મહિલાઓ દરેક ક્ષેત્રે યોગ્ય કાર્ય કરી રહી છે. છતાં તેમને જોઇએ એવું સ્થાન અને સન્માન મળતુ નથી.

નારી શક્તિ વંદન અધિનિયમ

સંસદમાં આ ક્ષેત્રે મહત્ત્વનું પગલુ લેવામાં આવી રહ્યુ છે. નારી શક્તિ વંદન અધિનિયમ લાવવામાં આવી રહ્યુ છે. આ બિલને વહેલી તકે લાગૂ કરવામાં આવે તે માટે કવાયદ હાથ ધરાઇ છે. આ અધિનિયમ હેઠળ સંસદમાં મહિલાઓ માટે 33 ટકા બેઠક આરક્ષણનું પ્રાવધાન લાવી રહી છે. જેના કારણે સંસદમાં મહિલાઓની સંખ્યા વધશે.

સરકારી કાર્યકારી પદ પર કામ કરનાર મહિલાઓ

સંયુક્ત રાષ્ટ્ર સંઘે મહિલાઓની ભાગીદારી મામલે જાહેર કરેલા આંકડા મુજબ, 1 જાન્યુઆરી 2026 સુધી વિશ્વમાં 28 દેશ એવા છે. જ્યાં કુલ 30 મહિલાઓ રાષ્ટ્રધ્યક્ષ અથવા સરકારના મુખ્ય પદ પર કાર્યરત છે. 28માંથી 16 દેશની મહિલાઓ જેવા કે રાષ્ટ્રપતિ અને 21 દેશની મહિલાઓ પીએમની ભૂમિકા બજાવી રહી છે. યુએનના આંકડા મુજબ, વિશ્વની સરકારોમાં નીતિઓ સાથે જોડાયેલા નિર્ણયમાં મહિલાઓની ભાગીદારીના આંકડા પહેલા કરતા ઓછા જોવા મળી રહ્યા છે.

વિશ્વમાં રાષ્ટ્રીય સંસદોમાં મહિલાઓની ભૂમિકા

વિશ્વની સંસદમાં સાંસદ તરીકે કામ કરનાર મહિલાઓની ટકાવારી 27.5 ટકા છે. 1995માં આ માત્ર 1 ટકા જેટલી હતી. વિશ્વના માત્ર 7 દેશ એવા છે જ્યાં સંસદના નીચલા ગૃહમાં 50 ટકા કે તેથી વધુ સંખ્યામાં મહિલાઓ કાર્યરત છે.

કયા છે આ સાત દેશ ?

રવાંડામાં 64 ટકા

ક્યૂબામાં 57 ટકા

નિકારાગુઆમાં 55 ટકા

બોલીવિયામાં 51 ટકા

અંડોરામાં 50 ટકા

મેક્સિકોમાં 50 ટકા

સંયુક્ત અરબ અમીરાતમાં 50 ટકા

વૈશ્વિક સ્તર પર 21 દેશ છે જ્યાં સંસદના નીચલા ગૃહમાં મહિલાઓની ભાગીદારી 10 ટકાથી પણ ઓછી છે. અહીં એવા ત્રણ નીચલા ગૃહ સામેલ છે જ્યાં કોઇ મહિલા સભ્ય નથી.

ભારતમાં શું છે સ્થિતિ ?

18મી લોકસભામાં કુલ સભ્ય 543 છે. અને રાજ્યસભામાં કુલ 245 સભ્ય છે. તેમાં લોકસભામાં મહિલા સભ્ય 74 અને રાજ્યસભામાં 42 છે. આંકડાઓ પર નજર કરીએ તો, લોકસભામાં 13.63 ટકા અને રાજ્યસભામાં 17.14 ટકા મહિલાઓની ભાગીદારી જોવા મળે છે.

વિશ્વની સ્થાનિક સરકારમાં મહિલાઓની સ્થિતિ

યુએનના આંકડાઓ મુજબ, વિશ્વના 147 દેશના આંકડાઓ જણાવે છે કે, સ્થાનિક સ્તરે કામ કરનાર મહિલાઓની સંસ્થાઓમાં 3 મિલિયન મહિલાઓ છે. 147 દેશોના યુએન ડેટા અનુસાર, સ્થાનિક સ્તરના સંગઠનોમાં 30 લાખ મહિલાઓ છે, જે 36 ટકા મહિલા ભાગીદારીનું પ્રતિનિધિત્વ કરે છે. ફક્ત બે દેશો જ અડધા વસ્તીને કાર્યબળમાં 50 ટકા હિસ્સો આપે છે.

ક્વોટા ધરાવતા દેશોમાં મહિલાઓની સ્થિતિ શું?

મહિલા ઉમેદવારો માટે ક્વોટા કાયદા ધરાવતા દેશોમાં, સંસદ અને સ્થાનિક સરકારોમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ થોડું સારું છે. આવા કાયદા વિનાના દેશોની તુલનામાં, આ 5થી7 ટકાનો વધારો છે. એવા મજબૂત પુરાવા છે કે આવા પગલાંથી મહિલા નેતૃત્વ દ્વારા રાજકીય નિર્ણય લેવાની પ્રક્રિયાઓમાં સુધારો થયો છે. આનું એક મુખ્ય ઉદાહરણ ભારતીય પંચાયતો પર હાથ ધરવામાં આવેલ એક અભ્યાસ છે. મહિલાઓના નેતૃત્વ હેઠળના વિસ્તારોમાં પરિષદો વધુ સારી કામગીરી બજાવે છે.

આ પણ વાંચોઃ Iran કોઈને પણ તેના પરમાણુ સુવિધાઓ સુધી પહોંચવાની મંજૂરી કેમ નથી આપી રહ્યું?