• આધાર કાર્ડમાં બર્થ ડેટ અને નામ બદલવા હાઈસ્કૂલની માર્કશીટ જોઈશે
  • 18 વર્ષથી ઓછી ઉંમરમાં બર્થ સર્ટિફિકેટ કામ લાગશે
  • 18 વર્ષથી વધુ ઉંમરમાં હાઈસ્કૂલની ફોટોવાળી માર્કશીટ જરૂરી રહેશે

દેશમાં સરકારી કામ હોય કે પ્રાઈવેટ તમામ જગ્યાઓએ આધાર કાર્ડ ખાસ માનવામાં આવે છે. યૂઆઈડીએઆઈ અનેક વખત સુરક્ષાના કારણોને ધ્યાનમાં રાખીને નિયમોમાં અપડેટ લાવે છે. જે દરેક વ્યક્તિએ જાણી લેવા જરૂરી છે.જેથી ક્યારેય તમારું કોઈ કામ અટકે નહીં. તો જાણો શું આવ્યો છે નવો નિયમ.

અનેક આધાર કાર્ડમાં હોય છે ખોટી જાણકારી

અનેક લોકો એવા છે જેમના આધાર કાર્ડમાં ખોટી જાણકારી હોય છે. જો તમે તમારી આ ભૂલને સુધારવા ઈચ્છો છો તો તમે હવે એક ખાસ ડોક્યુમેન્ટ રાખો તે જરૂરી છે. તેના વિના તમે આધાર કાર્ડમાં બર્થ ડેટ કે નામમાં ફેરફાર કરાવી શકશો નહીં.

હાઈસ્કૂલની માર્કશીટ અનિવાર્ય

લોકોને માટે આધાર કાર્ડમાં બર્થ ડેટ અને નામ બદલવાનું સરળ રહ્યું નથી. તેનું કારણ છે કે યૂઆઈડીએઆઈએ અનેક નિયમોમાં ફેરફાર કર્યા છે. મળી રહેલી જાણકારી અનુસાર જન્મતિથિમાં ફેરફાર માટે તમારે હાઈસ્કૂલની માર્કશીટ આપવાની રહેશે. ઉલ્લેખનીય છે કે નામ બદલવાની પ્રક્રિયાને પણ ખાસ ફેરફાર કરાયા છે જે મુશ્કેલી લાવી રહ્યું છે.

જાણો કેટલી વાર બદલાવી શકાય છે બર્થ ડેટ અને નામ

જાણકારી માટે કહેવાય છે કે જન્મતિથિમાં કે નામમાં ફેરફારને માટે 2 ચાન્સ મળે છે. તેનાથી લોકોની મુશ્કેલીઓ વધે છે. ડેટા ફિલિંગમાં થતી ભૂલ પણ કારણ બની શકે છે. નાની ભૂલોના કારણે અનેક લોકો સ્પેલિંગ મિસ્ટેક, સરનામું, બર્થ ડેટમાં ફેરફાર કરવા માટે લાઈનોમાં લાગેલા જોવા મળે છે. જો તમે 18 વર્ષની ઉંમરથી ઓછી ઉંમર ધરાવો છો તો તમારા બર્થ સર્ટિફિકેટની મદદથી તમે તેને અપડેટ કરી શકો છો. જો તમારી ઉંમર 18 વર્ષથી ઉપરની છે તો તમારી હાઈસ્કૂલની ફોટોવાળી માર્કશીટ જરૂરી રહેશે.  

  • Follow us on: