Lakhimpur Kheri Updates, Jail or police remand for Ashish Mishra
  • Home
  • Featured
  • લખીમપુર ખીરી હિંસા મામલે આશિષ મિશ્રાના રિમાન્ડ મંજૂર

લખીમપુર ખીરી હિંસા મામલે આશિષ મિશ્રાના રિમાન્ડ મંજૂર

 | 4:08 pm IST
  • Share

  • આશિષ મિશ્રાને કસ્ટડીમાં લઈને SIT પૂછપરછ કરશે
  • પ્રિયંકા ગાંધી મૌન વ્રત પર બેઠા

 

લખીમપુર ખીરી કેસમાં મુખ્ય આરોપી આશીષ મિશ્રાને 3 દિવસ પોલીસ રિમાન્ડમાં રાખવાનો કોર્ટે આદેશ આપ્યો છે. મળતી માહિતી પ્રમાણે આશિષ મિશ્રાને કસ્ટડીમાં લઈને SIT પૂછપરછ કરશે. લખી બીજી તરફ પ્રિયંકા ગાંધી લખનઉ ખાતે મૌન વ્રતમાં બેઠા છે. કોંગ્રેસ પાર્ટી કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રા ટેનીને બરતરફ કરવાની માગ કરી રહી છે.

લખીમપુર ખીરીમાં ગયા સપ્તાહે થયેલી હિંસાના મુખ્ય આરોપી અને કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાના દીકરા આશીષ મિશ્રા ઉર્ફે મોનૂને સીજેએમ કોર્ટે મોટો ઝાટકો આપ્યો છે. કોર્ટે તેને 3 દિવસની પોલીસ રિમાન્ડમાં મોકલી આપ્યો છે. હવે SIT આશિષને આગામી 3 દિવસ વધુ સવાલ જવાબ કરી શકશે.

તો બીજી તરફ પોલીસ કહ્યું કે, આશિષ મિશ્રાની 12 કલાક પૂછપરછ કરવામાં આવી હતી, જેમા તેમણે ઘણા સવાલોના જવાબ આપ્યા નથી. તેથી તેમને 14 દિવસની પોલીસ કસ્ટડી જોઈએ. તો બીજી તરફ આશિષના વકીલે કહ્યું, પોલીસ પાસે આશિષને પૂછવા માટે 40 પ્રશ્નો હતા, દે પૂછી લેવામાં આવ્યા છે. આશિષના વકીલે કહ્યું કે, 12 કલાકની પૂછપરછમાં માત્ર એકવાર પાણી આપવામાં આવ્યું હતું. બ્રેક વગર સવાલો પૂછવામાં આવ્યા જેના જવાબો તેમણે આપ્યા.

રાજસ્થાન કોંગ્રેસનું પણ મૌન વ્રત

લખીમપુર ખીરી હિંસાના વિરોધમાં રાજસ્થાનમાં પણ કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું. તેમા પ્રદેશાધ્યક્ષ ગોવિંદ સિંહ ડોટાસરા પણ સામેલ છે. કહેવામાં આવી રહ્યું છે કે, ગાંધીવાદી નીતિઓનું અનુસરણ કરીને વિરોધ કરવામાં આવી રહ્યો છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો