઉભા કરી દે તેવી આપવીતી!