દુનિયામાં કેટલાક લોકો એવા છે જેમની પાસે પાસપોર્ટ કે વિઝા વગર 190થી વધુ દેશોમાં મુસાફરી કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા છે. આજના લેખમાં આ વિશેષાધિકાર ધરાવતા લોકો વિશે જાણીએ.
પાસપોર્ટ કે વિઝા વગર વિદેશ યાત્રા!
કોઈપણ મનુષ્ય માટે મુસાફરીની સ્વતંત્રતા એ એક પ્રકારનો વિશેષાધિકાર માનવામાં આવે છે. જોકે, દુનિયામાં કેટલાક લોકો એવા છે જેમને કોઇ પણ પ્રકારના જટિલ પાસપોર્ટ અને વિઝા પ્રક્રિયા વગર 190થી વધુ દેશોમાં મુસાફરી કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા છે. આશ્ચર્યજનક રીતે, પાસપોર્ટ વિના ફક્ત ત્રણ લોકો જ આંતરરાષ્ટ્રીય સ્તરે મુસાફરી કરી શકે છે અને દુનિયાના કોઈપણ દેશમાં વિદેશ યાત્રા કરી શકે છે.
આ લોકો પાસે છે ખાસ અધિકાર
પાસપોર્ટ વિના જે ત્રણ લોકો આંતરરાષ્ટ્રીય સ્તરે મુસાફરી કરી શકે છે તેમાં યુનાઇટેડ કિંગડમના રાજા ચાર્લ્સ ત્રીજા, જાપાનના સમ્રાટ નારુહિતો અને જાપાનના મહારાણી માસાકો પાસેજ આ ખાસ અધિકાર રહેલો છે. યુનાઇટેડ કિંગડમમાં, રાજાના નામે જે પાસપોર્ટ જાહેર કરવામાં આવે છે, તેના પર "હિઝ મેજેસ્ટીઝ પાસપોર્ટ" લખેલું હોય છે. આનો અર્થ એ છે કે રાજાને પોતે પાસપોર્ટની જરૂર નથી અને રાજા ગમે ત્યાં આંતરરાષ્ટ્રીય સ્તરે મુસાફરી કરી શકે છે
જાપાનના સમ્રાટ અને મહારાણી પાસે વિશેષ વિશેષાધિકારો
યુનાઇટેડ કિંગડમના રાજા ચાર્લ્સ ત્રીજા સિવાય જાપાનના સમ્રાટ અને મહારાણી પણ પાસપોર્ટ વિના આંતરરાષ્ટ્રીય સ્તરે મુસાફરી કરી શકે છે. જાપાન તેના શાહી પરિવાર માટે સમાન નિયમનું પાલન કરે છે. જાપાની બંધારણ હેઠળ સમ્રાટ નારુહિટો અને મહારાણી માસાકોને પાસપોર્ટ આપવામાં આવતો નથી. તેમની આંતરરાષ્ટ્રીય મુસાફરી જાપાનના વિદેશ મંત્રાલય દ્વારા જાળવવામાં આવતા રાજકીય પ્રોટોકોલ હેઠળ કરવામાં આવે છે.
અસાધારણ રાજદ્વારી વિશેષાધિકારો
આ ત્રણેય રાજવી પરિવારો માત્ર પાસપોર્ટ વિના મુસાફરી કરવાનો વિશેષાધિકાર ધરાવે છે એવું જરાય નથી પરંતુ આ સિવાય પણ તેમની ઘણી સુવિધાઓ મળે છે જેમ કે વિદેશમાં ધરપકડ અથવા કાનૂની તપાસથી રાજવી પરિવારોને ખાસ રક્ષણ આપવામાં આવે છે. આ રાજવી પરિવારો માટે પાસપોર્ટ-મુક્ત મુસાફરી જે તે દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને વધારે નજબૂત બનાવે છે કેમકે યજમાન દેશો તેમની ગરિમા અથવા સત્તાવાર સ્થિતિને માન સન્માન સાથે સ્વીકારે છે.