વિશ્વભરમાં 3.5 અબજથી વધુ લોકો WhatsAppનો ઉપયોગ કરે છે. તે સૌથી મોટી મેસેજિંગ એપ્લિકેશન છે. તેની સરળ ડિઝાઇન અને ચેટ, વોઇસ કોલ અને વિડીયો કોલ જેવી સુવિધાઓ તેને લોકોની પહેલી પસંદગી બનાવે છે. ત્યારે WhatsApp તેના વપરાશકર્તાઓના અનુભવને સુધારવા માટે સતત નવી સુવિધાઓ રજૂ કરે છે. WhatsApp એ બે નવી ઉત્તેજક સુવિધાઓ લોન્ચ કરી છે.

વોટ્સએપમાં બનાવો સેલ્ફી સ્ટિકર 
જો તમને સેલ્ફી લેવાનો શોખ હોય તો આ સુવિધા તમારા માટે છે. હવે WhatsApp યુઝર્સ તેમના સેલ્ફીને સીધા સ્ટીકર્સમાં કન્વર્ટ કરી શકે છે. આનો અર્થ એ છે કે તમે તમારા ફોટા મિત્રોને રોમાંચક સ્ટીકર તરીકે મોકલી શકો છો.

આ ફીચરનો ઉપયોગ કરવા માટે તમારે સ્ટીકર વિકલ્પ પર જવું પડશે. ક્રિએટ પર ક્લિક કરવું પડશે, અને પછી કેમેરાથી એક ફોટો લો અને તેને સ્ટીકરમાં રૂપાંતરિત કરો. હવે સંદેશાઓ પર પ્રતિક્રિયા આપવી પહેલા કરતાં વધુ સરળ બની ગઈ છે. પહેલાં તમારે મેસેજ પર લાંબો સમય દબાવીને પ્રતિક્રિયા આપવી પડતી હતી, હવે તમે ફક્ત બે વાર ટેપ કરીને પ્રતિક્રિયા આપી શકો છો. બે વાર ટેપ કરવાથી ઇમોજીની યાદી સામે આવશે, જેથી તમે તમારી મનપસંદ રિપ્લાય ઝડપથી પસંદ કરી શકો.

આ ફીચર ઇન્સ્ટાગ્રામ જેવું છે, જે મેસેજિંગ અનુભવને વધુ મનોરંજક બનાવશે. આ બંને નવી સુવિધાઓ એન્ડ્રોઇડ અને iOS બંને વપરાશકર્તાઓ માટે ઉપલબ્ધ છે. ચેટિંગને વધુ મનોરંજક અને સુવિધાજનક બનાવવા માટે WhatsApp તેની સુવિધાઓમાં સતત સુધારો કરી રહ્યું છે.

  • Follow us on: