ફાઈટર જેટ થોડા સમયથી સતત ચર્ચામાં રહેલું છે. પછી ભલે તે ભારત પાકિસ્તાન તણાવ વચ્ચેનો હોય કે પછી ઈઝરાયલ વોર હોય કે પછી રશિયા અને યૂક્રેન વચ્ચે ચાલી રહેલ યુદ્ધનું હોય. ફાઈટર પ્લેનનો કમાલ બધી બાજુ જોવા મળી રહી છે. આધુનિક વોરમાં આધુનિક ફાઈટર પ્લેન અને મિસાઈલો વગર કોઈ પણ દેશ યુદ્ધ જીતી નતી શકતું, પછી ભલે તે ગમે તે દેશ હોય.
ફાઈટર પ્લેનને જ્યારે આપણે જોઈએ ત્યારે મનમાં સવાલ થાય છે કે આ કેવી રીતે ચાલતા હશે, તેમાં કયું ફ્યૂલ નાખવામાં આવશે, તો જાણો કે ફાઈટર પ્લેનમાં ક્યું ફ્યૂલ નાખવામાં આવે છે.
ક્યા પ્રકારના ફ્યૂલ નાખવામાં આવે છે
ઘણા લોકોને જાણીને નવાઈ લાગશે કે ફાઈટર જેટમાં પ્રેટ્રોલની બદલે કેરોસીનનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ આની કિંમત સામાન્ય હોતી નથી. પહેલા કેરોસીનને સરખી રીતે રિફાઈન કરવામાં આવે છે પછી તેનાથી જે ફ્યૂલ બને છે તેને ફાઈટર જેટમાં ઉપયોગ કરવામાં આવે છે. તેનો ઉપયોગ ટર્બાઈન એન્જિન, ટર્બોપ્રોપ્સ અને જેટ એન્જિનમાં કરવામાં આવે છે. ફાઈટર જેટમાં કેરોસીનનો ઉપયોગ કરવામાં આવે છે. તેના બે પ્રકાર હોય છે, Jet A અને Jet A1 આ ફ્યૂલમાં લોઅર ફ્રીઝિંગ પોઈન્ટ સાથે આવે છે. તેની ખાસ વાત એ છે કે પેટ્રોલની સરખામણીએ તે ઓછું બળે છે.
ફાઈટર જેટમાં હોય છે ફ્યૂલ એડિટિવ્સ
તેમાં એન્ટિ-સ્ટેટિક રસાયણો, ડી-આઈસિંગ એજન્ટ્સ, એન્ટિ-કોરોસિવ એજન્ટ્સ, એન્ટિ-બેક્ટેરિયલ એજન્ટ્સ ભેળવવામાં આવે છે. આ એટલા માટે કરવામાં આવે છે જેથી જેટ ફ્યૂલ કોઈપણ હવામાનમાં સરળતાથી કામ કરી શકે. આ ફ્યૂલને એવિએશન ગેસોલિન તરીકે પણ ઓળખવામાં આવે છે. ફાઇટર જેટ ફ્યૂલની કિંમત પેટ્રોલ કરતા થોડી વધારે છે. જો કે, તે શહેર પર આધાર રાખે છે, કેટલાક રાજ્યોમાં સબસિડીને કારણે તેની કિંમત નીચે જાય છે.