LIC Pension Plan: LIC scheme can get you Rs50,000
  • Home
  • Business
  • LICનો જબરદસ્ત પ્લાન: 60 નહીં 40ની ઉંમરમાં મળશે રૂ.50000 સુધીનું પેન્શન

LICનો જબરદસ્ત પ્લાન: 60 નહીં 40ની ઉંમરમાં મળશે રૂ.50000 સુધીનું પેન્શન

 | 10:49 am IST
  • Share

  • LICની આ સ્કીમનું નામ સરલ પેન્શન યોજના

  • સિંગલ લાઇફ અને જોઇન્ટ લાઇફ પ્લાનનો મેળવી શકો છો લાભ

  •  ઓછામાં ઓછી ઉંમર 40 વર્ષ અને વધુમાં વધુ 80 વર્ષના લોકો યોજનાનો લાભ લઇ શકે


અત્યાર સુધી તમે 60 વર્ષ કે તેનાથી વધુની ઉંમરમાં પેન્શન મળ્યાનું સાંભળ્યું કે જોયું હશે. પરંતુ હવે તમારે પેન્શન માટે આટલી લાંબી રાહ જોવી પડશે નહીં. જીવન વીમા નિગમ (LIC) એ એક શાનદાર પ્લાન લોન્ચ કર્યો છે. તેના અંતર્ગત એકસાથે રકમ જમા કરાવા પર તમને લગભગ 40 વર્ષની ઉંમરમાં પેન્શન મળવાનું શરૂ થઇ જાય છે. આવો જાણીએ આ સ્કીમ અંગે

શું છે સરલ પેન્શન યોજના?

LICની આ સ્કીમનું નામ સરલ પેન્શન યોજના છે. આ એક સિંગલ પ્રીમિયમ પેન્શન પ્લાન છે, જેમાં પૉલિસી લેતા સમયે જ એકવારમાં પ્રીમિયમ આપી દેવાનું હોય છે. ત્યારબાદ આખી જિંદગી તમને પેન્શન મળતું રહેશે. જો પૉલિસીધારકનું મૃત્યુ થાય છે તો તેના પર તેમના નૉમિનીને સિંગલ પ્રીમિયમની રકમ પાછી આપી દેવામાં આવે છે. સરલ પેન્શન યોજના એક ઇમીડિએટ એન્યુટી પ્લાન છે. એટલે કે પૉલિસી લેતા જ તમને પેન્શન મળવાનું શરૂ થઇ જાય છે. આ પૉલિસી લીધા બાદ જેટલા પેન્શનથી શરૂઆત થાય છે એટલું જ પેન્શન આખી જિંદગી મળે છે.

આ પેન્શન યોજનાને લેવાની બે રીત

સિંગલ લાઇફ : તેમાં પૉલિસી કોઇ એકના નામ પર રહેશે જ્યાં સુધી પેન્શનધારક હયાત હશે તેમને પેન્શન મળતું રહેશે. તેમના મૃત્યુ બાદ બેઝ પ્રીમિયમની રકમ તેમના નૉમિનીને પાછી આપવામાં આવશે.
જોઇન્ટ લાઇફ : તેમાં બંને જીવનસાથીનું કવરેજ હોય છે. જ્યાં સુધી પ્રાઇમરી પેન્શનધારક જીવીત રહેશે તેમને પેન્શન મળતું રહેશે. તેમના મૃત્યુબાદ તેમના જીવનસાથીને આજીવન પેન્શન મળતું રહેશે. તેમના મૃત્યુ બાદ બેઝ પ્રીમિયમની રકમ તેમના નૉમિનીને સોંપી દેવાશે.

કોણ લઇ શકે છે આ સરલ પેન્શન યોજના?

આ યોજનાના લાભ માટે ઓછામાં ઓછી ઉંમર 40 વર્ષ છે અને વધુમાં વધુ 80 વર્ષ છે. કારણ કે આ એક હોલ લાઇફ પૉલિસી છે તો તેમાં પેન્શન આખી જિંદગી મળે છે. જયાં સુધી કે પેન્શનધારક જીવીત છે. સરલ પેન્શન પૉલિસી શરૂ થયાની તારીખથી 6 મહિના બાદ કોઇપણ સરેન્ડર કરી શકે છે.

પેન્શન કયારે મળશે?

પેન્શન સ્કીમમાં ચાર વિકલ્પ મળે છે. તમે પેન્શન દર મહિને લઇ શકો છો, દર ત્રણ મહિનામાં લઇ શકો છો. દર 6 મહિનામાં લઇ શકો છો અથવા તો 12 મહિનામાં લઇ શકો છો. તમે જે વિકલ્પ પસંદ કરશો તો તમારું પેન્શન એ સમયગાળામાં આવવા લાગશે.

કેટલું પેન્શન મળશે?

હવે પ્રશ્ન એ થાય કે આ સરલ પેન્શન યોજના માટે તમારે કેટલાં પૈસા ચૂકવવા પડશે. તો અમે તમને જણાવી દઇએ કે આ વિકલ્પ તમારે પસંદ કરવાનો રહેશે. એટલે કે જેટલી પણ રકમનું પેન્શ તમે પસંદ કરશો તે પ્રમાણે પેમેન્ટ કરવાનું રહેશે. જો તમે દર મહિને પેન્શન ઇચ્છો છો તો તમારે કમ સે કમ 1000 રૂપિયા પેન્શન લેવું પડશે, 3 મહિનાનું 3000 રૂપિયા, 6 મહિનાના 6000 રૂપિયા અને 12 મહિના માટે ઓછામા ઓછું 12000 રૂપિયા પેન્શન લેવું પડશે. વધુ રકમ માટે કોઇ મર્યાદા નથી.

જો તમે 40 વર્ષની ઉંમરે 10 લાખ રૂપિયાનું સિંગલ પ્રીમિયમ જમા કરાવો છો તો તમને વાર્ષિક 50250 રૂપિયા પેન્શન મળવાનું શરૂ થઇ જશે જે આજીવન મળશે. આ સિવાય જો તમારે અધવ્ચેચ તમારી જમા રકમને પાછી લેવી હોઇએ તો આવી સ્થિતિમાં 5 ટકા કાપીને તમને જમા રકમ પાછી મળી જાય છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો