• લેબનાનનો ક્રમ બીજો તો ત્રીજા નંબરે સિએરા લિયોની
  • દુઃખી દેશમાં ચોથા નંબરે ઝિમ્બાવેનો નંબર આવે છે
  • ભારત 12મા નંબરે તો પાકિસ્તાન 30મા નંબરે 

દુનિયામાં દરેક વ્યક્તિને ખુશ રહેવાનું પસંદ છે. પરંતુ કોઈ ન કોઈ કારણે તેઓ પરેશાન રહે છે અને દુઃખી થાય છે. આ દુનિયામાં ભાગ્યે જ કોઈ એવું હશે જે દુઃખી ન હોય. કોઈ ને કોઈ કારણે લોકો મુશ્કેલીમાં આવતા રહે છે. આજે અમે તમને એ દેશ બતાવી રહ્યા છીએ જે સૌથી વધારે અનહેપી દેશના લિસ્ટમાં સામેલ છે. હાલમાં એક રિપોર્ટ સામે આવ્યો છે જેમાં અફઘાનિસ્તાનને સૌથી દુઃખી લિસ્ટમાં સામેલ કરાયો છે.


અફઘાનિસ્તાન નંબર 1 પર

આ લિસ્ટમાં દુનિયામાં સૌથી વધારે દુઃખી દેશ અફઘાનિસ્તાન નંબર 1 પર છે. અહીં લોકો બેરોજગારી, આર્થિક ચીજોના કારણે સૌથી વધારે દુઃખી છે.

ભારત 12મા નંબરે તો પાકિસ્તાન 30મા નંબરે

દુનિયામાં અનેક દેશ છે જેમને સૌથી અનહેપી માનવામાં આવે છે. આ લિસ્ટમાં અફઘાનિસ્તાન સૌથી ઉપર છે. આ લિસ્ટમાં ભારતનો નંબર 12મો છે. તો પાકિસ્તાનનો નંબર 30મો છે.


લેબનાનનો પણ થયો સમાવેશ

લેબનાન ફરવાની રીતે ઘણું સુંદર છે. અહીં પણ લોકો અનેક ચીજોના કારણે દુઃખી રહે છે. આ દેશ આ લિસ્ટમાં બીજા નંબરે છે. તો ત્રીજા નંબરે સિએરા લિયોની આવે છે.


ઝિમ્બાવે

આ દેશ દુઃખી દેશની યાદીમાં ચોથા નંબરે આવે છે. અહીંના લોકો પાર્ટીઓ કરવામાં માહિર હોય છે. પણ દુઃખી દેશમાં તે ચોથા નંબરે આવે છે.


પાકિસ્તાન દુઃખી દેશની યાદીમાં છે સુખી

દુઃખી દેશની યાદીમાં પાકિસ્તાન 30મા નંબરે આવે છે. ભારત કરતા અહીંના લોકો ઓછી દુઃખી જોવા મળી રહ્યા છે. 

  • Follow us on: