અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોર એક અઠવાડિયાની અંતરિક્ષની યાત્રા પર ગયા હતા.. પરંતુ સ્ટારલાઇનર અંતરિક્ષ યાનમાં તક્નિકી સમસ્યાઓને કારણે હવે તેઓ આગામી વર્ષ 2025 પર પરત આવશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. આ વચ્ચે સુનીતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોરનો જૂનો ઇન્ટરવ્યુ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં તેમણે શાળાના બાળકો સાથે વાતચીત દરમિયાન અંતરિક્ષમાં રહેવાથી શરીર પર કેવી અસરો થાય છે તે વિશે માહિતી આપી હતી.


શરીરમાં જોવા મળે છે આ ફેરફાર

આ ઈન્ટરવ્યુમાં સુનીતા વિલિયમ્સે જણાવ્યું હતું કે નખ અને વાળ ઝડપથી વધવા લાગે છે. આ ઉપરાંત અંતરિક્ષમાં રહેતા વ્યક્તિની ઊંચાઈ પણ વધે છે. અંતરિક્ષમાં ચાલી શકતા નથી એચલે પગ પરના કોલ્સ અદ્રશ્ય થઇ જાય છે. વાળ અને નખ ઝડપથી વધે છે.ગુરુત્વાકર્ષણ બળ ન હોવાને કારણે ચહેરા પર કરચલીઓ ગાયબ થઇ શકે છે. કરોડ રજ્જુ પણ ફેલાય છે જેથી અંતરિક્ષમાં તમારી થોડી હાઇટ વધી જાય છે.

આ ફેરફારો પૃથ્વી પર આવ્યા પછી થાય છે

સુનિતા વિલિયમ્સે કહ્યું હતું કે, જો કે પૃથ્વી પર પાછા આવ્યા બાદ આ ફેરફારો ઉલટા થઈ જાય છે. તમે ગુરુત્વાકર્ષણથી બચી શકતા નથી. ધીરે ધીરે તમે સામાન્ય હાઇટમાં પરત ફરો છો. જો કે આ દરમિયાન પીઠમાં દુઃખાવો અનુભવાય છે.

હાડકાની સમસ્યા ઉદ્ભવે છે

સુનિતા વિલિયમ્સ આ ઇન્ટરવ્યુમાં જણાવે છે કે હાડકાની ઘનતા અને માંસપેશિઓના દ્રવ્યમાન વિશે ચિંતા કરવાની જરૂરત હોય છે. કારણ કે જ્યારે તમે અંતરિક્ષમાં હોવ છો ત્યારે તમારા હાડકા ઓછા થવા લાગે છે. જેથી ઓસ્ટિયોપોરોસિસની સમસ્યા શરૂ થઇ જાય છે. જો કે આ મુશ્કેલી ઓછી કરવા માટે તેમણે કેટલીક ટેક્નોલોજીની પણ વાત કરી છે. જેમાં એક હાર્નેસ સાથે ટ્રેડમિલ પર દોડવાનો સમાવેશ થાય છે જે એકને નીચે રાખે છે. "અમે વજન પણ ઉપાડીએ છીએ જે હિપ એરિયા અને લેગ એરિયાને મદદ કરે છે. અમે હાડકાની ઘનતા પુનઃ જનરેટ કરવા માટે અમારી પીઠ પરના બાર અને ડેડલિફ્ટ્સ સાથે સ્ક્વોટ્સ કરીએ છીએ.


  • Follow us on: