દુનિયાભરના અનેક દેશો પોતાની અલગ-અલગ પરંપરાઓ, નાઇટલાઇફ, ફરવા લાયક સ્થળો અને ઘણી વસ્તુઓ માટે ફેમસ છે. પરંતુ દુનિયામાં એક એવો દેશ પણ છે, જ્યાં એક ખૂબ જ અલગ ચલણ અસ્તિત્વમાં છે. દુનિયાના એક શહેરમાં રેન્ટલ વાઇફ (ભાડાની પત્ની) ની પરંપરા વિકસી છે. આ દેશમાં એકલા ફરવા આવેલા પ્રવાસીઓ ભાડે પત્ની રાખી શકે છે. 

કયા દેશમાં ભાડે મળે છે પત્નીઓ?

પોતાના સુંદર સમુદ્ર કિનારા અને નાઇટલાઇફ માટે મશહૂર થાઇલેન્ડ એક એવો દેશ છે, જ્યાં રેન્ટલ વાઇફ મળે છે. આ સાંભળવામાં ભલે અજીબ લાગે, પરંતુ આ દેશના કેટલાક શહેરોમાં આ ચલણ લાંબા સમયથી ચાલી રહ્યું છે અને હવે એક બિઝનેસનું રૂપ લઈ ચૂક્યું છે. થાઇલેન્ડના ખાસ કરીને પટાાયા જેવા પ્રવાસન કેન્દ્રોમાં મહિલાઓ કેટલાક સમય માટે પ્રવાસીઓ સાથે પત્નીની જેમ રહે છે. આ કોઈ પરંપરાગત કે કાયદેસરના લગ્ન હોતા નથી, પરંતુ એક પ્રકારનો ખાનગી કોન્ટ્રાક્ટ હોય છે. જેમાં નક્કી કરેલા સમય સુધી મહિલા સાથી કોઈની પત્નીની જેમ જવાબદારી નિભાવે છે, જેમ કે ફરવું, સંભાળ રાખવી કે સમય પસાર કરવો. આ સમયગાળો કેટલાક કલાકોથી લઈને કેટલાક દિવસો કે મહિનાઓ સુધીનો હોઈ શકે છે. આ દરમિયાન બંને પક્ષો પરસ્પર સહમતિથી સંબંધની શરતો નક્કી કરે છે.

કેવી રીતે બન્યો રેન્ટલ વાઇફનો આ ટ્રેન્ડ મોટો બિઝનેસ?

પ્રવાસનના વધતા વ્યાપની સાથે આ ટ્રેન્ડ પણ ઝડપથી ફેલાઈ રહ્યો છે. મોટી સંખ્યામાં વિદેશી પ્રવાસીઓ થાઇલેન્ડ પહોંચે છે, જેમાં ઘણા લોકો એકલા મુસાફરી કરતા હોય છે. એવામાં કંપનીયનશિપ (સાથ) ની માંગને કારણે આ વ્યવસ્થા વિકસી છે. અહેવાલો અનુસાર, આર્થિક રીતે નબળી મહિલાઓ માટે આ ટ્રેન્ડ કમાણીનું સાધન બની ગયો છે.

કેટલી હોય છે રેન્ટલ વાઇફની કિંમત?

આ વ્યવસ્થામાં નક્કી કરવામાં આવતી રકમ ઘણી બાબતો પર નિર્ભર કરે છે, જેમ કે મહિલાની ઉંમર, સુંદરતા અને શિક્ષણ. અલગ-અલગ કિસ્સાઓમાં આ રકમ અંદાજે 1600 ડોલરથી લઈને 1,16,000 ડોલર સુધી હોવાનું કહેવાય છે. જોકે આ આખી સિસ્ટમ કોઈ સત્તાવાર કાયદા હેઠળ આવતી નથી, પરંતુ ખાનગી સમજૂતીના આધારે ચાલે છે.

રેન્ટલ વાઇફ ટ્રેન્ડનો પુસ્તકમાં થયો હતો ખુલાસો

રેન્ટલ વાઇફના ટ્રેન્ડને Thai Taboo: The Rise of Wife Rental in Modern Society નામના પુસ્તકમાં વિગતવાર જણાવવામાં આવ્યો છે. લેખકે તેમાં જણાવ્યું છે કે કેવી રીતે આ ચલણ ઝડપથી વધી રહ્યું છે અને હવે સામાજિક, આર્થિક અને પ્રવાસન સંસ્કૃતિનો હિસ્સો બની રહ્યું છે. પુસ્તકમાં એ પણ સામે આવ્યું છે કે ઘણા કિસ્સાઓમાં આ કામચલાઉ સંબંધો આગળ જતાં કાયમી સંબંધોમાં ફેરવાઈ જાય છે, જેના કારણે આ ટ્રેન્ડ વધુ ચર્ચામાં આવ્યો છે.

આ પણ વાંચો- આ દેશમાં મહિલાઓ ભૂલેચૂકે પણ નથી પહેરી શકતી બ્લૂ જીન્સ, જાણો અહીંના અજબ ગજબ કાયદા!