PM મોદીએ શનિવારે 10 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોમાં માલિકીના 65 લાખ પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કર્યું. પીએમ મોદી કાર્યક્રમમાં વર્ચ્યુઅલ રીતે જોડાયા હતા. કાર્યક્રમમાં સંબોધન કરતા પીએમ મોદીએ કહ્યું- આજનો દિવસ ગામડાઓની અર્થવ્યવસ્થા માટે મહત્વપૂર્ણ છે. આ યોજના 5 વર્ષ પહેલા શરૂ કરવામાં આવી હતી, જેથી ગામમાં રહેતા લોકોને તેમના ઘરના કાયદેસરના પુરાવા આપી શકાય.
12 રાજ્યોમાં કરાયું કાર્ડનું વિતરણ 
યોજના હેઠળ ગામના લગભગ 2.25 કરોડ લોકોને તેમના ઘરના કાનૂની દસ્તાવેજો મળ્યા છે. અગાઉ ગામના લોકો પાસે લાખો કરોડની મિલકત હોવા છતાં તેની કિંમત ન હતી. કારણ કે તેમની પાસે કાયદાકીય દસ્તાવેજો નહોતા. હવે 100 લાખ કરોડ રૂપિયાથી વધુની આર્થિક ગતિવિધિઓ માટે માર્ગ ખુલી ગયો છે. જે 12 રાજ્યોમાં આ કાર્ડનું વિતરણ કરવામાં આવ્યા તેમાં 230 જિલ્લાના 50 હજારથી વધુ ગામો સામેલ છે. અત્યાર સુધીમાં 1.53 લાખથી વધુ ગામો માટે લગભગ 2.25 કરોડ પ્રોપર્ટી કાર્ડ તૈયાર કરવામાં આવ્યા છે.
શું છે સ્વામિત્વ યોજના?
આ યોજનાને કારણે મિલકતના વિવાદોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ગામડાઓમાં જ્યાં જમીનનું યોગ્ય વિતરણ નથી, ત્યાં આ યોજના હેઠળ સાચા આંકડાઓ મેળવવામાં આવે છે.આ યોજના કેન્દ્ર સરકારની યોજના છે, ડિજિટલ રુપમાં રેકોર્ડ મળી રહે છે, ડ્રોનથી જમીનોની મેપિંગ કરવામાં આવે છે. આ યોજનાની પૂરી જાણકારી એક જ કાર્ડમાં હશે.
લેટેસ્ટ ડ્રોન ટેક્નોલોજીથી સર્વે કરવામાં આવી રહ્યો છે
સ્વામિત્વ યોજના હેઠળ, અદ્યતન ડ્રોન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ગામડાઓમાં મિલકત માલિકોની જમીન અને મકાનોનો સર્વે કરીને મિલકતના રેકોર્ડ તૈયાર કરવામાં આવી રહ્યા છે.
 પ્રોપર્ટી કાર્ડનો પ્રથમ સેટ 11 ઓક્ટોબર 2020ના રોજ વર્ચ્યુઅલ રીતે વિતરણ કરવામાં આવ્યો હતો.


યોજનાનો મુખ્ય હેતુ?
કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરાયેલી આ યોજનાનો મુખ્ય હેતુ રૂરલ પ્લનિંગ તૈયાર કરવાનો અને જમીનોના સચોટ રેકોર્ડ તૈયાર કરવાનો છે. આ સિવાય મિલકત સંબંધિત વિવાદોમાં ઘટાડો કરવાનો છે. ગ્રામીણ ભારતમાં નાગરિકોને લોન અને અન્ય નાણાકીય લાભો મેળવવા માટે તેમની મિલકતનો નાણાકીય સંપત્તિ તરીકે ઉપયોગ કરવા સક્ષમ બનાવીને નાણાકીય સ્થિરતા લાવવાનો છે. આ યોજનામાંથી મળનાર પ્રોપર્ટી ટેક્સનો લાભ સીધો ગ્રામ પંચાયતોને મળશે. અથવા ટેક્સ રાજ્યની તિજોરીમાં જશે. આનાથી રાજ્યોને પણ આર્થિક ફાયદો થશે. આ યોજના દ્વારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર સર્વે કરવામાં આવશે અને GIS મેપિંગ પણ કરવામાં આવશે. આનો ઉપયોગ વિભાગો દ્વારા કરી શકાય છે. આ યોજનાનો ઉદ્દેશ GIS મેપિંગનો ઉપયોગ કરીને સારી ગુણવત્તાવાળી ગ્રામ પંચાયત વિકાસ યોજના (GPDP) તૈયાર કરવામાં મદદ કરવાનો છે.
