- લીમડાના પાન મચ્છરોથી બચવા માટે પણ ઉપયોગી
- પાણી અને લસણની પેસ્ટનું સ્પ્રે મચ્છરોથી બચાવશે
- લીંબુ અને લવિંગનો ઉપાય મચ્છર ભગાડવામાં કામયાબ
સીઝન બદલાવવાની સાથે સાથે ઘરમાં સફાઈ રાખવા છતાં પણ મચ્છરોની સંખ્યા વધી રહી છે. જો તમારા ઘરમાં પણ સાંજ અને રાતના સમયે મચ્છરો વધી રહ્યા છે તો તમારે ચેતી જવાની જરૂર છે. તમે મચ્છર ભગાડવા માટે સામાન્ય રીતે કોઇલ અથવા સ્પ્રેનો ઉપયોગ કરો છો, પરંતુ થોડા સમય પછી તે પાછા આવે છે. કેમિકલ ઉત્પાદનોનો વારંવાર ઉપયોગ સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક છે. જો કે, તમે કેટલાક ઘરગથ્થુ ઉપચાર કરીને પણ મલેરિયા અને ડેન્ગ્યુ જેવા રોગો ફેલાવતા મચ્છરોથી છુટકારો મેળવી શકો છો. જો તમે ઘરમાંઆ 7માંથી કોઈ એક વસ્તુનો ઉપયોગ કરશો તો તેનાથી મચ્છરો પણ દૂર રહેશે.
લીમડો
લીમડાના પાન મચ્છરોથી બચવા માટે પણ ઉપયોગી છે. આ માટે એક માટીનો વાસણ લો અને તેમાં લીમડાના સૂકા પાન નાંખો. તેમાં થોડી કપૂર લવિંગ અને તમાલપત્રના પાન નાખીને સાંજે ઘરમાં સળગાવી દો. ઘરની બારીઓ અને દરવાજા થોડા સમય માટે બંધ રાખો. જો તમે આ ઉપાયો કરશો તો મચ્છરો ઘરમાંથી ભાગી જશે. જો તમે ઘરમાં લીમડાનો ધૂમાડો કરશો તો મચ્છર એક મિનિટ પણ નહીં રહે.
સફરજનનું વિનેગર
સ્પ્રે બોટલમાં અડધું પાણી અને અડધું એપલ સાઇડર વિનેગર મિક્સ કરો. હવે તેને તમારા કપડા અને શરીર પર સ્પ્રે કરો. તમારી નજીક એક મચ્છર પણ નહીં આવે.
લસણનું સ્પ્રે
લસણ ઘરમાંથી મચ્છરોને દૂર કરવા માટે પણ ઉપયોગી છે. આ માટે પહેલા લસણને સાફ કરો અને પછી તેની પેસ્ટ બનાવીને પાણીમાં મિક્સ કરો. હવે આ પાણીને સ્પ્રે બોટલમાં ભરીને ઘરમાં તે જગ્યાએ સ્પ્રે કરો જ્યાં મચ્છર બેઠેલા હોય. આ ઉપાય અપનાવવાથી મચ્છરો ભાગી જશે.
લીંબુ
લીંબુ મચ્છરોને ઘરથી દૂર રાખવામાં અસરકારક છે. આ માટે લીંબુના ટુકડા કરી લો અને તેમાં લવિંગ રાખો. હવે આ લીંબુને ઘરમાં એવી જગ્યાએ રાખો જ્યાં મચ્છરો સૌથી વધુ આવે છે. આ લીંબુ રાખવાથી મચ્છરો દૂર થઈ જશે.
તુલસીનો છોડ
તુલસી આયુર્વેદિક ગુણોથી ભરપૂર છે અને તે મચ્છરોથી બચવામાં પણ અસરકારક છે. તેના માટે સૂકા અને ખરી પડેલા તુલસીના પાન ભેગા કરીને સાંજે ઘરમાં સળગાવી દો. ધુમાડાથી મચ્છર ભાગી જાય છે.
કોફી પાવડર
તમે કોફી પાવડરની મદદથી પણ મચ્છરોને દૂર રાખી શકો છો. જો તમારા ઘરની આસપાસ પાણી ભરાયેલું હોય, જો તમે તેમાં કોફી પાવડર છાંટશો તો મચ્છર ભાગશે અને નવા મચ્છરોનો જન્મ નહીં થાય.
નીલગીરીનું તેલ
નીલગિરીના તેલમાં લીંબુના રસના થોડા ટીપાં મિક્સ કરો અને આ મિશ્રણને તમારા શરીર પર લગાવો. તેની ગંધને કારણે મચ્છર તમારી આસપાસ નહીં આવે. આ ટિપ્સ અપનાવીને તમે મચ્છરોને ભગાડી શકો છો.