મની લોન્ડરિંગ અને ગેરકાયદેસર કમાણીના સમાચારોમાં તમે ઘણીવાર બ્લેક મનીનું નામ સાંભળ્યું હશે. નોટબંધી દરમિયાન પણ તેની ઘણી ચર્ચા થઈ હતી, પરંતુ શું તમે રેડ મની અને ગુલાબી નાણાં વિશે સાંભળ્યું છે?


બ્લેક મની શું છે?

સૌ પ્રથમ, બ્લેક મની વિશે વાત કરીએ. બ્લેક મની, જેને હિન્દીમાં કાલા ધન તરીકે પણ ઓળખવામાં આવે છે, તે એવા પૈસા છે જે ગેરકાયદેસર રીતે કમાય છે અને સરકારની નજરથી છુપાયેલા રહે છે. આ પૈસા કરચોરી, ભ્રષ્ટાચાર, છેતરપિંડી, લાંચ અથવા અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાંથી ઉત્પન્ન થાય છે. બ્લેક મનીનો વ્યવહાર ઘણીવાર રોકડમાં થાય છે જેથી તેનું ટ્રેકિંગ મુશ્કેલ બને છે. ભારતમાં બ્લેક મનીને રોકવા માટે સરકારે નોટબંધી, GST અને મની લોન્ડરિંગ વિરોધી કાયદા જેવા ઘણા પગલાં લીધાં. 

રેડ મની શું છે?

શું છે રેડ મનીને અને તેને રેડ મની જ કેમ કહેવામાં આવે છે તો રેડ મની બ્લેક મનીની જેમ ગેરકાયદેસર નાણાં પણ ગણવામાં આવે છે, પરંતુ તે ખાસ કરીને ગુનાહિત પ્રવૃત્તિઓમાંથી કમાતા નાણાં સાથે જોડાયેલું છે. રેડ મનીનું નામ એટલા માટે રાખવામાં આવ્યું છે કારણ કે તે સમાજ અને અર્થતંત્ર માટે જોખમનું પ્રતીક છે જેમ લાલ રંગ ભય દર્શાવે છે. આ નાણાં માત્ર અર્થતંત્રને નબળું પાડતા નથી, પરંતુ રાષ્ટ્રીય સુરક્ષા માટે પણ ખતરો ઉભો કરી શકે છે. 

પિંક મની શું છે?

પિંક મની એ એક પૈસા જ છે પરંતુ તેને ગેરકાયદેસર રીતે કમાયેલા પૈસા તરીકે ગણવવામાં આવે છે. એટલે કે બેટિંગ કે પછી જુગારમાં જીતેલા પૈસા તેમજ કોઈ માદક દ્રવ્યો વગેરેને પિંક મની કહેવામાં આવે છે. 

  • Follow us on: