• વાદળ ફાટવાની ઘટના કેટલી ગંભીર હોય છે
  • થોડા જ સમયમાં પૂર જેવી સ્થિતિ સર્જાય છે
  • ક્યારેક કરા અને વાવાઝોડું પણ આવે છે

વાદળનું ફાટવું એક ગંભીર સમસ્યા છે. સામાન્ય લોકોની ભાષામાં સમજીએ તો વધુ વરસાદ પડવું એ વાદળ ફાટવા સમાન છે. થોડા જ સમયમાં વધારે વરસાદ પડી જાય છે. અને ઘણીવાર પૂર જેવી સ્થિતિનું નિર્માણ થઈ જાય છે.

બુધવારે જમ્મુ-કાશ્મીર (Jammu Kashmir)ના કિશ્તવાડમાં સૌથી મોટી કુદરતી આફતનું નિર્માણ થયું છે. અહીં આવેલ ગુલબાગઢ વિસ્તારમાં વાદળ ફાટવાના કારણે 7 લોકોના મોત થયા હતા અને અનેક લોગો ગુમ થયાના અહેવાલ છે. તેમજ અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. અધિકારીઓના જણાવ્યા મુજબ 19 જેટલા લોકો ગુમ થયા છે અને પાંચ જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઘટના દરમિયાન નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)ને તાત્કાલિક ઘટના સ્થળે મોકલી આપવામાં આવી હતી. વાદળ ફાટવું, જેને અંગ્રેજીમાં cloudbursts કહેવામાં આવે છે, તેને મોટી કુદરતી આપત્તિ તરીકે જોવામાં આવે છે, આ ઘટનાથી સર્જાતિ ભયાનક પરિસ્થિતિથી અનેક લોકો મૃત્યુ પામવાના બનાવ બનતા હોય છે. શું તમે ક્યારેય જાણકારી પ્રાપ્ત કરી છે કે વાદળો કેમ ફાટતા હોય છે? તો ચાલો તમને જણાવીએ વાદળો ફાટવા પાછળનું રહસ્ય.

[[$googlead]]

થોડા જ કલાકોમાં ભારે વરસાદ પડે છે

[[$alsoread]]

વાદળ ફાટવાથી થોડા જ સમયમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થઈ જાય છે. જે દરમિયાન ક્યારેક કરા પણ પડતા હોય છે અને વાવાઝોડું પણ આવે છે. સામાન્ય રીતે વાદળ ફાટવાને કારણે થોડીવારમાં એટલો વરસાદ પડી જાય છે કે કેટલાક કિલોમીટરના વિસ્તારમાં થોડીવારમાં જ પૂરની સ્થિતિનું નિર્માણ થઈ જાય છે. એવું માનવામાં આવે છે કે, વાદળ ફાટવાની ઘટના સામાન્ય રીતે પૃથ્વીની સપાટીથી 15 કિમીની ઉંચાઈએ થતી હોય છે. જો વરસાદ લગભગ 100 મીમી પ્રતિ કલાકની ઝડપે પડે તો તે સ્થિતિને વાદળ ફાટવું કહેવામાં છે.

વાદળ ફાટવાની ઘટનાને વૈજ્ઞાનિકો સ્વીકારતા નથી

2 સેમીથી વધુ વરસાદ માત્ર થોડીવારમાં જ પડી જતો હોય છે. જેના કારણે અસરગ્રસ્ત વિસ્તારમાં ભારે વિનાશ જોવા મળે છે. જો કે, વૈજ્ઞાનિકો વાદળ ફાટવા જેવી ઘટનાને ધ્યાનમાં લેતા નથી. તેઓ માનતા નથી કે વાદળ ક્યારેય ફુગ્ગાની જેમ ફૂટી શકે છે, આવું કંઈ જ થતું નથી. વૈજ્ઞાનિકો માને છે કે, થોડા જ કલાકોમાં ભારે વરસાદ પડવાની પરિસ્થિતીને લોકો વાદળ ફાટવાની ઘટના સમજે છે. હવામાન વિભાગ મુજબ જ્યારે વાદળોમાં ઘણું ભેજ હોય છે ત્યારે તેમની સ્થિતિમાં અવરોધ આવે છે, ત્યારે ઘનીકરણની પ્રક્રીયા(condensation) ખૂબ ઝડપી બનતી હોય છે. આ પરિસ્થિતિમાં અસરગ્રસ્ત અને અમુક વિસ્તારમાં એક સાથે અનેક લાખ લિટર પાણી ધરતી પર વરસે છે. તેના કારણે તે વિસ્તારમાં ભયંકર પૂર જેવી પરિસ્થિતિ સર્જાતી હોય છે.

જ્યારે વાદળ ફાટે છે ત્યારે શું થાય, તે વીડિયોમાં જુઓ…

કેદારનાથમાં પણ વાદળ ફાટ્યું હતું

દેશના ભુગોળને ધ્યાને લઈએ તો ચોમાસાની ઋતુમાં ભેજથી ભરેલા વાદળો ઉત્તર તરફ આગળ વધતા હોય છે, ત્યારે હિમાલયના પર્વતો તેમના માર્ગમાં એક મોટા અવરોધ તરીકે વચ્ચે આવતા હોય છે. જ્યારે હવાના ગરમ ભેજથી ભરેલા વાદળો આ પર્વત સાથે ટકરાય છે. આવી સ્થિતીમાં વાદળ ફાટવાની પરિસ્થિતી સર્જાતી હોય છે. વર્ષ 2005માં મુંબઈમાં ભારે વરસાદ, 18 જુલાઈ 2009ના રોજ કરાંચી, પાકિસ્તાનમાં વાદળ ફાટવાથી ભારે વિનાશ થયો હતો. તે સમયે માત્ર બે કલાકમાં 250 મીમી વરસાદ નોંધાયો હતો. 6 ઓગસ્ટ 2010ના રોજ લેહમાં એક પછી એક અનેક વાદળો ફાટવાના બનાવ બન્યા હતા, જેના કારણે લગભગ આખું એક શહેર નાશ પામ્યું હતું. આ ઘટનામાં 115 લોકોના મોત થયા હતા, જ્યારે 300થી વધુ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ પ્રાપ્ત થયો છે. આ પછી વર્ષ 2013માં 16 અને 17 જૂને કેદારનાથમાં વાદળ ફાટ્યું હતું, જેમાં હજારો લોકોના મોત થયા હતા.

  • Follow us on: