Kohli shuts down journalist question Rohit Sharma with Ishan Kishan
  • Home
  • Sports
  • Cricket
  • Video: પાકિસ્તાનના પત્રકાર પર કોહલી લાલઘૂમ, ગુસ્સાથી કેમ ચહેરો ઢાંકી દીધો?

Video: પાકિસ્તાનના પત્રકાર પર કોહલી લાલઘૂમ, ગુસ્સાથી કેમ ચહેરો ઢાંકી દીધો?

 | 9:00 am IST
  • Share

  • વિરાટ કોહલીની પ્રેસ કોન્ફરન્સમાં કદાચ જ આવી પરિસ્થિતિ સર્જાઇ હશે

  • કોહલી પત્રકારના પ્રશ્ન પર સ્તબ્ધ અને તેણે પોતાના ચહેરાને ઢાંકી લીધો

  • પત્રકારે ભારતીય પ્લેઇંગ ઇલેવનમાં રોહિત શર્માની જગ્યાને લઇ પ્રશ્ન પૂછયો હતો

     

વિરાટ કોહલીની પ્રેસ કોન્ફરન્સમાં કદાચ જ આવી પરિસ્થિતિ સર્જાઇ હશે. કોહલી રવિવારના રોજ એક પત્રકારના પ્રશ્ન પર સ્તબ્ધ થઇ ગયા અને તેણે પોતાના ચહેરાને ઢાંકી લીધો. વાત એમ છે કે પત્રકારે ભારતીય પ્લેઇંગ ઇલેવનમાં રોહિત શર્માની જગ્યાને લઇ પ્રશ્ન પૂછયો હતો.

પાકિસ્તાને રવિવારના રોજ રમાયેલી મેચમાં ભારતીય ટીમને 10 વિકેટથી હરાવી દીધું. વર્લ્ડ કપ મેચમાં આ પાકિસ્તાનની ભારત પર પહેલી જીત હતી. મેચ બાદ પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન એક પાકિસ્તાની પત્રકારે વિરાટ કોહલની પ્રશ્ન પૂછયો કે શું તેમણે રોહિત શર્માને ટીમમાંથી બહાર કરી ઇશાન શર્માને જગ્યા આપવા અંગે વિચાર કર્યો. પત્રકારનું કહેવું હતું કે કારણ કે ઇશાને વૉર્મઅપ મેચમાં સારું પ્રદર્શન કર્યું આથી શું તેમણે પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવા જોઇતા નહોતા.

આ પ્રશ્ન બાદ કોહલી સ્તબ્ધ થઇ ગયો. તેમણે કહ્યું કે આ ખૂબ જ બહાદુરીભર્યો પ્રશ્ન છે. ત્યારબાદ વિરાટે રિપોર્ટરને જ ટીમ સિલેકશન પર તેમનું મંતવ્ય પૂછયું. કોહલીએ એટલે સુધી કહ્યું કે જો તમારે વિવાદ ઉભો કરવો હોય તો પહેલાં કહી દો જેથી કરીને હું એ પ્રમાણે તમને જવાબ આપું.

વિરાટે કહ્યું આ ખૂબ જ બહાદુરી ભર્યો પ્રશ્ન છે. તમે શું વિચારો છો સર? તમારા મતે ટીમ કેવી હોવી જોઇતી હતી? હું એ ટીમ સાથે ઉતર્યો જે મારી દ્રષ્ટિએ બેસ્ટ હતી. તમારું શું મંતવ્ય છે? શું તમે રોહિત શર્માને ટી20 ઇન્ટરનેશનલ મેચથી ડ્રોપ કરત? શું તમે રોહિતને ડ્રોપ કરત? જે તેમણે પાછલી મેચમાં પ્રદર્શન કર્યું ત્યારબાદ? કહો? (વિરાટ હસવા લાગે છે) અવિશ્વસનીય. જો તમે વિવાદ ઇચ્છો છો તો મને પહેલાં કહી દો જેથી કરી હું એ પ્રમાણે તૈયારી કરી શકું.

રોહિત પાકિસ્તાનની સામે પહેલાં જ બોલ પર આઉટ થઇ ગયા હતા. શાહીન શાહ આફ્રિદીના બોલ પર LBW થયા. ભારતીય ઓપનર આફ્રિદીના યોર્કરને રમી શકયા નહીં.

જો કે રોહિત સારા ફોર્મમાં નહોતા. પરંતુ ઑસ્ટ્રેલિયાની સામે વૉર્મ-અપ મેચમાં તેણે 41 બોલમાં 60 રન બનાવ્યા હતા. કિશન પણ જો કે સારા ફોર્મમાં છે પરંતુ શું તે રોહિતની જગ્યા લઇ શકે એ ખૂબ મોટો પ્રશ્ન છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો