Learn the reason for split end hair. special attention to this, otherwise ...
  • Home
  • Fashion & Beauty
  • શુ તમે પણ ડબલ વાળથી પરેશાન છો તો કારણ જાણી રાખો આ વાતનું ખાસ ધ્યાન, નહીંતર…

શુ તમે પણ ડબલ વાળથી પરેશાન છો તો કારણ જાણી રાખો આ વાતનું ખાસ ધ્યાન, નહીંતર…

 | 10:31 am IST

બરછટ વાળ કમજોર લાગે છે અને તે વાળના વોલ્યુમ અને ટેક્સચરને પણ પ્રભાવિત કરે છે. આજ કારણ છે કે ડબલ વાળથી બચવા માટે તમારે તમારા વાળને નીચેથી કટ કરી લેવા જોઇએ. જો તમે તમારા વાળને સ્વસ્થ રાખવા માંગો છો તો સૌથી પહેલા જાણીએ કે કયા કારણથી ડબલ વાળ આવે છે અને તેને કેવી રીતે સાચવી શકાય.

હેર સ્ટાઇલિંગ ટૂલ્સનો વધારે ઉપયોગ

વાળ પર સ્ટાઇલિંગ કરવાના ચક્કરમાં વાળ ડ્રાય થવા લાગે છે. સ્ટાઇલિંગના કારણે વાળ ડ્રાય અને અસ્વસ્થ થઇ જાય છે. વાળ પર ડ્રાયર, કર્લિંગ રોડ, ક્રિપિંગ આયરન અને સ્ટ્રેટનિંગ આયરનનો ઉપયોગ ઓછો કરો કારણકે તેના કારણથી બરછટ વાળ આવી શકે છે. સાથે જ સતત તેના ઉપયોગથી આ સમસ્યામાં વધારો થાય છે.

શેમ્પુ અને કન્ડિશનિંગનો ઉપયોગ વધારે

શેમ્પુ અને કન્ડિશનિંગ કરવાથી વાળ અને માથાની ત્વચાને સ્વસ્થ તેમજ યોગ્ય આકાર આપવા માટે તમારા વાળને શેમ્પુ કન્ડિશનરની જરૂરત હોય છે. પરંતુ તેની જરૂરતથી વધારે ઉપયોગ કરવા વાળને ડ્રાય બનાવી દે છે. જો તમારી સ્કેલ્પ ઓઇલી છે તો એવા શેમ્પુનો ઉપયોગ કરવો જોઇએ જેમા કેમિકલ્સ ઓછું હોય.

પોષ્ટિક આહાર

આહારમાં પોષક તત્વોની ઉણપના કારણથી વાળ ડ્રાય થઇ જાય છે અને તમારી પ્રાકૃતિક ચમક જતી રહે છે. પોષણ અને ભેજની ઉણપના કારણથી બરછટ વાળ આવવા લાગે છે. તમે બરછટ વાળની સમસ્યાથી બચવા માટે તમારા આહારમાં લીલા શાકભાજી, દાળ, સૂકા મેવા, ગાજર સહિતની વસ્તુઓ સામેલ કરી શકો છો.

આ પણ જુઓ : 

નિત્યાનંદ આશ્રમ મુદ્દે શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાનું નિવેદન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન