- ચોમાસાની ઋતુમાં ભેજને દૂર કરવા માટે ACમાં ડ્રાય મોડ આપવામાં આવે છે
- ડ્રાય મોડ રૂમમાંથી ભેજને ઘટાડી વાતાવરણ ઠંડુ બનાવે છે
- આ મોડ એર કન્ડીશનરના કોમ્પ્રેસરને થોડા સમય માટે ચાલુ અને બંધ
વરસાદની મોસમમાં તાપમાન ઘટે છે પરંતુ ઠંડીનો અહેસાસ થતો નથી. આનું કારણ ખૂબ જ સામાન્ય છે. આવું એટલા માટે થાય છે કારણ કે ચોમાસા દરમિયાન ભેજનું પ્રમાણ નોંધપાત્ર રીતે વધી જાય છે. હવામાનમાં ભેજનું પ્રમાણ વધુ હોવાને કારણે આપણે પંખામાંથી પણ ઠંડી હવા મેળવી શકતા નથી કારણ કે હવામાન ખૂબ જ ભેજવાળું રહે છે. ગરમ હવામાનમાં ACની હવા સારી લાગે છે એટલું જ નહીં, તે વરસાદની મોસમમાં પણ ખૂબ આરામદાયક સાબિત થાય છે.
ચોમાસાની ઋતુ માટે ACમાં ડ્રાય મોડ ઉપલબ્ધ હોય છે
દરેક વ્યક્તિને ACની હવા ગમે છે અને ખાસ કરીને ચોમાસામાં તેનાથી ઘણી રાહત મળે છે. કારણ કે ACની હવા ભેજને શોષી લે છે અને રૂમની હવાને સૂકવી નાખે છે. જ્યારે હવા સૂકી રહે છે ત્યારે રૂમમાં વાતાવરણ ઠડું થઈ જાય છે. પરંતુ ખૂબ જ ઓછા લોકો જાણતા હશે કે ચોમાસાની ઋતુ માટે ACમાં એક ખાસ મોડ આપવામાં આવે છે, જેને ડ્રાય મોડ કહેવામાં આવે છે. ડ્રાય મોડને ડિહ્યુમિડીફિકેશન મોડ પણ કહેવામાં આવે છે.
ડ્રાય મોડ રૂમમાંથી ભેજનું પ્રમાણ ઘટાડે છે
ACમાં ઉપલબ્ધ આ મોડ વધુ ઠંડક આપવા અને રૂમમાં ભેજ ઘટાડવાનું કામ કરે છે. તે ઓટોમેટિક એર કન્ડીશનરના કોમ્પ્રેસરને થોડા સમય માટે ચાલુ અને બંધ કરે છે, જ્યારે પંખો તેની સામાન્ય સ્પીડે ચાલુ રહે છે. પંખાની ધીમી સ્પીડ બાષ્પીભવન કરનાર કોઇલને ઠંડુ કરવાનું કામ કરે છે. આ કારણે હવામાં ભેજ ડ્રેન પાઇપમાં ભેગો થાય છે. ભેજવાળા હવામાનમાં AC એટલા માટે આરામદાયક હોય છે કારણ કે તે રૂમને સૂકો રાખે છે અને ફૂગ લાગવાનું ભય રહેતો નથી. ડ્રાય મોડનું કામ તાપમાન ઘટાડવાને બદલે હવાને સૂકવવાનું છે, જે તેને વધુ આરામદાયક બનાવે છે.
શા માટે મહત્વપૂર્ણ છે ડ્રાય મોડ?
જ્યારે હવામાનમાં ખૂબ ભેજ હોય છે, ત્યારે ચીકાશ અનુભવાય છે. ચીકાશ અને ભેજમાં વધારો થવાને કારણે કેટલીકવાર ગંધ પણ નોંધપાત્ર રીતે વધે છે. આવી સ્થિતિમાં જો સૂકી હવા હોય તો શરીર ખૂબ જ હળવાશ અનુભવે છે અને ઊંઘ પણ સારી આવે છે.