આજના સમયમાં સોશિયલ મીડિયા માત્ર મનોરંજન પૂરતું સીમિત નથી રહ્યું, પરંતુ ઘણીવાર એવી ઘટનાઓ સામે લાવે છે જે આપણને વિચારવા મજબૂર કરે છે. એવી જ એક ચોંકાવનારી ઘટના હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. આ વીડિયોમાં એક સાપ પોતાની જ પૂંછડી ખાવાનો પ્રયાસ કરતો જોવા મળે છે, જેને ઘણા લોકો “આત્મહત્યા” સાથે સરખાવી રહ્યા છે.
વીડિયોમાં શું છે ?
વિડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે સાપે પોતાના શરીરનો મોટો ભાગ ગળી લીધો હતો. સામાન્ય રીતે સાપ પોતાનો શિકાર ગળી જાય છે, પરંતુ અહીં તે પોતે જ પોતાને ખાઈ રહ્યો હતો, જે ખૂબ જ અસામાન્ય છે. સદનસીબે, ત્યાંથી પસાર થતો એક માણસ આ દૃશ્ય જોઈને અટકી જાય છે અને સાપને નુકસાન પહોંચે તે પહેલાં તેને બચાવે છે. માણસ સાપને હળવેથી અટકાવે છે, ત્યારબાદ સાપ પોતાની પૂંછડી ઉલટી કરે છે અને તેનું મૂળ કદ ફરીથી દેખાય છે.
https://twitter.com/crazyclipsonly/status/2006488691070611725
Speckled kingsnake
આ સાપને “Speckled kingsnake” કહેવામાં આવે છે. જાણકારો મુજબ આ સાપ ઝેરી નથી અને મનુષ્યો માટે ખતરનાક માનવામાં આવતો નથી. સામાન્ય રીતે આ જાતિના સાપ ઉંદર, ગરોળી અને ક્યારેક અન્ય નાના સાપને પણ ખાઈ જાય છે. કેટલાક નિષ્ણાતો માને છે કે સાપે પોતાની પૂંછડીને શિકાર સમજી લીધો હશે અથવા તે કોઈ તણાવ અથવા ગેરસમજના કારણે આવું વર્તન કરતો હતો.
સોશિયલ મીડિયા પર વાયરલ
આ વીડિયો સોશિયલ મીડિયા પર @crazyclipsonly નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો હતો. “માણસ સાપને આત્મહત્યા કરતા અટકાવે છે” એવા કેપ્શન સાથે પોસ્ટ કરાયેલા આ 39 સેકન્ડના વીડિયોને હજારો લોકોએ જોયો છે. લોકો અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. કેટલાક લોકોએ પ્રાણીઓ પ્રત્યે કરુણા બતાવવા બદલ તે માણસની પ્રશંસા કરી છે, જ્યારે કેટલાકે આ દ્રશ્યને પ્રાચીન “ઓરોબોરસ” પ્રતીક સાથે સરખાવ્યું છે, જેમાં સાપ પોતાની પૂંછડી ખાતો દર્શાવવામાં આવે છે.
આ પણ વાંચો : Zohran Mamdani New York Mayor Oath: અમેરિકામાં કુરાન પર શપથ લેનારા સૌપ્રથમ મુસ્લિમ ધર્માંતરિત નેતા બન્યા ચર્ચાનો વિષય