Late Major Dhoundiyal accorded Shaurya Chakra; Wife Receive Award
  • Home
  • India
  • I LOVE YOU વિભૂ…કહી વિદાય આપી હતી, આજે પતિનું શૌર્ય ચક્ર લીધું

I LOVE YOU વિભૂ…કહી વિદાય આપી હતી, આજે પતિનું શૌર્ય ચક્ર લીધું

 | 3:14 pm IST
  • Share

  • આજે શહીદ મેજર વિભૂતિને મરણોપરાંત શૌર્ય ચક્રથી સમ્માનિત કરાયા

  • મેજર વિભૂતિને બે વર્ષ થઇ ચૂકયા છે અને આજે નિકિતા કૌલ ભારતીય સેનામાં લેફ્ટિનેંટ

  •  પુલવામામાં આતંકીઓ સામે લડતા મેજર વિભૂતિ થયા હતા શહીદ

     

પુલવામામાં આતંકીઓ સામે છેલ્લાં શ્વાસ સુધી લડી મેજર વિભૂતિ શંકર ઢોંડિયાલ શહીદ થયા હતા. ત્યારે તેમના પત્ની નિકિતા કૌલની સાથે તેમની છેલ્લી મુલાકાતથી બધાની આંખનો ખૂણો ભીનો થઇ ગયો હતો. આજે શહીદ મેજર વિભૂતિને મરણોપરાંત શૌર્ય ચક્રથી સમ્માનિત કરાયા.

લગ્નની પહેલી એનિવર્સિરીના બસ બે મહિના જ બાકી હતા જ્યારે મેજર વિભૂતિ શંકર ઢૌંઢિયાલે દેશ માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરી દીધા હતા. તેઓ પુલવામા હુમલાને અંજામ આપનાર આતંકીઓનો પીછો કરતાં 20 કલાક લાંબા ચાલેલા ઓપરેશનમાં વીરગતિ પામ્યા હતા. સમાચાર સાંભળ્યા તો તેમના પત્ની નિકિતા કૌલ તૂટી ચૂકયા હતા. ત્યારપછીના છ મહિના તેમને પોતાને સંભાળતા થયા. તેઓએ નક્કી કર્યું કે હવે તેઓ મેજર વિભૂતિના વારસાને આગળ વધારશે. ભારતીય સેનામાં સામેલ થશે. મેજર વિભૂતિને બે વર્ષ થઇ ચૂકયા છે અને હવે નિકિતા કૌલ ભારતીય સેનામાં લેફ્ટિનેંટ છે.

18 ફેબ્રુઆરી 2019ના રોજ થયા હતા શહીદ

14 ફેબ્રુઆરી 2019ના રોજ પુલવામા હુમલા બાદ સેનાએ જૈશ-એ-મોહમ્મદની સામે ઓપરેશન ચલાવ્યું હતું. 18 ફેબ્રુઆરી 2019ના રોજ પુલવામાના પિંગલિના ગામમાં આતંકીઓ સામે થયેલા એન્કાઉન્ટરમાં મેજર વિભૂતિ શંકર ઢોંડિયાલ શહીદ થયા હતા. તેમા બીજા ચાર જવાન પણ શહીદ થયા હતા.

પતિની શહાદત બાદ પણ તૂટ્યા નહીં

નિકિતા કહે છે મને લાગે છે કે તેઓ હંમેશા મારી જિંદગીનો હિસ્સો રહેશે. તેઓ અહીં કયાંક છે. હું તેમને મહેસૂસ કરી શકું છું. તેઓ મને પકડીને કહી રહ્યા છે કે ‘તે કરી દેખાડ્યું’. સેનાની નવી રંગરૂટે કહ્યું કે આ 11 મહિનામાં મેં ઘણું બધું શીખ્યું છે. હું એ બધાનો આભાર માનીશ કે જેમણે મારા પર વિશ્વાસ મૂકયો. તેના લીધે મારી સફર સરળ થઇ ગઇ…સ્ત્રીઓએ પોતાના પર વિશ્વાસ રાખવો જ જોઇએ. કેટલીક વખત જિંદગી ખૂબ જ મુશ્કેલ લાગે છે, તમને લાગે છે કે કંઇ પણ તમારા માટે થઇ રહ્યું નથી. તમને લાગશે કે તમે હારી રહ્યા છો પરંતુ તમારે સમજવું પડશે કે આ જિંદગીનો અંત નથી. તમારી કોશિશ કરવી પડશે, ઉઠવું પડશે અને એક દિવસ તમે જીતી જશો.

આઇ લવ યુ વિભૂ ગૂંજી ઉઠ્યું હતું

પતિને અંતિમ વિદાય આપતા સમયે નિકિતાએ કહ્યું હતું કે તમારા જેવા પતિ મને મળ્યા, હું ખૂબ સમ્માનિત છું. હું હમેશા તમને પ્રેમ કરતી રહીશ વિભૂ. તમે હંમેશા જીવતા રહેશો. આઇ લવ યૂ વિભૂ. મેજર વિભૂતિ માત્ર નિકિતાના પતિ જ નહીં પરંતુ તેમના બેસ્ટ ફ્રેન્ડ પણ હતા.

34 વર્ષની ઉંમરમાં શહીદ, પહેલી એનિવર્સરી પણ સેલિબ્રેટ ના કરી શકયા

34 વર્ષના મેજર વિભૂતિ ઢોંઢિયાલ સેનાના 55 આરઆરમાં તૈનાત હતા. તેઓ દહેરાદૂનના રહેવાસી હતી. વિભૂતિ ત્રણ બહેનો વચ્ચે એકના એક ભાઇ હતા. મેજર વિભૂતિને નાનપણથી જ સેનામાં સામેલ થવાનું ઝૂનુન હતું. તેમના લગ્નને ત્યારે માત્ર 10 મહિના જ થયા હતા. 19 એપ્રિલ 2018ના રોજ નિકિલ કૌલની સાથે તેમણે લગ્ન કર્યા હતા.

ગોળી લાગ્યા બાદ પણ જીવની પરવાહ કર્યા વિના વિભૂતિ ત્યાં રહ્યા

પુલવામા જિલ્લામાં તૈનાત વિભૂતિ ઢોંઢિયાલે બટાલિયનમાં આવ્યા બાદ કેટલાંય સફળ અભિયાનોનું નેતૃત્વ કર્યું. જે દિવસે તેઓ શહીદ થયા તે દિવસે છેલ્લાં શ્વાસ સુધી આતંકીઓ સામે લડતા રહ્યા. આતંકવાદીઓની ગોળી લાગ્યા બાદ પણ તેમણે આતંકીઓનો પીછો કર્યો. ઓપરેશનમાં જૈશ-એ-મોહમ્દના એક ટોપ આતંકીને ઠાર કર્યા. 20 કલાક સુધી ચાલેલા આ ઓપરેશન દરમ્યાન વિભૂતિએ પોતાના પ્રાણની ચિંતા કર્યા વગર આતંકીઓ સામે છેલ્લાં શ્વાસ સુધી લડતા રહ્યા.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો