LIC asked policyholders to update pan and demat details to become investors
  • Home
  • Business
  • LICએ પોલિસીધારકોને રોકાણકાર બનવા માટે પેન અને ડિમેટ ડિટેલ્સ અપડેટ કરવા જણાવ્યું

LICએ પોલિસીધારકોને રોકાણકાર બનવા માટે પેન અને ડિમેટ ડિટેલ્સ અપડેટ કરવા જણાવ્યું

 | 10:35 pm IST
  • Share

  • એલઆઈસીના આઈપીઓનો 10 ટકા હિસ્સો કંપનીના પોલિસીધારકો માટે અનામત 

  • પોલિસીધારકોને એક રોકાણકાર કેટેગરી તરીકે રાખવા માટેની છૂટ પણ આપી

દેશના મૂડી બજારમાં આગામી ક્વાર્ટર દરમિયાન મેગા આઈપીઓ સાથે પ્રવેશવાની શક્યતા ધરાવતી જાહેર ક્ષેત્રની જીવન વીમા કંપની એલઆઈસીએ તેના પોલિસીધારકોને કંપનીના શેરધારક બનવા માટે તેમના પેન(પર્મેનન્ટ એકાઉન્ટ નંબર) તથા ડિમેટ એકાઉન્ટ્સની વિગતો અપડેટ કરવા માટે જણાવ્યું છે. આ માટે કંપનીએ જાહેરખબરનો સહારો પણ લીધો છે.

કેન્દ્રીય નાણામંત્રાલયે એક સૂચનમાં જણાવ્યું છે કે એલઆઈસીના આઈપીઓનો 10 ટકા હિસ્સો કંપનીના પોલિસીધારકો માટે અનામત રાખી શકાય તેમ છે. સરકારે એલઆઈસીને તેની પબ્લિક ઓફરમાં પોલિસીધારકોને એક રોકાણકાર કેટેગરી તરીકે રાખવા માટેની છૂટ પણ આપી છે.

જો પોલિસીધારકે આ અનામત કેટેગરીમાંથી શેરની ફાળવણી જોઈતી હશે તો એલઆઈસી પાસે તેમની પેન અને ડિમેટ અંગેની વિગતો અપડેટ કરવાની રહેશે એમ વીમા કંપનીએ એક જાહેરાતમાં જણાવ્યું છે.

એક કેવાયરી હેતુથી તેમજ એલઆઈસીની પ્રસ્તાવિત ઓફરમાં ભાર લેવા માટે આ એક મહત્ત્વની જરૂરિયાત બની રહેશે એમ જાહેરાત ઉમેરે છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો