વરસાદના મોસમમાં આપણે વાદળો સામે જોઈએ એટેલે એમ થાય કે વાહ કેવા કપાસના રૂ જેવા વાદળો આકાશમાં એકદમ હળવાશથી ઊડી રહ્યા છે. પરંતુ અહિયાં વાર્તામાં વળાંક છે. આ વાદળો જે દરેકને હળવા ફૂલ જેવા દેખાઈ રહ્યા છે પરંતુ એ દરેક વાદળનું વજન સેંકડો હાથીઓના વજન કરતાં પણ વધારે હોય છે. 

વાદળનું વજન સેંકડો હાથીઓ કરતાં વધુ 
વારસાદના સમયે આકશમાં ઘેરાતા કાળા ડિબાંગ વાદળોનું પણ પોતાનું એક રોચક તથ્ય હોય છે. વરસાદના મોસમમાં હવામાં વિચરતા વાદળો ભલે આરામથી આકાશમાં ઉડતા દેખાય પણ તેઓ વજનમાં સેજ પણ હલકા નથી હોતા. સામાન્ય રીતે વાદળોનું વજન તેના કદ અને ઘનતા પર આધાર રાખે છે, તેમ છતાં મોટે ભાગે ક્યુમ્યુલસ પ્રકારના વાદળનું વજન લગભગ 1.1 મિલિયન પાઉન્ડ એટલે કે લગભગ 5 લાખ કિલોગ્રામ સુધી હોઈ શકે છે. એટલે જોવા જઈએ તો તેને સો હાથીઓના વજન સમાન ગણી શકાય છે. 

ભારે વાદળો પડતાં કેમ નથી?
હવે અહિયાં સવાલ એ પણ થાય કે જો વાદળનું વજન સેંકડો હાથીઓના વજન કરતાં પણ વધારે હોય છે તો પછી આટલા ભારે વાદળ હવામાં કઈ રીતે ઊડી રહ્યા છે? જમીન પર પડતાં કેમ નથી? તો આ સવાલ પાછળ એક વિજ્ઞાન દ્વારા આપવામાં આવેલા એક મોટો સિદ્ધાંત કામ કરે છે. હવામાં રહેલ વાદળમાં પાણી વરાળના રૂપમાં હાજર હોય છે. જ્યારે પાણીની વરાળ ધરાવતી આ ગરમ હવા ઉપર ઉઠે છે પછી તે નાના ટીપાંના રૂપમાં વાદળમાં એકઠું થાય છે. વાદળોમાં હાજર પાણીના ટીપાં એટલા નાના હોય છે કે ગરમ હવા તેમને સરળતાથી ઉપર ઉંચકી લે છે.

વરાળના ટીપાં વરસાદી પાણીમાં ફેરવાય છે 
હવામાં રહેલ વાદળમાં વરાળના ટીપાં પાછળથી સમય જતાં મોટા પાણીના ટીપાંમાં ફેરવાય છે. આ વાદળોમાં રહેલ આ પાણી બાદમાં તેની જે તે સમયની પરિસ્થિતિ મુજબ  વરસાદ, કરા અથવા બરફના રૂપમાં નીચે પડવા લાગે છે. જ્યાં સુધી આવું ન થાય ત્યાં સુધી, આ નાના ટીપાં હવામાં તરતા રહે છે વાદળના રૂપમાં ઊંચે આકાશમાં ઉડતા રહે છે અને નીચે પડતા નથી.


  • Follow us on: