lakhimpur kheri ashish mishra sit questioning uttar-pradesh
  • Home
  • Featured
  • લખીમપુર ખીરી કેસ SITના આ સવાલોના જવાબ ન આપી શક્યો આશિષ મિશ્રા

લખીમપુર ખીરી કેસ SITના આ સવાલોના જવાબ ન આપી શક્યો આશિષ મિશ્રા

 | 11:00 am IST
  • Share

  • યુપીના લખીમપુર ખીરીમાં થયેલી હિંસામાં આશિષ મિશ્રાની ધરપકડ

  • આશિષ મિશ્રા કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાનો પુત્ર

  • આશિષ મિશ્રાની 12 કલાક સુધી SITએ પુછપરછ કરી

યુપીના લખીમપુર ખીરીમાં (Lakhimpur Kheri case) થયેલી હિંસાના એક અઠવાડિયા પછી આશિષ મિશ્રાની ધરપકડ કરવામાં આવી હતી. આશિષ મિશ્રા (Ashish Mishra) કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાનો પુત્ર છે. SIT દ્વારા શનિવારે આશિષ મિશ્રાને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હત. આશિષ મિશ્રાની 12 કલાક સુધી SITએ પુછપરછ કરી હતી કેટલાક પ્રશ્નોના જવાબ આપ્યા, પરંતુ ઘણા સવાલોના જવાબો આપ્યા નહીં.

ડીઆઈજી ઉપેન્દ્ર અગ્રવાલે કહ્યું કે આશિષ મિશ્રાએ ઘણા સવાલોના જવાબ આપ્યા ન હતા, જેના કારણે તેમની ધરપકડ કરવામાં આવી હતી. છેલ્લા 12 કલાક SIT દ્વારા આશિષ મિશ્રાને કયા પ્રશ્નો પૂછવામાં આવ્યા જેનો જવાબ આપતા આશિષ મિશ્રાનો પરસેવો છુટી ગયો હતો.

SITનો સવાલ કાર્યક્રમમાં અચાનક જ VVIP નો રૂટ બદલાઈ ગયો શું તમને જાણ હતી?
VVIP નો રૂટ બદલાઈ ગયો તેની મને કોઇ જાણ ન હતી.

જ્યારે આ ઘટના થઇ તમે ક્યા હતા?
આ ઘટના બની ત્યારે હું કાર્યક્રમમા જ હાજર હતો. VVIPના આવવાની તૈયારીઓ ચાલતી હતી.

બપોરે 2:36થી 3:30 સુધી ક્યા હતા?
તે સમયે હું પણ સ્થળ પર હાજર હતો. ક્યાંય ગયો ન હતો.

હિંસામાં બળી ગયેલી થાર જીપને કોણ ચલાવી રહ્યું હતું? તેમાં કોણ બેઠું હતું અને પાછળ ફોર્ચ્યુનર સ્કોર્પિયોમાં કોણ હતું?

થાર જીપ મારી છે. અમારા ડ્રાઇવર હરિઓમ મિશ્રા ડ્રાઇવ કરી રહ્યા હતા. ફોર્ચ્યુનર અમારા મિત્ર અને ભાજપના કાર્યકર અંકિત દાસની છે. તે મુખ્ય મહેમાનને સ્થળ પર લાવવા બહાર ગયા. પણ મને ખબર નથી કે તે ક્યાં ગયા. ઘટના બાદથી તે મારા સંપર્કમાં નથી.

તમે ત્રણમાંથી કયા વાહનમાં હતા?

આશિષ મિશ્રા: મેં પહેલેથી જ કહ્યું છે કે હું સ્થળ પર હતો. હું કાર્યક્રમ છોડીને ક્યાંય ગયો ન હતો.

જો તમે ઘટના સ્થળ પર ન હતા તો FIR નોંધાયા બાદ તમે કેમ ગાયબ થયા? તમે છેલ્લા 48 કલાકમાં ક્યાં હતા?

હું ગાયબ થયો ન હતો . હું જિલ્લામાં હતો. હું મારા ગામ બલબીરપુરમાં જ હતો. હું બીમાર પડી ગયો છું તેથી હું આરામ કરતો હતો.

કારની અંદરથી બે કારતુસ મળી આવ્યા છે. આ કોના છે? હથિયાર કોના છે?

જ્યારે હું કારમાં રહું છું, ત્યારે હું મારા હથિયારો લઈ જાઉં છું. પરંતુ જ્યારે હું ત્યાં ન હોઉં ત્યારે કારમાં કોઈ હથિયાર નથી હોતા.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો