બિહારમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી થવાની છે. જેનાથી દરેક રાજનીતિક દળ જોરો શોરથી તેની તૈયારીઓમાં લાગી ગયા છે. આ વચ્ચે સૌથી વધારે બિહારમાંથી નામ સાંભળવામાં આવે છે, જે નામ છે એસઆઇઆર એટલે કે (SIR), હવે SIRનો મતલબ થાય છે સ્પેશ્યિલ ઇન્ટેસિવ રિવીઝન એટલે કે વિશેષ સઘન સમીક્ષા.
મુદ્દાને લઇને વિપક્ષ સતત પ્રદર્શનમાં
હકીકતમાં આ એક પ્રક્રિયા છે જેના હેઠળ મતદાતા સૂચીમાં સુધાર કરવામાં આવે છે. પરંતુ આ મુદ્દાને લઇને વિપક્ષ સતત પ્રદર્શન કરી રહ્યુ છે, મહત્વનુ છે કે 11મી ઓગસ્ટે 25 વિપક્ષી દળોએ 300થી વધારે સાંસદોએ દિલ્હીમાં SIR અને 2024ની લોકસભા ચૂંટણી દરમિયાન મતદાતા છેતરપિંડીના આરોપને લઇને વિરોધ પ્રદર્શન કર્યુ છે. આ દરમિયાન રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને કસ્ટડીમાં પણ લેવામાં આવ્યા હતા.
શું છે SIR?
સ્પેશ્યિલ ઇન્ટેસિવ રિવીઝન એટલે કે વિશેષ સઘન સમીક્ષા એક પ્રક્રિયા છે. જે હેઠળ ચૂંટણી આયોગ, મતદાતા સૂચીને અપડેટ કરે છે. ઉદાહરણ તરીકે ઘણી વખત એવું સામે આવે છે કે કોઇ વ્યક્તિનુ નિધન થઇ ચૂક્યુ છે પરંતુ તેમનુ નામ વોટર લિસ્ટમાં હાજર છે, અનેક વખત કોઇ વ્યક્તિનું 18 વર્ષ પૂરૂ થઇ જાય છે પરંતુ તેમનુ નામ મતદાતા સૂચીમાં એડ નથી થતુ. તો આવી પરિસ્થિતિમાં સ્પેશ્યિલ ઇન્ટેસિવ રિવીઝન દ્વારા મતદાતા સૂચી માંથી નામ હટાવવુ અથવા એડ કરવામાં આવે છે. અનેક વખત લોકો તે વિસ્તારને છોડી ચૂક્યા હોય છે, એવામાં પણ મતદાતાનુ નામ SIR દ્વારા સૂચિમાંથી હટાવવામાં આવે છે.
શું દરેક વોટરોએ બતાવવો પડે છે દસ્તાવેજ?
ઘણાં લોકોનો આ સવાલ હોય છે કે જે રીતે SIRની પ્રક્રિયા થઇ રહી છે તો શું દરેક વોટરોએ પોતાનો પુરાવો બતાવવો પડશે? હકીકતમાં એવું બિલકુલ પણ નથી, જો કોઇ વોટરનું નામ મતદાતા સૂચીમાંથી કોઇ કારણે કપાઇ ગયુ છે તે પોતાનો પુરાવો બતાવીને પોતાનુ નામ મતદાતા સૂચીમાં એડ કરાવી શકે છે. જેનું નામ મતદાતા સૂચીમાં પહેલાથી જ છે, તેમણે કોઇ પ્રકારનો પુરાવો બતાવવાની જરૂરત નથી.