Larsen ready to enter the green hydrogen field in partnership with Renew Power
  • Home
  • Business
  • રિન્યૂ પાવર સાથે ભાગીદારીમાં ગ્રીન હાઇડ્રોજન ક્ષેત્રે પ્રવેશવા લાર્સન તૈયાર

રિન્યૂ પાવર સાથે ભાગીદારીમાં ગ્રીન હાઇડ્રોજન ક્ષેત્રે પ્રવેશવા લાર્સન તૈયાર

 | 1:03 am IST
  • Share

  • ભારતમાં 2030 સુધીમાં ગ્રીન હાઇડ્રોજનની માગ વધીને વાર્ષિક 20 લાખ  ટન થશે 

  • ભારતમાં ગ્રીન હાઈડ્રોજનની માગમાં આગામી દાયકામાં તીવ્ર વૃદ્ધિ જોવા મળશે

દેશમાં અગ્રણી કોન્ગ્લોમેરટ લાર્સન એન્ડ ટુબ્રો પણ ઊભરતાં ગ્રીન હાઈડ્રોજન બિઝનેસ ક્ષેત્રે પ્રવેશવા જઈ રહ્યું છે. આ માટે તેણે રિન્યૂ પાવર કંપની સાથે ભાગીદારી કરી છે. બંને કંપનીઓએ ગુરુવારે એક કરાર સાઈન કર્યો હતો. જે હેઠળ તેઓ દેશમાં ગ્રીન હાઈડ્રોજન પ્રોજેક્ટ્સને ડેવલપ કરવા સાથે તેની માલિકી ધરાવતાં હશે અને ઓપરેટ પણ કરશે.  

લાર્સન એન્ડ ટુબ્રોના ચીફ્ એક્ઝિક્યૂટિવ ઓફ્સિર અને મેનેજિંગ ડિરેક્ટર એસ એન સુબ્રમણ્યમે જણાવ્યું હતું કે એલએન્ડટી માટે ગ્રીન એનર્જી પોર્ટફેલિયો બનાવવાની દિશામાં રિન્યૂ પાવર સાથેની ભાગીદારી મહત્ત્વનું સીમાચિન્હ છે. તે એક પ્રકારની સિનર્જી ઊભી કરશે અને ઈપીસી પ્રોજેક્ટ્સના ડિઝાઈનિંગ, એક્ઝિક્યૂટિંગ અને ડિલિવરીમાં લાર્સનની કુનેહ જ્યારે રિન્યૂ પાવરની રિન્યૂએબલ એનર્જી પ્રોજેક્ટ્સ વિકસાવવામાં નિપુણતાને જોડશે.

એક અંદાજ મુજબ ભારતમાં ગ્રીન હાઈડ્રોજનની માગમાં આગામી દાયકામાં તીવ્ર વૃદ્ધિ જોવા મળશે. 2030 સુધીમાં દેશમાં તેની માગ 20 લાખ ટન પ્રતિ વર્ષ પર પહોંચે તેવી અપેક્ષા છે. જે માટે 60 અબજ ડોલરના રોકાણની જરૂરિયાત રહેશે. ગ્રીન હાઈડ્રોજનનો ઉપયોગ રિફઈનરીઝ, ફર્ટિલાઇઝર અને સિટિ ગેસ ગ્રીડ્સમાં જોવા મળશે.  

ગ્રીન હાઈડ્રોજન એ શુદ્ધ એનર્જીના સ્રોત માટે તબદીલીનું એક મહત્ત્વનું ચાલકબળ બની રહેશે. આ ભાગીદારી ભારતીય રિન્યૂએબલ એનર્જી ક્ષેત્રે નવા બેન્ચમાર્ક્સ સ્થાપશે એમ રિન્યૂના ચેરમેન અને સીઈઓ સુમંત સિંહાએ જણાવ્યું હતું. જોકે આ નવી પાર્ટનરશિપમાં કોનો કેટલો હિસ્સો હશે તે અંગે રેશિયો આપવામાંથી બંને દૂર રહ્યાં હતાં.

રિન્યૂ એનર્જી ગ્લોબલ પીએલસીની પેટાકંપની રિન્યૂ પાવર હાલમાં ભારતમાં 5 ગીગાવોટથી વધુ સક્રિય ક્ષમતા ધરાવતાં એક માત્ર વિન્ડ એનર્જી કંપની છે. ઓગસ્ટ મહિનામાં તેણે એલએન્ડટીના 99 મેગાવોટના હાઈડ્રો પાવર પ્રોજેક્ટની ખરીદી કરી હાઈડ્રો એનર્જી સેગમેન્ટમાં પ્રવેશ કર્યો હતો. અગાઉ દેશમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ જામનગર ખાતે રૂ. 60 હજાર કરોડના ખર્ચે ગીગા કોમ્પ્લેક્સ સ્થાપવાની જાહેરાત કરી ચૂક્યા છે.  

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો