• સ્ટ્રોન્ગ મસલ્સ માટે કરે છે વેટલિફ્ટિંગ
  • સ્કીપિંગ, ડાન્સિંગ, સ્વિમિંગ, ફાસ્ટ વોકિંગ પણ સામેલ
  • ચિન અપ એક્સરસાઈઝ અને કાર્ડિયોને પણ આપે છે પ્રાયોરિટી

પુષ્પા ફિલ્મના હિટ થયા બાદથી હિંદી ભાષી રાજ્યોમાં રશ્મિકા મંદાનાને દરેક વ્યક્તિ ઓળખવા લાગ્યું છે. પણ શું તમે જાણો છો કે તેમની ફિટનેસનું રહસ્ય શું છે. નહીં ને તો તમે જાણો કે સાઉથની હિટ એક્ટ્રેસ રશ્મિકા મંદાનાને હવે ઘણા લોકો ઓળખે છે. ફિલ્મ પુષ્પા બાદ તેમની પોપ્યુલેરિટી ઘણી વધી છે. જલ્દી તે પાર્ટ 2માં પણ જોવા મળશે.

 

ફિટનેસને લઈને પણ ચર્ચામાં છે રશ્મિકા

ફિલ્મો અને એક્ટિંગ સિવાય પણ ફિટનેસને લઈને રશ્મિકા ચર્ચાનો વિષય બને છે. રશ્મિકા વર્કઆઉટની સાથે સાથે હેલ્ધી ડાયટને પણ ફોલો કરે છે. રશ્મિકા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. તેમના સોશિયલ મીડિયા હેન્ડલ પર વર્કઆઉટના અનેક વીડિયોઝ અને ફોટો જોઈ શકાય છે. તેના ફિટનેસ રૂટિનમાં સ્કીપિંગ, ડાન્સિંગ, સ્વિમિંગ, કિક બોક્સિંગ, ફાસ્ટ વોકિંગ સામેલ છે. આ સિવાય તે પોતાને ફિટ રાખવા માટે યોગની મદદ લે છે. સાઉથની એકટ્રેસ ફિટનેસની શરૂઆત વોર્મઅપથી કરે છે. આ સાથે તે સ્ટ્રેચિંગ અને ફૂલ બોડી ફોમ રોલ કરે છે. આ પછી જ અન્ય કસરત કરે છે.

 

આ વસ્તુઓ ક્યારેય ભૂલતી નથી

રશ્મિકા જિમમાં વેટલિફ્ટિંગ પણ કરે છે જેથી તેમના મસલ્સ સ્ટ્રોન્ગ બની શકે. આ સિવાય કાર્ડિયો કરવાનું ક્યારેય ભૂલતી નથી. રશ્મિકા એક્ટિવેશન કસરત પર ભાર મૂકે છે. ફ્લેટ બેંચ, બોલ સ્લેમ અને મલ્ટી જોઈન્ટ પ્રાઈમરી તેનો ભાગ છે. ડંબલની સાથે તે ચિન-અપ કસરત પણ કરે છે. આ કારણ છે કે તેની સ્માઈલ ખાસ છે. જો તમે પણ રશ્મિકાની જેમ ફિટ રહેવા ઈચ્છો છો તો તેનું ફિટનેસ રૂટિન ફોલો કરો.  

  • Follow us on: