હમણાં થોડા સમય પહેલા એક ચોક્કસ ઉંમરના લોકોની યાદી કરવી હોય તો આપણે વડીલ , યુવાન , કિશોર કે બાળક એવા શબ્દો વાપરતા , પણ હવે જમાનો મોર્ડન થયો છે મતલબ એજ પણ શબ્દો બદલાયા છે. આધુનિક યુગમાં Generation X,Millennials, Gen Z વગેરે જેવા શબ્દો બોલાય છે. જોકે આ સિવાય પણ ઘણા શબ્દો છે જે આખી પેઢીને વર્ગીકૃત કરે છે. 


Greatest Generation

1901 થી 1927ની વચ્ચે જન્મેલા લોકોને Greatest Generation કહેવામાં આવે છે કારણ કે આ સમયગાળા દરમિયાન જન્મેલા બાળકોએ ઘણો સંઘર્ષ જોયો હતો અને ખતરનાક લડાઈઓ, રોગો અને ગરીબી સહિત ઘણી સમસ્યાઓનો સામનો કર્યો હતો.

Silent Generation

Silent Generation એ 1928 થી 1945ની વચ્ચે જન્મેલા લોકોનો યુગ છે જેમને સૌથી શાંત પેઢી કહેવામાં આવે છે કારણ કે આ સમય દરમિયાન જન્મેલા મોટા ભાગના લોકો ચૂપચાપ અન્યાય સહન કરતા હતા અને તેની સામે બોલતા ડરતા હતા.

The Baby Boomer Generation

1946 થી 1964ની વચ્ચે જન્મેલા લોકોને Baby Boomer એટલે કે અન્ય શબ્દોમાં કહીએ તો સુંદર પેઢી કહેવામાં આવે છે કારણ કે આ સમય દરમિયાન ઘણી જીવન બદલી નાખતી ટેકનોલોજીઓ દુનિયામાં આવી.

Generation X

1965 થી 1980ની વચ્ચે જન્મેલા લોકોને જનરેશન X કહેવામાં આવે છે. જનરેશન X પણ ટેકનોલોજીમાં નવી હતી. જોકે, આ પેઢીને આધુનિક યુગની શરૂઆત માનવામાં આવે છે. આ પેઢી વિશે કહેવાય છે કે આ પેઢીએ સિનેમા, કલા અને સંગીત અને રોક એન્ડ રોલને એક નવું રૂપ આપ્યું.

Millennials

1981 થી 1996ની વચ્ચે જન્મેલા લોકોને મિલેનિયલ્સ કહેવામાં આવે છે. તમે ઘણીવાર સોશિયલ મીડિયા પર મિલેનિયલ્સ સંબંધિત ઘણી પોસ્ટ્સ જોઈ હશે. આ પેઢીએ તેમના જીવનમાં સૌથી વધુ ફેરફારો જોયા અને શીખ્યા છે. 

Gen Z

1997 થી 2012ની વચ્ચે જન્મેલા બાળકોને Generation Z અથવા ટૂંકમાં Gen Z કહેવામાં આવે છે. આ પેઢીના લોકોએ સોશિયલ મીડિયાથી શરૂઆત કરી હતી. આ યુગ દરમિયાન ટ્રેન્ડિંગ, વાઇબ્સ જેવા ઘણા અપશબ્દો પણ પ્રખ્યાત થયા. આધુનિક યુગની શરૂઆતની પાયો આજ યુગમાં નખાયો એવું ચોક્કસથી કહી શકાય છે.

Gen Alpha

જન્મ સમય - 2013 થી 2025

2013 થી 2025ની વચ્ચે જન્મેલા બાળકોને Gen Alpha કહેવાયમાં આવે છે. આ બાળકો ખૂબ જ તેજ મગજ અને મલ્ટિટાસ્કિંગ કરતા હોય છે. જન્મથી જ ટેકનોલોજી સાથે જોડાયેલા હોવાથી, તેઓ ઇન્ટરનેટ, સેલ ફોન, ટેબ્લેટ અને સોશિયલ મીડિયા સાથે મોટા થઈ રહ્યા છે. Gen Alpha પેઢીને વિશ્વની સૌથી નાની અને 21મી સદીની પેઢી માનવામાં આવે છે.

  • Follow us on: