- એક્સરસાઈઝ માટે કરી લો આજે જ ટ્રાય
- આ વ્યક્તિનો જુગાડ બચાવશે તમારા હજારો રૂપિયા
- આ છે સૌથી સસ્તું ટ્રેડમિલઃ આનંદ મહિન્દ્રા
કહેવાય છે કે કોઈ કામ મુશ્કેલ નથી અને મગજની કરામત સામે ભલભલા મશીન પણ ફેલ છે. જો તમે ભારતમાં રહીને પણ ઇનોવેશન્સના અનેક ઉદાહરણ જોઈ શકશો. એક વ્યક્તિએ આવું જ કામ કર્યું છે. દેશના જાણીતા ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા તેના ફેન થયા છે. એટલું નહીં તેઓએ આ વ્યક્તિને ઈનોવેશન એવોર્ડની ટ્રોફી આપી દીધી છે. હવે તમે પણ વિચારશો કે એવું તો આ વ્યક્તિએ શું કર્યું. તે જાણો.
વ્યક્તિનો જુગાડ થયો વાયરલ
જુગાડથી હેલીકોપ્ટર કે બાઈક બનાવવા...નવી રીતથી કૂવામાંથી પાણી કાઢવું જેવા અનેક વીડિયો તમે જોયા હશે પણ આ કામમાં પણ રૂપિયા તો ખર્ચ થાય છે. આજે દરેક વ્યક્તિ સ્વાસ્થ્ય માટે જાગૃત જોવા મળી રહ્યું છે અને દિવસની શરૂઆત વ્યાયામની સાથે કરે છે. આ માટે ટ્રેડમિલ, ડંબલ પર હજારો રૂપિયા ખર્ત કરતા અચકાતા નથી. આનંદ મહિન્દ્રા આ વ્યક્તિના ફેન થયા છે. તેણે એક પણ રૂપિયાના ખર્ચ વિના ટ્રેડમિલ કસરતનો નુસખો શોધી કાઢ્યો છે.
શું ખાસ છે આ વાયરલ વીડિયોમાં
આનંદ મહિન્દ્રાએ ટ્વિટ કરાયેલા આ વીડિયોમાં એક વ્યક્તિ તેના ઘરની રસોઈમાં જાય છે. આ પછી તે તેલના કેટલાક ટીપાં જમીન પર પાડે છે અને તેની પર પાણી નાંખે છે. આ બધું તે સારી રીતે પગથી મિક્સ કરી લે છે. આ પછી તે કિચનની ધારી પર વજન ટેકવે છે. અને ધીરે ધીરે દોડવાનું શરૂ કરે છે. આ પછી એક ટ્રેડમિલની જેમ આ વ્યક્તિ દોડવા લાગે છે. આ દેશી જુગાડને લઈને મહિન્દ્રા ગ્રૂપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ પોતે તેને શેર કરવાનું રોકી શક્યા નથી.
સૌથી સસ્તુ ટ્રેડમિલઃ આનંદ મહિન્દ્રા
આ 52 સેકંડના વીડિયોને આનંદ મહિન્દ્રાએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે. અને કેપ્શનમાં લખ્યું છે કે દુનિયામાં સૌથી ઓછા ખર્ચનું ટ્રેડમિલ અને આ વર્ષના ઈનોવેશનનો એવોર્ડ આ વ્યક્તિને જાય છે. મહિન્દ્રા ચેરમેનના આ ટ્વિટની જેમ વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. અત્યાર સુધી 6000 લોકોએ વીડિયો પર રીટ્વિટ કર્યું છે અને 64.7 હજાર લાઈક્સ પણ મેળવ્યા છે.
Twitter પર 1 કરોડ ફોલોઅર્સ
Anand Mahindra અવારનવાર Twitter પર કંઈને કંઈ પોસ્ટ કરતા રહે છે. એટલું નહીં તેમના નવા ટ્વિટની સાથે તેને યૂઝર્સ પસંદ કરી રહ્યા છે. તેમના દ્વારા કરાયેલી ટ્વિટ્માં અનેક ફોટો અને મહિન્દ્રાના ચેરમેન મોટિવેશનલ પોસ્ટ પણ કરે છે. તેને સૌથી વધારે પસંદ કરાય છે. ઉલ્લેખનીય છે કે આનંદ મહિન્દ્રાનું ટ્વિટર પર મોટું ફેન ફોલોવિંગ છે.









