- પેપરમાં લપેટીને પણ પકવી શકશો કેરી
- ઘાંસની મદદથી કાચી કેરીને પકવો
- કોટનના કપડાંની પણ લઈ શકો છો મદદ
ઉનાળાની સીઝન ચાલી રહી છે ત્યારે ભાગ્યે જ કોઈ હશે જે કેરીનો સ્વાદ માણ્યા વિના રહી શકશે. આજકાલ માર્કેટમાં કેરીની પેટીઓ આવી ગઈ છે. જો તમે પણ તેમાથી તમારા ઘરે પેટી લાવ્યા હોવ તો તમારે તેને પકવવાની તૈયારી કરવાની રહે છે. અનેક લોકો માટે કેરીને પકવવાનું કામ મુશ્કેલ બને છે. પરંતુ હવે તમારે તેને ચિંતા કરવાની જરૂર નથી. જો તમે કેમિકલ વિના કેટલીક વસ્તુઓની મદદથી કેરીને પકવો છો તો તે તમારા સ્વાસ્થ્ય માટે લાભદાયી સાબિત થઈ શકે છે. કેમિકલથી પકવેલી તૈયાર કેરીઓ તમારી હેલ્થને નુકસાન કરી શકે છે. તો જાણો કયા ઉપાયો તમને લાભ આપશે.
ચોખાનો કરો ઉપયોગ
કેરીને પકવવા માટે તમે ચોખાની મદદ લઈ શકો છો. આ માટે તમે ચોખાના ડબ્બામાં કેરીને નીચે ઊંડાણમાં રાખી દો. આ પછી 4-5 દિવસ માટે ડબ્બાને બંધ કરી લો. પાંચમા દિવસે તમે ડબ્બો ખોલશો તો તમારી કેરી પાકીને તૈયાર થઈ જશે.
પેપરમાં લપેટીને રાખો
પેપરની મદદથી તમે કાચી કેરીને પકવી શકો છો. તમે વિચાર્યું નહીં હોય પણ પેપરના 3-4 લેયરની મદદથી તમે કાચી કેરીને લપેટીને રાખો અને પછી તેને બંધ કરીને કોથળાની મદદથી ઢાંકી દો.4-5 દિવસ તેને એમ જ બંધ રહેવા દો. આ પછી એકવાર કેરીઓને ચેક કરો. તે પાકી ગઈ હશે. તમે મીઠી કેરીની મજા માણી શકશો.
ઘાંસની લઈ શકો છો મદદ
કેરીને પકવવા માટે તમે ઘાંસની મદદ લઈ શકો છો. તેને માટે તમે કોઈ પ્લાસ્ટિકના બોક્સમાં સૂકું ઘાંસ લો. તમે કેરીને આ ઘાંસની નીચે દબાવીને રાખો. આ ડબ્બાને કોઈ અંધારી જગ્યાએ કે સ્ટોર રૂમમાં મૂકી આવો. 2-3 દિવસમાં કેરી સારી રીતે પાકી જશે.
કોટનના કપડાંનો કરો ઉપયોગ
કોટનના કપડાંનો ઉપયોગ કેરીને પકવવા માટે કરવામાં આવે છે. આ માટે તમે કેરીને કપડાંમાં લપેટીને મોટા વાસણમાં રાખો. હવે આ વાસણને ઉપરથી નીચે સુધી ઢાંકી દો. 3-4 દિવસમાં કાચી કેરી મસ્ત પાકી જશે.