સ્વામિત્વ યોજનાના ફાયદા?
સ્વામિત્વ યોજનાના ફાયદા વિશે વાત કરીએ તો, આ યોજના પ્રોપર્ટીનું ડિજિટલ કાર્ડ છે જેમાં જમીનોનો સરળ રેકોર્ડ મળી રહે છે. આ યોજનાથી સંપત્તિ વિવાદમાં ઘટાડો થાય છે, ગ્રામીણ ક્ષેત્રમાં વિકાસ થાય છે, સરળતાથી લોન મળી રહે છે. પ્રોપર્ટી મોનેટાઈજેશનમાં મદદ કરે છે. તેનાથી જમીન સંબંધિત વિવાદો ઉકેલાશે. આ સિવાય ખેડૂતોને લોન પણ સરળતાથી મળી શકે છે. ખેડૂતો તેમની જમીન પર સરળતાથી લોન લઈ શકે છે.
કોને મળશે સ્વામિત્વ યોજનાનો લાભ?
સ્વામિત્વ યોજનાનો લાભ ગ્રામીણ વિસ્તારોમાં રહેતા એવા લોકોને મળશે જેમની પાસે તેમની જમીન કે મકાન સંબંધિત દસ્તાવેજો નથી. તેમણે જમીન પર ઘર બનાવ્યું છે, પરંતુ તેની પાસે કોઈ કાગળો નથી. આવી સ્થિતિમાં સરકાર વિસ્તારનો સર્વે કરીને તેમને એક કાર્ડ આપશે જેને પ્રોપર્ટી કાર્ડ કહેવામાં આવી રહ્યું છે. એકવાર કાર્ડ જારી થઈ ગયા પછી, તે જમીન અને મિલકતને લગતો વિવાદ પણ સમાપ્ત થઈ જશે કારણ કે જમીનના માલિકને સત્તાવાર રીતે માલિકીનો અધિકાર મળશે.
માલિકી યોજના માટે જરૂરી દસ્તાવેજો
જો તમે આ યોજનાનો લાભ લેવા માંગતા હોવ અથવા કોઈપણ જમીન અથવા મિલકત માટે બનાવેલ પ્રોપર્ટી કાર્ડ મેળવવા માંગતા હો, તો તમારે https://svamitva.nic.in/svamitva/ વેબસાઈટ પર જઈને તેના માટે નોંધણી કરાવવાની રહેશે. રજીસ્ટ્રેશન ફોર્મ ભરતી વખતે તમારે નામ, સરનામું, મોબાઈલ, આધાર કાર્ડ, ઈમેલ આઈડી અને જમીન સંબંધિત માહિતી દાખલ કરવાની રહેશે. અરજી ભર્યા પછી, રહેણાંકની જમીનની માપણી ડ્રોન દ્વારા કરવામાં આવશે અને ગામની હદમાં આવતી દરેક મિલકતનો ડિજિટલ નકશો તૈયાર કરવામાં આવશે.
કાર્ડની સોફ્ટ કોપી કેવી રીતે મેળવી શકાય?
જો તમે પહેલાથી જ રજીસ્ટર છો અને તમારું કાર્ડ પણ બની ગયું છે. જો તમે તેને ડાઉનલોડ કરવા માંગો છો, તો તેના માટે તમને તમારા મોબાઇલ પર એક લિંક મળશે જેના દ્વારા તમે કાર્ડની સોફ્ટ કોપી સેવ કરી શકો છો.

  • Follow us on: