બાળક 1 વર્ષનું થાય ત્યારે પરિવાર દ્વારા જન્મદિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. દુનિયામાં જુદા-જુદા દેશમાં બાળકના પ્રથમ જન્મદિવસને અનોખી રીતે ઉજવવામાં આવે છે. કયાંક પરંપરાગત માન્યતા મુજબ ઉજવણી થાય છે તો કયાંક પાર્ટી કરી સેલિબ્રેટ કરાય છે. પરંતુ દુનિયામાં એવો દેશ પણ છે જયાં કોઈપણ પ્રકારે બાળકના પહેલા જન્મદિવસની ઉજવણી થતી નથી. આ દેશનું નામ વિયેતનામ છે. આ દેશમાં અલગ અલગ તારીખે જન્મદિવસ ઉજવવાને બદલે, લોકો ઐતિહાસિક રીતે સમગ્ર રાષ્ટ્ર તરીકે સાથે મળીને જન્મદિવસ ઉજવે છે. જાણો વિયેતનામમાં કેમ જન્મદિવસની ઉજવણી કરાતી નથી.


દુનિયાના આ દેશમાં બાળકના જન્મદિવસની નથી થતી ઉજવણી

વિયેતનામમાં બાળકના જન્મદિવસની ઉજવણી ન કરવા પાછળનું કારણ તેમની પ્રાચીન પરંપરા અને સંસ્કૃતિ છે. જોકે ડિજિટલ યુગમાં હવે આ પરંપરા તૂટી છે. ત્યાં મોટા શહેરોમાં હવે જન્મદિવસ ઉજવણીની શરૂઆત થઈ છે, પરંતુ ગ્રામીણ વિસ્તારો અને પરંપરાગત પરિવારોમાં હજુ પણ જન્મ દિવસ ના ઉજવવાની પ્રથા ચાલે છે. સામાન્ય રીતે વિયેતનામમાં બાળકના વ્યક્તિગત જન્મદિવસની નહીં પરંતુ 'ટેટ' એટલે કે વિયેતનામીસ નવું વર્ષ કહે છે તે દિવસે સામૂહિક રીતે જન્મદિવસ ઉજવે છે. આ દેશનો લોકો 'ટેટ'ના દિવસે પરંપરાગત રીતે પોતાનો જન્મદિવસ ઉજવે છે. વિયેતનામીસ વય ગણતરીમાં બાળક જન્મ સમયે એક વર્ષનું માનવામાં આવે છે. 

લોકોને સમાન માની Tetથી જન્મદિવસની ઉજવણી

આ દેશમાં ભલે બાળક ગમે તે તારીખે જન્મ્યું હોય, પણ નવા વર્ષના દિવસે (Tet) તે સત્તાવાર રીતે એક વર્ષ મોટું થયું ગણાય. આ દિવસે બધા જ લોકો એકસાથે એક વર્ષ મોટા થાય છે અને એકબીજાને 'લકી મની' આપીને ખુશીઓ વહેંચે છે. ઘણા વિયેતનામીસ લોકો હજુ પણ ચંદ્ર કેલેન્ડરને અનુસરે છે. પશ્ચિમી દેશોની જેમ તારીખ મુજબ વર્ષગાંઠ ઉજવવાનો ત્યાં રિવાજ નહોતો. તેમના માટે વ્યક્તિના જન્મની ચોક્કસ તારીખ કરતા 'વર્ષ' વધુ મહત્વનું હોય છે. આ પ્રકારે સેલિબ્રેશનું કારણ એ છે કે ટેટ દરમિયાન દરેક વ્યક્તિ એક સાથે જન્મ અને એકસાથે વૃદ્ધ થાય છે, જેના કારણે રોજિંદા જીવનમાં જન્મ તારીખની ચોક્કસ ગણતરી કરવાનું ઐતિહાસિક રીતે ઓછું મહત્વનું બને છે.

વિયેતનામમાં થાય છે મુખ્ય બે ઉજવણી

વિયેતનામમાં બાળકના જન્મ પછી બે મુખ્ય ઉજવણીઓ થાય છે, જે વ્યક્તિગત જન્મદિવસ કરતા વધુ મહત્વની છે. બાળક એક મહિનાનું થાય ત્યારે આ ઉજવણી કરવામાં આવે છે. બાળક જ્યારે એક વર્ષનું થાય ત્યારે ખૂબ મોટો ઉત્સવ કરવામાં આવે છે. આ દિવસે બાળકની સામે અલગ-અલગ વસ્તુઓ (જેમ કે પેન, પૈસા, કાતર વગેરે) રાખવામાં આવે છે, અને બાળક જે વસ્તુ ઉઠાવે તેના પરથી તેનું ભવિષ્ય નક્કી કરવામાં આવે છે. આ દેશમાં જન્મદિવસ ઉજવવો એ પશ્ચિમી સંસ્કૃતિનો પ્રભાવ ગણાય છે. ત્યાં બાળકોના જન્મદિવસ કરતા વડીલોના 70 કે 80માં વર્ષની ઉજવણીને વધુ પ્રાધાન્ય આપવામાં આવે છે.


આ પણ વાંચો : Lifestyle: ગુસ્સાના કારણે હૃદયરોગના હુમલાનું જોખમ વધે છે અનેક ગણું, સંશોધનમાં શું આવ્યુ સામે?

  • Follow us on: