લગ્નને હંમેશા વિશ્વાસ અને વફાદારીનો સંબંધ માનવવામાં આવે છે, પરંતુ આ વિશ્વાસ ઘણી જગ્યાએ તૂટતો જોવા મળી રહ્યો છે. એક રિપોર્ટ સામે આવી છે જે ચોંકાવનારી છે. તે રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ભારતમાં મોટી સંખ્યામાં લોકો એક્સ્ટ્રા મેરિટલ અફેર કરી રહ્યા છે અને તેમાં મેટ્રો સિટી સાથે સાથે નાના શહેરોમાંના નામ પણ છે.


તમિલનાડુનનું કાંચીપુરમ બન્યું ચીટિંગ કેપીટલ

જે શહેરને સંસ્કૃતિ અને શાંતિનું પ્રતીક માનવામાં આવે છે હવે તે શહેર બેવફાઈના મામલમાં સૌથી આગળ છે. તમિલનાડુનું કાંચીપુરમ જે રેશમી સાડીઓ અને મંદિરો માટે જાણીતું છે. તે હવે લગ્ન પછી અફેર કરવાવાળા લોકોમાં વધારે આગળ વધી ગયું છે. ઓનલાઈન ડેટિંગ પ્લેટફોર્મની 2025ની રિપોર્ટ મુજબ, આ ખુલાસો થયો છે કે કાંચીપુરમ એક્સ્ટ્રા મેરિટલ અફેરના મામલે દેશના બીજા શહેરો કરતા આ શહેર આગળ છે. ખાસ વાત તો એ છે કે આ શહેર ગયા વર્ષે 17માં સ્થાને હતું અને આ વર્ષે સીઘું પહેલા સ્થાને આવી ગયું છે.

દિલ્હીનું એનસીઆર પણ પાછળ નથી

રિપોર્ટમાં ભારતના ટોપ 20 જિલ્લા સામેલ છે. તેમાં દિલ્હી એસીઆરના 9 જિલ્લા સામેલ છે. સેન્ટ્રલ દિલ્હી આ લિસ્ટમાં બીજા નંબરે આવે છે જ્યારે સાઉથ વેસ્ટ, ઈસ્ટ વેસ્ટ અને નોર્થ વેસ્ટ દિલ્હી પણ ટોપ પર છે. ગુરુગ્રામ, નોઈડા અને ગાજિયાબાદ પણ આ બેવફાઈની હરીફાઈમાં સામેલ છે. રિપોર્ટની માનીએ તો મોટા શહેરોમાં મળતી સોશિયલ નેટવર્કિગ પ્લેટફોર્મની પહોંચ અને લાંબા વર્કિંગ કલાકોના કારણે લોકો પોતાના લગ્ન સંબંધથી નવા સંબંદ તરફ આકર્ષિત થાય છે.

એક કરતાં વધુ પાર્ટનરનો વધતો ટ્રેન્ડ

કેટલાક સંબંધ નિષ્ણાતોના મતે, આજકાલ પરસ્પર સંમતિથી એક કરતાં વધુ વ્યક્તિઓ સાથે સંબંધમાં રહેવું એક ઉભરતો ટ્રેન્ડ છે. ઘણા લોકો પરિણીત હોવા છતાં નવા ભાગીદારો શોધી રહ્યા છે. આ પાછળનું મુખ્ય કારણ ભાવનાત્મક અંતર, પરિણીત જીવનથી અસંતોષ, બાળકો પછી સંબંધ બદલવા અથવા ફક્ત રોમાંસની ઇચ્છાને કારણે એક કરતાં વધુ જીવનસાથી રાખવાનો વધતો ટ્રેન્ડ છે.

ડેટિંગ એપ્સ અને સોશિયલ મીડિયાએ રસ્તાઓ બનાવ્યા છે

આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે લોકો હવે આવી ડેટિંગ એપ્સ પર એક્ટિવ છે જે ખાસ કરીને Married લોકો માટે બનાવવામાં આવી છે. આ એપ્સની મદદથી, તેઓ તેમના સંબંધોની બહાર નવા કનેક્શન બનાવી રહ્યા છે અને તે પણ સંપૂર્ણ ખાનગીમાં રાખીને. સોશિયલ મીડિયા પર બનેલા નવા જોડાણો અને મિત્રતા પણ આ ટ્રેન્ડને મહત્વ આપી રહ્યા છે.

OTT કન્ટેન્ટ અને બદલાતી વિચારસરણી

OTT પ્લેટફોર્મ પર આવતી કન્ટેન્ટ પણ એક્સ્ટ્રા મેરિટલ અફેર્સને સામાન્ય અને ગ્લેમરસ બતાવી રહી છે. જેના કારણે લોકો તેના વિશે દોષિત નથી લાગતા. ઘણી વખત આ કન્ટેન્ટ લોકોને સંબંધોમાં નવી વસ્તુઓ શોધવા માટે પ્રેરણા આપે છે.

બેવફાઈની યાદીમાં કયા શહેરોનો સમાવેશ થાય છે?

એક રિપોર્ટ મુજબ, એક્સ્ટ્રા મેરિટલ અફેર્સના કિસ્સામાં ભારતના 20 જિલ્લાઓ મોખરે છે. જેમાં પહેલા નંબરે કાંચીપુરમ, બીજા નંબરે સેન્ટ્રલ દિલ્હી, ત્રીજા નંબરે ગુડગાંવ, ચોથા નંબરે નોઈડા, પાંચમા નંબરે દક્ષિણ પશ્ચિમ દિલ્હી અને છઠ્ઠા નંબરે દેહરાદૂન, સાતમા નંબરે પૂર્વ દિલ્હી, આઠમા નંબરે પુણે, નવમા નંબરે બેંગલુરુ અને દસમા નંબરે દક્ષિણ દિલ્હી છે.

Disclaimer: આ માહિતી રિપોર્ટ મુજબ છે સંદેશ ન્યૂઝ તેની કોઈ પુષ્ટિ કરતું નથી. 

  • Follow us on: