જ્યારે પણ કોઈ દેશ વચ્ચે યુદ્ધ થાય છે ત્યારે પરમાણુ હમલાની વાત થતી જ હોય છે અને જાપાનનું નામ જરૂરથી લેવાય છે. અમેરિકાએ જાપાનના હિરોશિમા અમે નાગાસાકી પર પરમાણુ હુમલો કર્યો હતો. તેમાં લાખો લોકોનું મોત થયું હતું અને આખું શહેર તબાહ થઈ ગયું હતું. 1945માં અમેરિકાએ જાપાન પર હુમલો કરી દીધો હતો. જો કે આ બાબતોને લઈને ઘણા વિવાદો પણ થયા છે. જાણો અમેરિકાએ જાપાન પર હુમલો કેમ કર્યો હતો?


સરેન્ડર નથી કરવા માગતું જાપાન

બીજા વિશ્વ યુદ્ધમાં જાપાન હારી રહ્યું હતું. પરંતુ સવાલ એ હતો કે તે સરેન્ડર ક્યારે કરશે. તેમજ બીજી બાજુ અમેરિકાના રાષ્ટ્રપતિને આ વાતની જાણકારી મળી ગઈ હતી કે પરમાણુ બોમ્બની તૈયારીઓ થઈ રહી છે. હવે નિર્ણય તેમના હાથમાં હતો કે યુદ્ધને ખતમ કરવા માટે પરમાણુ બોમ્બનો ઉપયોગ કરવામાં આવે કે પછી બીજું શું કરવું જોઈએ. પછી ટુમન એ જે નિર્ણય લીધો એ તો આખી દુનિયા જાણે છે.

બોમ્બ ફેંકવા પાછળ અમેરિકાનો ખરો હેતુ શું હતો?

અમેરિકાને આ યુદ્ધને ખતમ તો કરવું હતું પરંતુ તેનો અસલી ઈરાદો તો એ હતો કે તે કોઈ પણ શરત વગર તેને સમપર્ણ કરી દે. અમેરિકાએ વારંવાર જાપાનને ચેતવણી આપી હતી કે પરંતુ જાપાન માન્યું નહીં. જ્યારે અમેરિકાએ બોમ્બ હુમલો કર્યો ત્યારબાદ જાપાની સેનાએ હાર માની લીધી હતી. અમેરિકાએ હિરોશિમા અને નાગાસાકીને પસંદ કર્યું કારણ કે આ શહેરોનું રાજકીય અને લશ્કરી મહત્વ ખૂબ હતું. હિરોશિમામાં લશ્કરી મુખ્યાલય અને એક મોટું લશ્કરી વેરહાઉસ હતું. આ હુમલા પછી અમેરિકાની ઘણી ટીકા પણ થઈ હતી.

હિરોશિમા પર બોમ્બ કેમ નાખવામાં આવ્યો?

અમેરિકા પહેલા આબાદી વધારે હોય ત્યાં બોમ્બથી હુમલો કરીને પોતાની તાકાત બતાવવા માગતો હતો. પરંતુ અમેરિકાને એવું લાગ્યું કે જો આ બોમ્બ નહીં ફાટે તો જાપાન યુદ્ધમાં વધારે આક્રમક થઈ જશે. દરેક વાતો પર વિચાર કર્યા પછી તે નિર્ણય લેવામાં આવ્યો હતો કે જાપાનના કોઈ પણ આબાદીવાળા શહેરમાં બોમ્બ હુમલો કરવો ઉચિત રહેશે. હુમલા પહેલા શહેર ખાલી કરવાની નોટિસ પણ આપી નહોતી 


  • Follow us on: