Liberation of 7 Indian workers, including abducted Gujarat in Libya
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • લિબિયામાં અપહૃત ગુજરાત સહિત 7 ભારતીય શ્રમિકોની આખરે મુક્તિ, વિમાન સુધી પહોંચે તે પહેલાં રસ્તામાં જ…

લિબિયામાં અપહૃત ગુજરાત સહિત 7 ભારતીય શ્રમિકોની આખરે મુક્તિ, વિમાન સુધી પહોંચે તે પહેલાં રસ્તામાં જ…

 | 7:22 am IST
  • Share

લિબિયામાં ૨૮ દિવસ પહેલાં અપહરણનો ભોગ બનેલા મૂળે ગુજરાત, આંધ્ર અને બિહાર એમ ત્રણ રાજ્યોના સાત શ્રમિકોેને મુક્ત કરાવવામાં આવ્યા છે. ટયૂનિશિયામાં ભારતના રાજદૂત પુનીત રોય કુંદલે રવિવારે આ હકીકતની જાણકારી આપી હતી. કેટલાક અપહરણકર્તાઓએ ૧૪ સપ્ટેમ્બરના રોજ લિબિયાના અસ્ફેરિક વિસ્તારમાંથી તેમનું અપહરણ કર્યું હતું. ત્યારથી તે શ્રમિકોને મુક્ત કરાવવાના પ્રયાસ થઇ રહ્યા હતા.

લિબિયામાં ભારતીય દૂતાવાસ ના હોવાથી અપહૃત ભારતીયોને મુક્ત કરાવવાની જવાબદારી ટયૂનિશિયા ખાતેના ભારતીય દૂતાવાસને સોંપવામાં આવી હતી. ટયૂનિશિયાના રાજદૂતે લિબિયા સરકાર અને ત્યાંના આંતરરાષ્ટ્રીય સંગઠનોની મદદથી ભારતીય કામદારોને મુક્ત કર્યા હતા.

વિમાન સુધી પહોંચે તે પહેલાં રસ્તામાં જ અપહરણ

૧૪ સપ્ટેમ્બરના રોજ તે તમામ શ્રમિકો ભારત પાછા ફરવા લિબિયાના ત્રિપોલી એરપોર્ટ પરથી ફ્લાઇટ પકડવાની હતી. શ્રમિકો કંપનીમાંથી એરપોર્ટ તરફ જઇ રહ્યા હતા. તે દરમિયાન રસ્તામાં હથિયારબંધ અપહરણકર્તાઓએ તેમનું અપહરણ કરી લીધું હતું. ભારત સરકાર સપ્ટેમ્બર ૨૦૧૫થી ભારતીયોને લિબિયા ના જવા ચેતવણી આપી ચૂકી છે. ત્યાંની સુરક્ષાની સ્થિતિ જોતાં લોકોને લિબિયા ના જવા સલાહ આપવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન