ભારતના મોટાભાગના ઘરોમાં આપણે ત્રણ બ્લેડવાળા (પાંખિયાવાળા) સીલિંગ ફેન જોઈએ છીએ. આ પંખામાં આજકાલ વિવિધ પ્રકારની ડીઝાઈન પણ જોવા મળે છે. નીચે લાઈટ હોય અથવા તો પછી કોઈ આધુનિક સ્ટાઈલ પણ હોય છે. મોટાભાગના ભારતીય ઘરોમાં 3 પાંખવાળા સીલિંગ ફેન હોય છે.  જ્યારે વિદેશી ઘરો કે હોલીવુડ ફિલ્મોમાં ચાર અથવા પાંચ બ્લેડવાળા પંખા નજરે પડે છે. આ માત્ર કોઈ આકસ્મિક ડિઝાઈન નથી. પરંતુ તેની પાછળ વિજ્ઞાન છે. 3 પાંખવાળા સીલિંગ ફેન પાછળ ભૌતિકશાસ્ત્ર (Physics અને હવામાનના ચોક્કસ કારણો જવાબદાર છે.

ભારતમાં 3 પાંખના સીલિંગ ફેનનું વિજ્ઞાન

ભારતીય સીલિંગ ફેન ઉત્પાદકોનો મુખ્ય ઉદ્દેશ્ય ઓછામાં ઓછી વીજળીનો ઉપયોગ કરીને શક્ય તેટલો ઝડપી હવાનો પ્રવાહ (Airflow) આપવાનો છે. વિજ્ઞાનના નિયમ અનુસાર, પંખામાં જેટલા ઓછા બ્લેડ હશે, તેટલો હવાનો પ્રતિકાર (Air Resistance) ઓછો થશે. આ ઘટેલા પ્રતિકારના કારણે પંખાની મોટર પર કોઈ વધારાનું દબાણ આવતું નથી અને તે ખૂબ જ ઝડપી ગતિએ ફરી શકે છે. આ જ કારણ છે કે ત્રણ બ્લેડવાળો પંખો હવાને ઝડપથી કાપીને રૂમના દરેક ખૂણા સુધી હાઇ-સ્પીડ એરફ્લો પહોંચાડે છે.

ભારત અને વિદેશની આબોહવા વચ્ચેનો તફાવત

અમેરિકા, કેનેડા, યુરોપ જેવો દેશો વધુ ઠંડા હોય છે. આ દેશોની આબોહવા ભારત કરતાં તદ્દન અલગ અને ઠંડી હોય છે. ત્યાં ઘરોમાં પંખાનો ઉપયોગ ગરમીથી બચવા માટે નહીં, પરંતુ રૂમમાં યોગ્ય વેન્ટિલેશન (હવાની અવરજવર) જાળવવા માટે થાય છે. મોટાભાગના લોકો ત્યાં એર કન્ડીશનર (AC) ની સાથે પંખા ચલાવે છે. ચાર કે પાંચ બ્લેડવાળા આ વિદેશી પંખા રૂમનું તાપમાન સમાન રાખવા માટે ધીમે-ધીમે હવા ફેલાવે છે, તે જોરદાર પવન ફેંકતા નથી. ભારત એક ઉષ્ણકટિબંધીય દેશ છે. ભારત એવો ગરમ દેશ છે, જ્યાં ઉનાળામાં તાપમાન અત્યંત ઊંચું જતું રહે છે. અહીં પંખાનું મુખ્ય કાર્ય માત્ર હવાનું પરિભ્રમણ કરવાનું નથી, પરંતુ પરસેવાનું બાષ્પીભવન કરીને શરીરને તાત્કાલિક સીધી ઠંડક આપવાનું છે.

હાઇ RPM અને વજનનું ગણિત

ત્રણ બ્લેડવાળો પંખો વજનમાં હળવો અને કોમ્પેક્ટ હોય છે, જેના કારણે તે ખૂબ જ ઊંચા RPM (રાઉન્ડ પર મિનિટ - પ્રતિ મિનિટ પરિભ્રમણ) પર ફરી શકે છે. આ હાઇ સ્પીડ ભેજવાળા અને અસહ્ય ઉનાળા દરમિયાન ભારતીય પરિવારોને ત્વરિત રાહત આપે છે.

વીજળીના બિલની બચત, એન્જિયરોનો જાદુઈ વિચાર

3 પંખાના સીલિંગ ફેન રાખવા પાછળ એન્જિનિયરનો જાદુઈ વિચાર રહેલો છે. પંખામાં જેટલા વધુ બ્લેડ ઉમેરવામાં આવે તેનું વજન એટલું જ વધી જાય છે. ભારે પંખાને ફેરવવા માટે મોટી અને વધુ વોટેજ ધરાવતી પાવરફુલ મોટરની જરૂર પડે છે, જેના કારણે વીજળીનો વપરાશ વધે છે અને પરિણામે લાઈટ બિલ પણ વધુ આવે છે. આથી, ભારતીય પરિસ્થિતિઓ માટે ઓછા પાવરે વધુ હવા આપતો ૩ બ્લેડનો પંખો જ સૌથી ઉત્તમ અને આર્થિક રીતે ફાયદાકારક સાબિત થાય છે.


આ પણ વાંચો : Bath Salt Benefits: અઠવાડિયામાં બે વાર મીઠાના પાણીથી સ્નાન કરો અને આશ્ચર્યજનક ફેરફારો જુઓ