Lakshadweep Filmmaker Faces Sedition FIR For 'Bio-Weapon' Remark
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • દેશમાં ‘જૈવિક હથિયાર’ પર ટિપ્પણી કરતા ફિલ્મમેકર બરાબરના ભરાયા, રાજદ્રોહનો કેસ દાખલ

દેશમાં ‘જૈવિક હથિયાર’ પર ટિપ્પણી કરતા ફિલ્મમેકર બરાબરના ભરાયા, રાજદ્રોહનો કેસ દાખલ

 | 2:15 pm IST
  • Share

લક્ષદ્વીપ પોલીસે ગુરૂવારના રોજ ફિલ્મ નિર્માતા આયશા સુલ્તાના પર એક ટીવી ડિબેટ દરમ્યાન તેમની ‘જૈવિક હથિયાર’ ટિપ્પણીને લઇ દેશદ્રોહના આરોપમાં કેસ નોંધાયો છે. ભાજપના લક્ષદ્વીપ એકમના અધ્યક્ષ અબ્દુલ ખાદર દ્વારા કવરત્તી પોલીસમાં ફરિયાદ નોંધાવ્યા બાદ તેમની વિરૂદ્ધ કેસ નોંધાવ્યો. ફરિયાદમાં દાવો કરાયો કે એક મલાયલમ ચેનલમાં એક ટીવી ચર્ચા દરમ્યાન ‘સુલ્તાના કેન્દ્ર શાસિત પ્રદેશમાં કોરોનાના પ્રસાર અંગે જુઠ્ઠા સમાચાર પ્રસારિત કરી રહ્યા છે.’

ખાદરની ફરિયાદમાં લક્ષદ્વીપમાં ચાલી રહેલ વિવાદાસ્પદ સુધારા પર મલાયલમ ચેનલ ‘મીડિયા વન ટીવી’ પર તાજેતરમાં ચર્ચાનો હવાલો આપ્યો હતો જેમાં આયશાએ કથિત રીતે કહ્યું હતું કે કેન્દ્ર દ્વીપો પર ‘જૈવ હથિયાર’નો ઉપયોગ કરી રહ્યું છે.

Aisha Sulthana એ શું કહ્યું?

સુલ્તાનાએ આરોપ મૂકયો હતો કે કેન્દ્ર સરકારે લક્ષદ્વીપમાં કોવિડ ફેલાવા માટે ‘જૈવિક હથિયારો’નો ઉપયોગ કર્યો. ભાજપા નેતાએ કહ્યું કે કેન્દ્ર દ્વીપવાસીઓની દેખભાળ કરવાની કોશિશ કરી રહ્યું છે. શું આ દેખભાળના પરિણામસ્વરૂપ એકાએક કોવિડ દર્દીઓની સંખ્યા વધી જાય છે. જ્યાં શૂન્ય કેસ હતા. થોડાંક દિવસ બાદ દરરોજ સેંકડો કેસ સામે આવી રહ્યા હતા. તેમણે જૈવિક હથિયારનો ઉપયોગ કર્યો છે. હું એક વાત ખૂબ જ સ્પષ્ટ કહી શકું છું કે આ જગ્યા પર જૈવ હથિયારનો ઉપયોગ કર્યો છે, જ્યાં શૂન્ય કેસ હતા.

ડિબેટ દરમ્યાન જ ભાજપ નેતા બીજી વિષ્ણુએ સુલ્તાનાને કહ્યું કે તેઓ પોતાના પાયાવિહોણા નિવેદનને પાછા લે. જ્યારે ટીવી એન્કરે આ નિવેદન પર સ્પષ્ટીકરણ માંગ્યું તો સુલતાનાએ દ્વીપ સ્થિતિની તુલના દુનિયાની વિરૂદ્ધ ઉપયોગ થતા ચીની વાયરસના સમાચારો સાથે કરી.

સુલ્તાનાએ ફરી કહ્યું કે તેણે કહ્યું કે તે ટિપ્પણીની જવાબદારી લેવા માટે તૈયાર છે અને એ નિવેદન ફરી આપ્યું કે પ્રશાસકે દ્વીપમાં જૈવ હથિયારનો ઉપયોગ કર્યો. જો કે એન્કરે તેને ‘ગંભીર મામલો’ ગણાવ્યો અને કહ્યું કે આ સુલ્તાનાના ખાનગી વિચાર છે. એક કલાકની ટીવી ડિબેટમાં લક્ષદ્વીપના સાંસદ મોહમ્મદ ફૈઝલ અને સીપીએમના કોમલમ કોયાએ પણ ભાગ લીધો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન