તાજેતરમાં નાસાના વૈજ્ઞાનિકોએ પૃથ્વીના ભવિષ્ય અંગે એક એવો ખુલાસો કર્યો છે જેણે આખી દુનિયાને વિચારોના વૃંદાવનમાં ધકેલી દીધી છે.


સુપર કોમ્પ્યુટરની ગણતરી આશ્ચર્યજનક

શું તમે ક્યારેય કલ્પના કરી છે કે આપણી પૃથ્વી કાયમ માટે આવીજ રહેશે કે કેમ! તો વાસ્તવમાં આ બાબતનો ગણતરી પૂર્વકનો જવાબ નાસા અને વૈજ્ઞાનિકોએ સુપર કોમ્પ્યુટર ગણતરી દ્વારા પ્રાપ્ત કર્યો છે. સુપર કોમ્પ્યુટરે ગણતરીઓ અનુસાર એક એવા દિવસનું અનુમાન લગાવ્યું છે, જ્યારે પૃથ્વી પર કોઈ જીવન રહેશે નહીં. પ્રશ્ન એ છે કે આપણી આ પૃથ્વી શું આવનારા સમયમાં સમાપ્ત થઈ જશે!

પૃથ્વીના મહાસાગરો સુકાઈ જશે!

વૈજ્ઞાનિકોના મત મુજબ આપણાં ગ્રહ મંડળના કેન્દ્રમાં રહેલ સૂર્ય અબજ વર્ષોથી તપીતપીને વધુ ગરમ અને તેજસ્વી બની રહ્યો છે. સમય સાથે જેમ જેમ સૂર્ય તેના હાઇડ્રોજન ઇંધણને બાળી નાખે છે, તેમ તેમ તેની ઉર્જા ઉત્સર્જન ક્ષમતા પણ ખુબજ વધી રહી છે. વૈજ્ઞાનિકોના મત મુજબ આવનારા સમયમાં સૂર્યમાંથી નીકળતી ગરમી પૃથ્વીનું તાપમાન અસહ્ય બનાવશે જેના કારણે ધીમે ધીમે અદૃશ્ય થઈ જશે, જેના કારણે મહાસાગરો સુકાઈ જશે.

4.5 અબજ વર્ષોમાં પૃથ્વીનો અંત!

વૈજ્ઞાનિકો માને છે કે લગભગ 4.5 અબજ વર્ષોમાં, સૂર્ય તેના ઉત્ક્રાંતિના અંતિમ તબક્કામાં એક લાલ ગોળો બનશે, જે પૃથ્વીને તેની ભ્રમણકક્ષામાં ઘેરી લેશે. આ તેની યાત્રાનું અંતિમ પ્રકરણ હશે. આ વધતી ગરમી માત્ર પ્રાણીઓ જ નહીં પરંતુ છોડ અને સૂક્ષ્મજીવાણુઓ જેવા નાના જીવન સ્વરૂપોનો પણ નાશ કરશે. પૃથ્વીનું તાપમાન 100 ડિગ્રી સેલ્સિયસથી ઉપર પહોંચી જશે. ઓક્સિજનના અભાવ અને વધતા સૌર કિરણોત્સર્ગને કારણે, હવા શ્વાસ લેવા યોગ્ય બનશે નહીં.


  • Follow us on: